2 કલાક પેહલા
- કૉપી લિંક
અંફફળ ભવિષ્ય મુજબ તમામ અંકના જાતકોને આજનો દિવસ કેવો રહેશે જાણો પં.મનીષ શર્મા પાસેથી…

સવારે સમસ્યાઓ રહેશે. ખર્ચ વધુ થશે અને આવક ઓછી થશે. બપોરથી ખુશીનું વાતાવરણ રહેશે અને આવકમાં વૃદ્ધિની સાથે સહયોગ મળશે. અવ્યવસ્થિત વાતચીતમાં વિવાદ થઈ શકે છે. સાંજે આવક થવાની સંભાવના રહેશે. ભાગ્ય સાનુકૂળ રહેશે. પ્રવાસની પણ સંભાવના રહેશે. નવી નોકરીની ઓફર મળી શકે છે. વેપારમાં નવા સોદા મળશે.
લકી નંબર- 6-1-8
લકી કલર- સફેદ
શું કરવું- 5 વર્ષ સુધીની બાળકીઓને કપડાં ભેટમાં આપો.

શરૂઆત સારી રહેશે. કામમાં ગતિ રહેશે અને આવક પણ સારી રહેશે. બપોર પછી સ્થાયી મિલકત મામલે મૂંઝવણ થઈ શકે છે. નકારાત્મકતા હાવી થઈ શકે છે. સાંજથી સમય અનુકૂળ રહેશે. સુખની પ્રાપ્તિ થશે અને અવરોધોનો અંત આવશે. ફરિયાદોનું નિરાકરણ થશે. કોઈ મોટું કામ થવાની સંભાવના છે. અન્ય કરતા સારું કરવા છતાં પાછળ રહેવાનો ડર રહેશે, પરંતુ પરિણામ પક્ષમાં આવશે.
લકી નંબર- 9-3-5
લકી કલર- વાદળી
શું કરવું- ગરીબ બાળાઓને ઘઉંના લોટનું દાન કરો.

ભાઈઓ તરફથી સહયોગ મળશે અને ભાગ્ય પણ સાનુકૂળ રહેશે. બપોરનો સમય આવકમાં સુધારો કરશે. તે પછી કેટલીક સમસ્યાઓ ઊભી થઈ શકે છે. બીજા વ્યક્તિ વિશેના અનુમાન ખોટા હોઈ શકે છે. સહયોગ ઓછો મળશે. પરિવારમાં કોઈ વિવાદ પણ થઈ શકે છે. પોતાના પર નિયંત્રણ રાખવું પડશે. ક્યાંય એકલા જવાનું ટાળો. કિંમતી વસ્તુઓ ખોવાઈ શકે છે.
લકી નંબર- 7-5-2
લકી કલર- નારંગી
શું કરવું- ગરીબ બાળાઓને ધાબળો દાન કરો.

ખુશીના સમાચાર મળશે અને કાર્યમાં પ્રગતિ થશે. વિરોધ કરનારાઓ પીછેહઠ કરશે. ઘરેલું જવાબદારીઓ વધશે. આવકની બાબતો સારી રહેશે અને અવરોધોનો અંત આવશે. મનમાં અજાણ્યો ભય રહેશે. દિવસના અંતે નાના-મોટા અવરોધો આવી શકે છે. સાથીઓ કરતા વધુ સારું કરી શકશો અને કામમાં સાતત્ય જાળવી શકશો. ડાબા હાથમાં ખેંચાણ લાગી શકે છે.
લકી નંબર- 2-3-6
લકી કલર- લાલ
શું કરવું- ગરીબ બાળાઓને યથાશક્તિ અન્નનું દાન કરો.

પ્રારંભિક સમય આવકની બાબતોમાં મુશ્કેલીઓથી ભરેલો રહેશે. બપોરથી સુધારો જોવા મળશે. દિવસના અંત સુધી મોટા પ્રમાણમાં પૈસા આવવાની સંભાવના છે. સંતાન તરફથી ખુશી મળશે અને વિવાદિત મામલાઓમાં વિજય મળશે. નવા પ્રભાવશાળી સંપર્કો બનશે. રાજકારણીઓને હોદ્દા મળશે. વિરોધીઓનો અવાજ ઠંડો પડી જશે. વેપારીઓને નવી ઓફર મળી શકે છે અને નોકરીમાં પ્રમોશનની તકો છે.
લકી નંબર- 4-2-7
લકી કલર- લીલો
શું કરવું- ગરીબ બાળકીઓને કપડાં અથવા અભ્યાસ સંબંધિત સામગ્રી ભેટમાં આપો.

ભાગ્ય સંપૂર્ણ રીતે અનુકૂળ છે. સહયોગ મળશે અને અવરોધો સમાપ્ત થશે, પરંતુ શરૂઆતમાં તે આવકને અસર કરી શકે છે. બપોર પછી સ્થિતિમાં સુધારો થશે. પ્રવાસની સંભાવના છે. લોન સંબંધિત સમસ્યાઓ હલ થશે. નવા મકાન ખરીદવાની યોજના બની શકે છે. આનંદ રહેશે. સુખદ સમાચાર પ્રાપ્ત થશે. આંખમાં બળતરા અને શ્વાસ લેવામાં તકલીફ થઈ શકે છે. જીવનસાથી સાથે વિવાદ થઈ શકે છે.
લકી નંબર- 1-5-7
લકી કલર- ગુલાબી
શું કરવું- 4 વર્ષ સુધીની બાળકીનું સન્માન કરો.

સવારનો સમય કામમાં ગતિ આપશે, ભાગ્ય સાથ આપશે અને આવકમાં વધારો થશે. ઘણા દિવસોથી અટકેલા કામ સરળતાથી પૂર્ણ થશે. દુવિધાઓ ઉકેલાશે અને નવી દિશા પ્રાપ્ત થશે. યોજનાઓ સફળ થશે અને ચારે બાજુથી સહયોગ પ્રાપ્ત થશે. જેઓ અવગણના કરે છે તેઓ નમશે. અટકેલા ધંધાને ફરી શરૂ કરી શકશો અને નોકરીમાં પ્રમોશનના સંકેત છે.
લકી નંબર- 2-6-8
લકી કલર- મરૂન
શું કરવું- 2 થી 9 વર્ષની વયની બાળકીને ભોજન અને કપડાં ભેટમાં આપીને તેનું સન્માન કરો.

ધનલાભની સાથે માન-સન્માન વધશે અને પોતાને સાબિત કરવાની તક મળશે. વિરોધીઓનો પરાજય થશે. ક્ષમતા મુજબ આવક, ભાગ્ય અને કર્મનો લાભ લેવામાં સફળ રહેશો. અહંકાર પણ વધી શકે છે. સ્થાયી સંપત્તિથી લાભ થશે. વિવાદિત મામલાઓમાં પક્ષ મજબૂત બનશે. લક્ષ્યો પ્રાપ્ત થશે અને યોજનાઓ સફળ થશે. નોકરીમાં સન્માન મળશે.
લકી નંબર- 8-6-4
લકી કલર- બ્રાઉન
શું કરવું- ગરીબ કન્યાને ખીર-પુરી ખવડાવો.

વધુ ખર્ચ થવા છતાં આવક પણ સારી રહેશે. સંતાન અને માતા તરફથી સહયોગ મળશે. વધુ કામ થશે અને અવરોધો સમાપ્ત થશે. મુલાકાતીઓ આવી શકે છે. દિવસના અંતે કોઈ મોટું કામ પૂર્ણ થવાની સંભાવના છે. મિત્રો તરફથી મદદ મળશે અને કોર્ટ કેસ પક્ષમાં જઈ શકે છે. વેપારમાં વૃદ્ધિ થશે અને નોકરીમાં સારી તક મળશે.
લકી નંબર- 3-8-1
લકી કલર- વાદળી
શું કરવું- કન્યાઓને કોઈપણ તળેલી વસ્તુ (કચોરી, સમોસા વગેરે) દાન કરો.