3 મિનિટ પેહલા
- કૉપી લિંક
સદ્્ગુરુ જગ્ગી વાસુદેવ
ણાવ જીવનનો ભાગ નથી. તમારી જીવનશૈલી, કામ, પરિવાર કે જે પરિસ્થિતિઓમાં તમે રહો છો, તે તમને તણાવ નથી આપતી. તે તમારી સિસ્ટમ-તમારા શરીર, મન, લાગણીઓ અને ઊર્જાને સંભાળવાની તમારી અક્ષમતા છે. તેનું કારણ આ સિસ્ટમ કેવી રીતે કામ કરે છે તેની સમજણનો અભાવ છે, સિસ્ટમનો જે રીતે ઉપયોગ થવો જોઈએ, તે રીતે ઉપયોગ કરવાની તમારી અક્ષમતા છે. તમારે તેના વિશે કંઇ કરવાની જરૂર નથી. તણાવ મશીનમાં થતાં ઘર્ષણ જેવો છે. મશીનમાં ઘર્ષણ થાય છે, કેમ કે કાં તો તેના ભાગોનું યોગ્ય હલનચલન નથી થતું અથવા પૂરતું લુબ્રિકેશન નથી. જેટલું ઓછું ઘર્ષણ, તેટલું મશીન વધુ કાર્યક્ષમ બને છે. આપણે તણાવને કેવી રીતે મેનેજ કરવો કે તેને કાબૂમાં કેવી રીતે રાખવો, તે જોવાની જરૂર નથી. એ જોવાની જરૂર છે કે કેવી રીતે તેને ઉત્પન્ન ન થવા દેવો, કેમ કે તણાવ તમે પોતે ઉત્પન્ન કરો છો. જો તમે યોગ શરૂ કરો, તો તમને જણાશે કે આખી સિસ્ટમ ચોક્કસ સહજતાથી કામ કરવા લાગે છે. પછી તણાવ જેવું કંઈ રહેતું નથી. આરામદાયક હોવું એ તમામ પ્રવૃત્તિઓનો પાયો છે. તમે જીવનમાં સૌથી વધુ અસરકારક ત્યારે જ બની શકો, જ્યારે તમારી અંદર બધું સંપૂર્ણ સહજ હોય. જો તમારી કામ કરવાની ક્ષમતા સહજ બને, તો સ્વાભાવિક રીતે તણાવ જેવું કંઈ રહેતું નથી. લોકો યોગનો અભ્યાસ માત્ર શારીરિક કે માનસિક કસરત તરીકે કરે છે. તે આ બંનેમાંથી એકેય નથી; તેનો સંબંધ જીવનના મૂળ સાથે છે. તમે જે યોગ કરો છો તેમાં ‘તમારું સમગ્ર અસ્તિત્વ’ સામેલ નથી, જો તે તમને પ્રસારિત કરવામાં આવ્યું નથી, જો તે તમને સૂચના તરીકે શીખવવામાં આવ્યું છે અને દીક્ષા તરીકે નહીં – તો તમે યોગનો ઉપયોગ વિમાનની રીતે ન કરતાં કાર તરીકે કરી રહ્યા છો. માનો કે મેં તમને એક વિમાન આપ્યું. તમે જાણતા નથી કે તે શું છે, તમે માત્ર મોટરકાર વિશે જ જાણતા હતા. આ વસ્તુ ઇમારતો અને સ્ટ્રીટલાઇટના થાંભલાઓને અથડાય છે, એટલે તમે પાંખો કાપી નાખો છો અને ખુશીથી ગાડી ચલાવો છો. એ જ રીતે, તમે ખુશ છો કે તમારો કમરનો દુ:ખાવો મટી ગયો અને થાઇરોઇડની સમસ્યા ઠીક થઈ ગઈ, પણ તે ખૂબ જ મર્યાદિત છે. જે માણસ જાણે છે કે ઊડવું એટલે શું, તે જ્યારે તે કપાયેલી પાંખોવાળું વિમાન જુએ, ત્યારે રડી પડશે. હાલમાં, જ્યારે હું દુનિયાભરમાં ચાલી રહેલા યોગ જોઉં છું, ત્યારે તે દુઃખદ જણાય છે. યોગ તણાવનો ઉકેલ નથી. યોગ તો સમસ્યાને જ દૂર કરવા માટે છે. તમે હવે તણાવ ઉત્પન્ન જ નથી કરતા, એટલું જ.