55 મિનિટ પેહલા
- કૉપી લિંક
27/12/2024ના રોજ શનિ મહારાજ પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર પ્રવેશ કરશે અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રની અંદર તેમનું ભ્રમણ 28/04/2025 સુધી રહેશે. આ ભ્રમણ દરમિયાન એવા જાતકો કે જે કુંભ રાશિના હોય અને પૂર્વા ભાદ્રપદ નક્ષત્રમાં આવતા હોય, જેમનો જન્મ 15 ફેબ્રુઆરીથી 15 માર્ચ વચ્ચે થયો હોય,જેમનો જન્મ 8 માર્ચથી 15 માર્ચ દરમ્યાન કોઈપણ વર્ષમાં થયેલો હોય તો તમારે વધારે સાવધાની રાખવાની છે. જેમનો જન્મ કોઇપણ વર્ષથની 15 ઓગસ્ટથી 15 સપ્ટેમ્બર દરમિયાન થયો હોય,જેમનો જન્મ કોઈપણ વર્ષની અંદર 8 સપ્ટેમ્બરથી 15 સપ્ટેમ્બર વચ્ચે થયો હોય તેવા જાતકોએ પણ ખાસ સાવધાન રેહવું જેથી કરીને તમારો વધ ન થાય. આનાથી બચવા માટે શું કરવું તો (1)શનિના વિવિધ શાસ્ત્રોક્ત મંત્ર કરવાના છે.(2)તમારી મોટી આંગળી પર કાળા ઘોડાની નાળ માંથી બનાવેલી વીંટી પહેરવાની છે . (3)જમવા સાથે સાત કાળા અડદના દાણા નું સેવન કરવાનું છે. (4)શનિવારે લાલ દોરાની અંદર 21 લવિંગની માળા બનાવી અને હનુમાનજીના મસ્તક પર ચડાવવાની છે અને જરૂર પડે saturnic સ્ટોન પેન્ડન્ટ તરીકે ધારણ કરવાનો. વધુ જાણકારી માટે જુઓ વીડિયો…