41 મિનિટ પેહલા
- કૉપી લિંક
વૈદિક જ્યોતિષમાં શનિનું વિશેષ મહત્ત્વ છે. શનિ સૌથી ધીમી ગતિવાળો ગ્રહ છે, જેના કારણે એનો પ્રભાવ લોકોના જીવન પર લાંબા સમય સુધી રહે છે. શનિ એક રાશિમાં લગભગ અઢી વર્ષ ભ્રમણ કરે છે. હાલ શનિ કુંભ રાશિમાંથી તા. 29/03/2025ના રોજ મીન રાશિમાં પ્રવેશ કરશે જે તા.03/06/2027 સુધી ભ્રમણ કરશે.



શું શનિની પનોતી દરેક વખતે ખરાબ જ ફળ આપે છે? શનિની પનોતીમાં કર્મના આધારે ફળ મળતું હોય છે કેમ કે શનિ કર્મ પ્રધાન ગણાય છે, ભારતની આંતરરાષ્ટ્રીય ક્ષેત્રની સ્પર્ધામાં એક યુવતીને શનિની પનોતીમાં જ સ્પર્ધામાં વિજય મળેલો, ગુજરાતના એક મુખ્યમંત્રી શનિની સાડાસાતી દરમિયાન બે વાર ધારાસભ્ય અને બે વાર મુખ્યમંત્રી બન્યા. અનેક ઉદાહરણ જોવા મળે છે કે શનિની નાની કે મોટી પનોતી દરમિયાન નોકરીમાં પ્રમોશન, સારી ફેર બદલી, કામમાં પ્રગતિ, નવા મકાન, વિદેશ મુસાફરી, જાત્રા વગેરે જેવા પણ કાર્ય થયા હોય છે. એટલા માટે પનોતી કાયમ ખરાબ ફળ આપે તે વિચાર કરવાના બદલે કર્મ પ્રમાણે ફળ આપે તેવું પણ વિચારવું પડે છે, કેમકે આપણે શનિને કર્મ અને ન્યાયના કારક ગણીએ છીએ. જે રાજાને રંક અને રંકને રાજા પણ બનાવે છે જે કર્મ આધીન હોય છે.

શાસ્ત્રોક્ત ઉપાયોઃ
શનિ મંત્ર: ऊँ प्रां प्रीं प्रौं सः शनये नमः। (40 દિવસમાં 19000 વખત) શનિ દાનઃ શનિવારે કાળા તલનું દાન કરો. શનિ માટે વ્રતઃ શનિવારે વ્રત રાખો શનિ પૂજાઃ ભગવાન હનુમાનની પૂજા કરો શનિ રુદ્રાક્ષઃ 14 મુખી રુદ્રાક્ષ ધારણ કરો શનિનું જડઃ ધતુરાનું ફૂલ શનિ રત્ન: નીલમ રત્ન ધારણ કરો (જ્યોતિષાચાર્ય: ડો. હેમિલ લાઠિયા)