49 મિનિટ પેહલા
- કૉપી લિંક
વર્ષ 2025માં શનિદેવ કુંભ રાશિમાંથી મીન રાશિમાં ગોચર કરશે. ત્યારે શનિની મોટી પનોતિ એટલે કે સાડાસાતી અને નાની પનોતિ એટલે કે ઢૈયાની અસર રાશિચક્ર પર અલગ-અલગ રીતે જોવા મળશે. વર્ષ 2025 કેટલીક રાશિઓ માટે ખરાબ રહેશે. વૈદિક જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, તમામ ગ્રહોમાં શનિની ગતિ ખૂબ જ ધીમી છે, તેથી શનિને એક રાશિમાં સંક્રમણ કરવામાં અઢી વર્ષનો સમય લાગે છે. ચાલો જાણીએ કે શનિની સાડાસાતી વર્ષ 2025માં કઈ રાશિમાં શરૂ થશે.
આ રાશિઓ પર શનિની સાડાસાતી શરુ થશે હાલમાં મકર, કુંભ અને મીન રાશિના લોકો માટે શનિની સાડાસાતી ચાલી રહી છે. નવા વર્ષ 2025માં શનિનું મીન રાશિમાં ગોચર થવાથી મકર રાશિના લોકો માટે ચાલી રહેલી સાડાસાતીનો અંત આવશે અને મેષ રાશિના લોકો માટે શરુ થશે. આ સાથે મીન રાશિના લોકો માટે સાડાસાતીનો બીજો તબક્કો અને કુંભ રાશિના લોકો માટે શનિનો છેલ્લો એટલે કે ત્રીજું ચરણ શરુ થશે. ત્યારે નવા વર્ષ 2025માં કુંભ, મીન અને મેષ રાશિના લોકો પર શનિની સાડાસાતીની અસર શરુ થશે.
શનિનું ગોચર વૈદિક જ્યોતિષશાસ્ત્રમાં શનિની ચાલ, સ્થિતિ અને ગોચરનું વિશેષ મહત્ત્વ રહેલું છે, તેની અસર દેશ, વિશ્વ, અર્થતંત્ર, વેપાર અને મેષથી મીન સુધીની તમામ 12 રાશિઓ પર પડે છે. શનિદેવને એક રાશિમાં ગોચર કરવામાં અઢી વર્ષ લાગે છે, આ પહેલા શનિએ 29 એપ્રિલ 2022ના રોજ કુંભ રાશિમાં પ્રવેશ કર્યો હતો. ત્યાર બાદ 12 જુલાઈના રોજ, શનિ ફરી વક્રી થઈને મકર રાશિમાં આવ્યા હતા. અને ફરીથી જાન્યુઆરી 2023ના રોજ શનિ મહારાજ કુંભ રાશિમાં આવ્યા અને ત્યારથી તે મૂળ ત્રિકોણ રાશિ કુંભ રાશિમાં બિરાજમાન છે. પરંતુ 2025માં શનિ મહારાજ કુંભ રાશિમાંથી બહાર નીકળીને મીન રાશિમાં ગોચર કરશે.
શનિની સાડાસાતીનો પ્રકોપ ધટાડવા શું કરવું?
- 11 શનિવારે શનિ મંદિરમાં જઈને દર્શન કરીને દાન કરો.
- શનિદેવને સંબંધિત વસ્તુઓ જેમ કે કાળી છત્રી, ચંપલ, લોખંડ, કાળા તલ વગેરેનું દાન કરો.
- સફાઈ કામદારો, મજૂર વર્ગ એટલે કે ગરીબને દાન કરતા રહો.
- દરરોજ હનુમાન ચાલીસા અને બજરંગ બાણનો પાઠ કરો.
- દારૂ ન પીવો, જૂઠું બોલશો નહીં કે ગુસ્સો કરશો નહીં.
- પરાઈ સ્ત્રી પર ખરાબ નજર ન નાખો, તમારા કાર્યો હંમેશા શુદ્ધ રાખો.
- કાળા કૂતરા, કાગડા અને ગાયને દરરોજ રોટલી ખવડાવતા રહો અને દાન કરો.
- દરરોજ પીપળાના વૃક્ષની પૂજા કરો અને ઘીનો દીવો કરો.