2 કલાક પેહલા
- કૉપી લિંક
આજે ગુરુ પ્રદોષ વ્રત છે. ચિત્રા નક્ષત્ર, આયુષ્યમાન યોગ અને કન્યા રાશિમાં ચંદ્રમા છે. ત્યારે આજે સાંજે ગુરુ પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની આરાધના કરવાનું વિશેષ મહત્ત્વ છે. આજે વ્રતની પૂજાનું મુહૂર્ત સાંજે 5:24 થી 8:06 વાગ્યા સુધીનું છે. ધર્મગ્રંથોમાં ભગવાન શિવને પ્રસન્ન કરવા માટે અનેક વ્રત અંગે જણાવવામાં આવ્યું છે. પ્રદોષ વ્રત પણ તેમાંથી એક છે. આ વ્રત દર મહિનાના બંને પક્ષની તેરસ તિથિએ કરવામાં આવે છે.
ગુરુપ્રદોષ વ્રત કરવા માટેના આજના શુભ મુહૂર્ત
- પૂજા મુહૂર્ત : સાંજે 5:25 થી 8:08 વાગ્યા સુધી
- બ્રહ્મ મુહૂર્ત : સવારના 5:5 થી 6 વાગ્યા સુધી
- અભિજીત મુહૂર્ત: સવારના 11:48 થી 12:30 વાગ્યા સુધી
- વિજય મુહૂર્ત: બપોરે 1 :55 થી 2:35 વાગ્યા સુધી
- અમૃત કાળ: રાતના 12:30 થી આવતી કાલ સવારના 2:17 સુધી
- ગોધૂલિ મુહૂર્ત: સાંજના 5:21 થી 5:48 સુધી
પ્રદોષ વ્રત પૂજા વિધિ
- પ્રદોષ વ્રતના દિવસે પ્રદોષ કાળમાં ભગવાન શિવની પૂજા કરવામાં આવે છે. સૂર્યાસ્ત પહેલા 45 મિનિટ અને સૂર્યાસ્ત પછી 45 મિનિટ પ્રદોષ કાલ માનવામાં આવે છે.
- પ્રદોષ વ્રતના દિવસે ભગવાન શિવની પૂજા કરો અને બેલના પાન પણ ચઢાવો.
- આ પછી ભગવાન શિવના મંત્રોનો જાપ કરો.
- જાપ કર્યા પછી પ્રદોષ વ્રત કથા સાંભળો.
- અંતમાં આરતી કરો અને સમગ્ર પરિવારમાં પ્રસાદ વહેંચો.
આજના દિવસે ગુરુ ગ્રહની પૂજા કરો આજે ગુરુવારના દિવસે ભગવાન વિષ્ણુની અને ગુરુ ગ્રહની પણ પૂજા કરવી જોઈએ, ભગવાનને કેળાના પાનથી પૂજા કરો. વિષ્ણુ ભગવાનને પંચામૃતનો અભિષેક કરો. તેમણે હળદર, ચંદન, તુલસીના પાન, ચણાની દાળ, પીળા ફૂલ, ચોખા, ધૂપ અને દીવો કરો. ત્યારબાદ વિષ્ણુ સહસ્ત્રનામનો પાઠ કરો. ગુરૂવારનું વ્રત કરવાથી કુંડળીમાંથી ગુરુ દોષ દૂર થાય છે અને લગ્નનો યોગ બને છે . આજના દિવસે પીળા રંગની વસ્તુનું દાન કરવાથી ગુરુ ગ્રહ મજબૂત થાય છે . ગુરુના બીજ મંત્રનો પણ આજના દિવસે જાપ કરવો જોઈએ.
ગુરુ પ્રદોષ વ્રત કથા
જ્યારે અસુરોની સેનાએ સ્વર્ગ ઉપર આક્રમણ કર્યું એક સમયે રાક્ષસ રાજા વૃત્રાસુરની સેનાએ દેવતાઓ પર હુમલો કર્યો. ભીષણ યુદ્ધ થયું જેમાં અસુર સેનાનો પરાજય થયો. જ્યારે વૃત્રાસુરને આ વાતની જાણ થઈ તો તે ગુસ્સે થઈ ગયો. અને તેણે પોતે યુદ્ધનો નિર્ણય લીધો, તે ખૂબ જ પ્રપંચી હતો. તેણે એક વિશાળ રૂપ ધારણ કર્યું. આ જોઈને બધા દેવતાઓ ડરી ગયા. તેઓ ભાગીને ગુરુદેવ બૃહસ્પતિના શરણમાં ગયા.
દેવગુરુ બૃહસ્પતિએ આ રહસ્ય જણાવ્યું ગુરુદેવ બૃહસ્પતિએ દેવતાઓને જાણ કરી કે વૃત્રાસુરે ગંધમાદન પર્વત પર વર્ષોની તીવ્ર તપસ્યા પછી શિવને પ્રસન્ન કર્યા હતા. તે સમયે તેણે માતા પાર્વતીને ભગવાન શિવની ડાબી બાજુ બેઠેલાં જોઈને તેની મજાક ઉડાવી હતી. ત્યારે માતા પાર્વતીએ ગુસ્સે થઈને કહ્યું કે તેં તેનું અને તેના પ્રિય ભોલેનાથનું અપમાન કર્યું છે. આ કારણે હું તમને શ્રાપ આપું છું કે તમે રાક્ષસ બનીને આકાશમાંથી પૃથ્વી પર પડી જશો. એ શ્રાપને કારણે રાજા ચિત્રરથ વૃત્રાસુર બન્યો.
આ પ્રકારે વૃત્રાસુર ઉપર દેવતાઓએ વિજય પ્રાપ્ત કર્યો દેવ ગુરુ બૃહસ્પતિએ દેવરાજ ઈન્દ્રને કહ્યું કે તે બાળપણથી જ ભગવાન શિવના પરમ ભક્ત છે. આવી સ્થિતિમાં તમામ દેવતાઓએ ગુરુ પ્રદોષ વ્રત રાખવું જોઈએ અને ભગવાન ભોલેનાથને પ્રસન્ન કરવું જોઈએ. દેવ ગુરુએ આપેલી ઉપવાસ પદ્ધતિને ધ્યાનમાં રાખીને ઈન્દ્રદેવે નિયમ પ્રમાણે ગુરુ પ્રદોષ વ્રત કર્યું. આમ જેઓ ગુરુ પ્રદોષ વ્રત રાખે છે. ભગવાન શિવની પૂજા કરો. તે તેના દુશ્મનો પર જીત મેળવે છે. શિવની કૃપાથી શત્રુઓને હરાવવામાં સફળતા મળે છે.
શિવજી પ્રદોષ કાળમાં કૈલાશ ઉપર નૃત્ય કરે છે સ્કંદ પુરાણમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે તેરસ તિથિમાં સાંજના સમયને પ્રદોષ કહેવામાં આવે છે. આ સમયે ભગવાન શિવ કૈલાશ પર્વતના રજત ભવનમાં નૃત્ય કરે છે અને દેવતા તેમના ગુણોનું સ્તવન કરે છે. એટલે ધર્મ, અર્થ, કામ અને મોક્ષની ઇચ્છાથી આ શુભ કામમાં ભગવાન શિવજીની પૂજા કરવી જોઈએ. આ દિવસે ભગવાન શિવ સાથે દેવી પાર્વતીની પણ પૂજા થાય છે. જેથી દરેક પ્રકારની પરેશાનીઓ અને દુઃખ દૂર થાય છે.