1 કલાક પેહલા
- કૉપી લિંક
સૂર્ય ધન રાશિની અંદર ભ્રમણ કરે તેને ધનાર્ક કહેવાય તળપદી ભાષામાં તેને ધનારક પણ કહેવામાં આવે છે. 15 ડિસેમ્બર 2024ના રોજ એટલે કે સૂર્ય આજે ધન રાશિમાં પ્રવેશે છે અને 14 જાન્યુઆરી 2025 સુધી સૂર્ય ધન રાશિમાં રહેશે. સૂર્યના આ ભ્રમણને ધનારક ગતિ કહેવામાં આવે છે. સૂર્યના ધનાર્ક ભ્રમણ દરમિયાન કોઈપણ શુભ કાર્ય જેવા કે જનોઈ,વાસ્તુ પૂજન,નવી કાર ખરીદવી,નવું મકાન લેવું,ચૌલ કર્મ અને લગ્ન વિવાહ થઈ શકે નહીં. આ સમય દરમિયાન ધાર્મિક કાર્યો જેવા કે કથા-વાર્તા,સત્યનારાયણની પૂજા,ભાગવત સપ્તાહ વગેરે પુણ્યશાળી કામ કરી શકાય. સૂર્યનું ધન રાશિનું ભ્રમણ કઈ રાશિ માટે સારું,કઈ રાશિ માટે ખરાબ કે તટસ્થ જાણવા માટે જૂઓ વીડિયો…