8 મિનિટ પેહલા
- કૉપી લિંક
રવિવાર, 6 એપ્રિલના રોજ ચૈત્ર નવરાત્રિનો છેલ્લો દિવસ એટલે કે રામ નવમી છે. આ દિવસે, દેવી દુર્ગાની સાથે, રામ દરબારની પણ પૂજા કરવી જોઈએ. રામ દરબારમાં ભગવાન રામની સાથે જ માતા સીતા, લક્ષ્મણ, હનુમાનજી, ભરત અને શત્રુધ્નની મૂર્તિઓ પણ હોય છે. રામ નવમીના દિવસે રામાયણનો પાઠ કરવો જોઈએ અને રામાયણનો ઉપદેશ પોતાના જીવનમાં લાગુ કરવાનો સંકલ્પ લેવો જોઈએ.
ઉજ્જૈનના જ્યોતિષાચાર્ય પં. મનીષ શર્માના જણાવ્યા મુજબ, ચૈત્ર નવરાત્રિની નવમી તિથિએ માતા દુર્ગા અને ભગવાન શિવની વિધિવત પૂજા કરવી જોઈએ.
શિવલિંગ અને દેવીની મૂર્તિ પર પાણી, દૂધ, પંચામૃત અને પછી શુદ્ધ જળ અર્પણ કરો. શિવલિંગ પર બિલ્વના પાન, ધતુરા, આંકડાનું ફૂલ અને જનોઈ અર્પણ કરો.
દેવી માંને લાલ ચૂંદડી, લાલ બંગડીઓ, કંકુ સહિતની પૂજા સામગ્રી અર્પણ કરો. બંને દેવી-દેવતાને ચંદન, ફૂલની માળા, ચોખા અને મીઠાઈનો ભોગ ધરાવો. ધૂપ-દીપ પ્રગટાવીને આરતી કરો. પૂજા દરમિયાન ૐ નમઃ શિવાય અને દું દુર્ગાયૈ નમઃ મંત્રનો જાપ કરો.
ચૈત્ર નવરાતત્રિની નવમીના દિવસે બાળાઓની પૂજા કરો અને તેમને ભોજન કરાવો. કન્યાઓને દક્ષિણા આપો અને પેન, પુસ્તક, બેગ, સ્કૂલ ડ્રેસ જેવી અભ્યાસ સંબંધિત વસ્તુઓનું દાન કરો.
મંદિરમાં જરૂરિયાતમંદ લોકોને છત્રી, ચપ્પલનું દાન કરો. હવે ઉનાળાની ઋતુ છે, જેથી જાહેર સ્થળે પીવાના પાણીનો સ્ટોલ લગાવો અથવા કોઈપણ પીવાના પાણીના સ્ટોલને માટલું દાન કરો. ઘરની અગાસી પર પક્ષીઓ માટે દાણા અને પાણી રાખો.
રામનવમીના દિવસે કેવી રીતે પૂજા કરવી?
- ત્રેતાયુગમાં ચૈત્ર મહિનાના શુક્લ પક્ષના નવમા દિવસે (રામ નવમી) ભગવાન વિષ્ણુએ રાજા દશરથના ઘરે રામ સ્વરુપે અવતાર લીધો હતો.
- આ કારણોસર આ તિથિએ રામજીનો પ્રગટ ઉત્સવ ઉજવવામાં આવે છે. રામ નવમીના દિવસે રામ દરબાર એટલે કે રામજીની સાથે, માતા સીતા, લક્ષ્મણ, હનુમાનજી, ભરત-શત્રુઘ્નની પણ વિશેષ પૂજા કરવી જોઈએ.
- રામ દરબારને પાણી, દૂધ, પંચામૃતથી અભિષેક કરો અને પછી ફરીથી પાણીથી અભિષેક કરો. માળા અને ફૂલો અર્પણ કરો. વાધાથી શૃંગાર કરો. અગરબત્તી અને દીવા પ્રગટાવો. ફળ અને શ્રીફળ ધરાવો. મિઠાઈનો ભોગ ધરાવો. પૂજા દરમિયાન રામ નામનો જાપ કરો.
- રામનવમીના દિવસે રામકથા વાંચવી અને સાંભળવી જોઈએ. રામાયણ વાંચી શકો છો, તેના કિસ્સાઓમાંથી શીખી શકો છો અને તેને તમારા જીવનમાં લાગુ કરવાનો સંકલ્પ લઈ શકો છો. જો તમે આ બાબતોને ધ્યાનમાં રાખશો, તો જીવનમાં સુખ અને શાંતિ રહેશે અને મુશ્કેલ સમયમાં પણ ધીરજ અને સકારાત્મકતા જળવાઈ રહેશે.