- Gujarati News
- Dharm darshan
- The Shatank Yoga Of Venus And Mars Will Bring ‘color’ To The Lives Of Three Natives Including Leo, With Progress In Job And Business, Lakshmi Will Be In Residence.
2 કલાક પેહલા
- કૉપી લિંક
આજે ધુળેટીનો મહા પર્વ ઉજવાઇ રહ્યો છે. સાથે જ સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરશે. 29 વર્ષ બાદ આ સંયોગ રચાયો છે. મીન રાશિનો સ્વામી ગ્રહ દેવગુરુ ગુરુ છે. ગુરુ ગ્રહ સૂર્ય દેવનો પણ ગુરુ છે. સૂર્ય પોતાના ગુરુની મીન રાશિમાં પ્રવેશ કરશે. આ સંદર્ભમાં જ્યોતિષ શાસ્ત્ર માને છે કે સૂર્ય દેવ હવે એક મહિના સુધી તેમના દેવગુરુ ગુરુની સેવામાં રહેશે. આ મહિનાને ખરમાસ એટલે કે કમુરતાં કહેવામાં આવે છે.
કમુરતાંમાં કેમ શુભ કાર્યો નથી થતાં? સૂર્ય મીન રાશિમાં પ્રવેશ કરવાથી, સૂર્ય અને ગુરુ બંને ગ્રહો નબળા પડી જાય છે. આ કારણે કમુરતાંમાં લગ્ન જેવા શુભ પ્રસંગો માટે કોઈ શુભ સમય નથી. કમુરતાં દરમિયાન સૂર્ય પૂજા, મંત્ર જાપ, દાન અને નદીમાં સ્નાન કરવાની પરંપરા છે.
ઉજ્જૈનના જ્યોતિષી પંડિત મનીષ શર્માના મતે, શુભ પ્રસંગોમાં દેવી-દેવતાઓની સાથે ગ્રહોની પણ ખાસ પૂજા કરવામાં આવે છે. કોઈપણ શુભ કાર્યમાં સૂર્ય, ચંદ્ર અને ગુરુની શુભ સ્થિતિ ધ્યાનમાં લેવામાં આવે છે. જ્યારે આ ગ્રહો શુભ સ્થિતિમાં હોય છે, ત્યારે જ આપણને શુભ કાર્યો માટે શુભ સમય મળી શકે છે.
કમુરતાં, સૂર્ય અને ગુરુ બંને ગ્રહો નબળા પડી જાય છે. કમુરતાં વર્ષમાં બે વાર આવે છે. જ્યારે સૂર્ય ધન રાશિમાં હોય ત્યારે ધનારક કમુરતાં અને બીજું જ્યારે સૂર્ય મીન રાશિમાં હોય ત્યારે મીનારક કમુરતાં. 13 એપ્રિલે સૂર્ય મેષ રાશિમાં પ્રવેશ કરશે, ત્યારબાદ કમુરતાં સમાપ્ત થશે. આ પછી જ શુભ કાર્યો માટે ફરીથી શુભ સમય ઉપલબ્ધ થશે.


શુક્ર-મંગળનો શતાંક યોગ આ રાશિઓને ફળશે ધુળેટી-કમુરતાંના સંયોગ સાથે વધુ એક જ્યોતિષ ઘટના બની રહી છે. શુક્ર-મંગળ શતાંક યોગ બનાવી રહ્યા છે. જ્યોતિષાચાર્યના જણાવ્યા પ્રમાણે આ યોગથી કેટલીક રાશિઓના સારા દિવસો શરૂ થવા જઈ રહ્યા છે. તેમના જીવનમાં ખુશીઓ આવવાની છે. ચાલો જાણીએ આ હોળી કોના જીવનમાં ‘રંગ’ લાવશે…


