- Gujarati News
- Dharm darshan
- The Wedding Season Will Be In Full Swing Again After The End Of The Kamurta Period, The Fortune Of Gemini, Scorpio And Aquarius Will Shine Like The Sun
16 મિનિટ પેહલા
- કૉપી લિંક
તા.14 સોમવાર એટલે કે આજે વહેલી સવારે 03:22 કલાકથી ગ્રહ મંડળના રાજા સૂર્યએ મેષ રાશિમાં ગોચર કર્યું. તા.15 મે સુધી સતત એક માસ તે પરિભ્રમણ કરશે. જ્યોતિષશાસ્ત્રની પરિભાષામાં ‘મેષ સંક્રાંતિ’નો પ્રારંભ થવાથી મીનારક કમુરતાં પૂરાં થશે અને શુભ-માંગલિક કાર્યો કરી શકાશે.

જ્યોતિષાચાર્ય આશિષ રાવલે કહ્યુ- નિત્ય સૂર્ય દેવને શુદ્ધ જળનો અર્ગ આપવાથી વિધા ધન વધશે તેમજ શારીરિક સુખાકારી સારી મળશે. ગાયત્રીમંત્રના જાપ આયુ, આરોગ્ય સાથે આર્થિક સમસ્યાઓ હલ કરી શકે છે. સરકારી અધિકારીઓ માટે ઉત્તમ સમય સાબિત થશે. આંતરિક સુરક્ષા,અન્ય રાષ્ટ્રો સાથેના સંબંધોમાં સાનુકૂળતા વધશે.


જ્યોતિષ શાસ્ત્ર અનુસાર, સૂર્ય દર મહિને તેની રાશિ બદલે છે અને આ ઘટનાને સૂર્ય સંક્રાંતિ કહેવામાં આવે છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે, અગ્નિ તત્ત્વ ગ્રહ સૂર્યનું જળ તત્વ રાશિ મેષ રાશિમાં આવવું એક મોટું પરિવર્તન માનવામાં આવે છે. આ પરિવર્તન પછી, જ્યારે હવામાનમાં મોટા ફેરફારો જોવા મળી શકે છે, આ સાથે જ 12 રાશિના લોકોના જીવનમાં પણ મોટું પરિવર્તન જોવા મળે છે.
સૂર્યનો મેષ રાશિમાં પ્રવેશ તમામ રાશિઓ માટે કેવો રહેશે?













કમુરતાં પૂર્ણ ફરી લગ્ન સીઝન ધમધમશે



જૂન પછી ગુરુ અસ્ત બાદમાં દેવઊઠી એકાદશી 12મી જૂનથી 7 જુલાઈ સુધી ગુરુ અસ્ત હોવાથી મુહૂર્ત મળતું નથી. ગુરુ અને શુક્ર અસ્ત હોય ત્યારે લગ્નના મુહૂર્ત મળતા નથી. જો કે, ત્યારબાદ 6 જુલાઈથી દેવઊઠી એકાદશી એટલે ચાતુર્માસનો પ્રારંભ થવાથી મુહૂર્ત મળશે નહીં.