3 મિનિટ પેહલા
- કૉપી લિંક
ઘણીવાર આપણા જીવનમાં અચાનક પરેશાનીઓ વધી જાય છે. તેની પાછળ અનેક કારણો જવાબદાર હોઈ શકે છે, જેમાં વાસ્તુદોષ પણ એક છે. વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આપણા ઘરમાં જો કોઈ દિશામાં કોઈ દોષ હોય તો તેને સંબંધિત ગ્રહ હોય છે તેનાથી અશુભ ફળ પ્રાપ્ત થવા લાગે છે.
વાસ્તુશાસ્ત્રમાં દરેક દિશાના એક અલગ દેવતા અને અલગ પ્રતિનિધિ ગ્રહ બતાવવામાં આવ્યો છે. જ્યારે પણ કોઈ દિશામાં કોઈ દોષ પેદા થાય છે, તો એ દિશાને લગતાં અશુભ ફળ આપણા જીવનમાં જોવા મળે છે. વાસ્તુમાં આઠ દિશાઓનું વિશેષ મહત્વ બતાવ્યું છે. આજે જાણો કંઈ છે એ 8 દિશાઓ અને તેની સાથે જોડાયેલાં ઉપાયો…
પૂર્વ દિશાઃ- વાસ્તુશાસ્ત્ર પ્રમાણે આ દિશાનો સ્વામી ગ્રહ સૂર્ય અને દેવતા ઈન્દ્રદેવ છે. જો આ દિશામાં દોષ હોય તો પરિવારના સદસ્યો બીમાર રહેવાં લાગે છે. તેમને મસ્તિષ્ક અને આંખો સાથે જોડાયેલી પરેશાનીઓ થવા લાગે છે. ઘણીવાર અપમાનનો સામનો કરવો પડે છે.
ઉપાયઃ- આ દિશાના દોષને દૂર કરવા માટે ગાયત્રી મંત્રનો જાપ અને આદિત્યહૃદય સ્ત્રોતનો પાઠ કરવો જોઈએ.
પશ્ચિમ દિશાઃ- વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ શનિ છે અને દેવતા વરુણ દેવ છે. જે વ્યક્તિના ઘરમાં આ દિશામાં દોષ હોય છે, તેમના પરિવારમાં પેટ સાથે જોડાયેલી બીમારીઓ થવા લાગે છે. વારંવાર એક્સિડેન્ટના યોગ બને છે. પગ પર ઘાવ થતાં રહે છે. ખૂબ વધારે કામ કરવા છતાં પણ તેના કામનું ફળ પ્રાપ્ત થતું નથી.
ઉપાયઃ- આ દિશાના દોષ દૂર કરવા માટે શનિદેવની પૂજા કરવી જોઈએ.
ઉત્તર દિશાઃ- વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ બુધ છે અને દેવતા કુબેરદેવ છે. આ દિશામાં દોષ પેદા થાય ત્યારે ધન સાથે જોડાયેલી સમસ્યાઓ આવવા લાગે છે. બેંક બેલેન્સ ઓછું થવા લાગે છે. અચાનક કોઈ મોટો ખર્ચ સામે આવી જાય છે અને જમાપૂંજી પણ ખર્ચં થવા લાગે છે અને બીજી સમસ્યાઓ પણ ચાલતી રહે છે.
ઉપાયઃ- બુધ અને કુબેર યંત્રની સ્થાપના ઘરમાં કરો અને રોજ તેની પૂજા કરો.
દક્ષિણ દિશાઃ- વાસ્તુ પ્રમાણે આ દિશાના અધિપતિ ગ્રહ મંગળ અને દેવતા યમ બતાવ્યા છે. આ દિશામાં દોષ હોય તો ખૂબ જ અશુભ માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોય તો મૃત્યુસમાન કષ્ટોનો અનુભવ થવા લાગે છે. ભાઈઓ વચ્ચે વિવાદની સ્થિતિ ચાલતી રહે છે અને કાયમ કોઈને કોઈ વાતે કલેશ થતો રહે છે.
ઉપાયઃ- આ દિશાના દોષ દૂર કરવા માટે હનુમાનજીની પૂજા કરવી જોઈએ.
ઇશાન ખૂણોઃ- ઉત્તર-પૂર્વ દિશાની વચ્ચેના સ્થાનને ઈશાન ખૂણો કહે છે. આ દિશાના અધિપતિ ગ્રહ ગુરુ અને દેવતા મહાદેવ છે. ઘરમાં મંદિર બનાવવા માટે આ ખૂણો ઉપયુક્ત માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોય તો બનેલાં કામ પર બગડવા લાગે છે અને કિસ્મતનો સાથ નથી મળતો.
ઉપાયઃ- આ દિશાને હંમેશાં સાફ-સુથરી રાખો અને શિવજીની પૂજા કરો.
અગ્નિ ખૂણોઃ- વાસ્તુ પ્રમાણે દક્ષિણ-પૂર્વની વચ્ચેની દિશાને આગ્નેય ખૂણો કહેવામાં આવે છે. આ દિશા પર શુક્રનું આધિપત્ય હોય છે અને તેના દેવતા અગ્નિદેવ હોય છે. આ દિશામાં દોષ હોય તો આગને લગતી દુર્ઘટનાઓ થવાનો ભય રહે છે.
ઉપાયઃ- આ દિશાના દોષને દૂર કરવા માટે શુક્ર યંત્રની સ્થાપના કરો.
નૈઋત્ય ખૂણોઃ- દક્ષિમ-પશ્ચિમની વચ્ચેની જગ્યાને નૈઋત્ય ખૂણો કહેવામાં આવે છે. આ દિશા પર રાહૂ-કેતૂનું આધિપત્ય હોય છે અને આ દિશાના દેવતા નૈઋતિ માનવામાં આવે છે. આ દિશામાં દોષ હોય તો વ્યક્તિ ખોટા કામ કરવા લાગે છે અને નશાનો શિકાર બની જાય છે.
ઉપાયઃ- સાત પ્રકારના અનાજનું દાન જરૂરિયાતમંદ લોકોને કરો.
વાયવ્ય ખૂણોઃ- ઉત્તર-પશ્ચિમની વચ્ચેની જગ્યાની દિશાને વાયવ્ય ખૂણો કહેવામાં આવે છે. આ દિશાના અધિપતિ ચંદ્ર અને દેવતા વાયુદેવ છે. આ દિશામાં દોષ હોય તો માનસિક પરેશાનીઓ વધી જાય છે અને ભ્રમની સ્થિતિ પેદા થવા લાગે છે.
ઉપાયઃ- આ દિશાના દોષોનું નિવારણ કરવા માટે શિવજીની પૂજા કરવી જોઈએ.