1 કલાક પેહલા
- કૉપી લિંક
હિંદુ કેલેન્ડર મુજબ 12 મહિના હોય છે અને દરેક મહિનામાં બે પક્ષ હોય છે, વદ અને સુદ પક્ષ. આ બંને પક્ષમાં એક-એક એકાદશી આવતી હોય છે. આવી સ્થિતિમાં એક વર્ષમાં 24 એકાદશી આવે છે. મળમાસ દરમિયાન તેની સંખ્યા વધી શકે છે. આજે સફલા એકાદશી છે. જે લોકો વિધિ-વિધાન મુજબ સફલા એકાદશીનું વ્રત કરે છે તેઓને ભગવાન વિષ્ણુના આશીર્વાદ મળે છે.
આજે કોઈપણ શુભ કાર્ય કરી શકો છો યોગાનુયોગ આજે ત્રણ શુભ સંયોગો બની રહ્યા છે. સુકર્મ યોગ અને સ્વાતિ નક્ષત્રના શુભ સંયોગમાં ગુરુવારે સફલા એકાદશી વ્રત રાખવામાં આવે છે. સફલા એકાદશી પર ભગવાન વિષ્ણુની પૂજા કરવામાં આવે છે અને ગુરુવાર પણ હરિ પૂજાને સમર્પિત છે. સુકર્મ યોગ એક એવો શુભ યોગ છે, જેમાં તમે કોઈપણ શુભ કાર્ય કરી શકો છો. જ્યારે સ્વાતિ નક્ષત્રના દેવતાઓ વાયુ અને દેવી સરસ્વતી છે. સ્વાતિ નક્ષત્રના શુભ પ્રભાવને કારણે તે જમીન અને મકાનનું સુખ પ્રદાન કરે છે.
ભગવાન વિષ્ણુ માટે વ્રત કરો ભગવાન વિષ્ણુ અને શ્રી કૃષ્ણના ભક્તો એકાદશી પર આખો દિવસ ઉપવાસ રાખે છે. ઉપવાસ કરનાર આખો દિવસ ઉપવાસ રાખે છે, જેઓ ભૂખ્યા નથી રહી શકતા તેઓ ફળો ખાય છે અને દૂધનું સેવન કરે છે.
સફલા એકાદશીની પૂજા વિધિ-
- સ્નાન વગેરે કરીને ઘરના મંદિરને સાફ કરો.
- ભગવાન શ્રી હરિ વિષ્ણુને જલાભિષેક કરો
- પંચામૃત સાથે ગંગાજળથી ભગવાનનો અભિષેક કરો.
- હવે ભગવાનને પીળા ચંદન અને પીળા ફૂલ અર્પણ કરો.
- મંદિરમાં ઘીનો દીવો પ્રગટાવો
- જો શક્ય હોય તો ઉપવાસ રાખો અને ઉપવાસ રાખવાનો સંકલ્પ કરો.
- સફલા એકાદશીની વ્રતકથાનો પાઠ કરો
- ઓમ નમો ભગવતે વાસુદેવાય મંત્રનો જાપ કરો
- ભગવાન શ્રી હરિવિષ્ણુ અને લક્ષ્મીજીની પૂર્ણ ભક્તિ સાથે આરતી કરો.
- ભગવાનને તુલસીના પાન ચઢાવો
- અંતે પૂજા-પાઠમાં થયેલી ભૂલો બદલ માફી માગો
સૂર્યાસ્ત પછી તુલસીની પૂજા કરો એકાદશીની સવારે તુલસીને જળ અર્પણ કરો અને સૂર્યાસ્ત પછી સાંજે તુલસીની પૂજા કરો.
સફલા એકાદશી વ્રતનો લાભ જે લોકો વિધિ-વિધાન મુજબ સફલા એકાદશીનું વ્રત કરે છે તેઓને વિષ્ણુના આશીર્વાદ મળે છે. શ્રી હરિની કૃપાથી વ્યક્તિને પોતાના કાર્યમાં સફળતા મળે છે. જીવનના અંતે વ્યક્તિ મોક્ષ પ્રાપ્ત કરે છે.