- Gujarati News
- Dharm darshan
- What Things Should Be Kept In Mind While Offering Water To Surya, And What Mantra Should Be Chanted?, Shri Krishna Worshiped
17 મિનિટ પેહલા
- કૉપી લિંક
સવારે વહેલા ઊઠી સ્નાન કરી સૂર્યને જળ ચઢાવવાની પરંપરા પૌરાણિક સમયથી ચાલી આવે છે. આ કામથી ધર્મ લાભની સાથે-સાથે સ્વાસ્થ્ય લાભ પણ મળે છે. સૂર્યને જળ ચઢાવવાથી ત્વચાની ચમક વધે છે, આળસ દૂર થાય છે અને આંખની રોશની વધે છે. આ પરંપરા સંદર્ભે ભવિષ્ય પુરાણના બ્રાહ્મ પર્વમાં શ્રીકૃષ્ણ અને સાંબનો એક સંવાદ છે. સાંબ શ્રીકૃષ્ણના પુત્ર હતા. આ સંવાદમાં શ્રીકૃષ્ણએ સાંબને સૂર્યદેવની મહિમા જણાવી છે. શ્રીકૃષ્ણના જણાવ્યા અનુસાર સૂર્યદેવ એકમાત્ર પ્રત્યક્ષ દેવતા છે, એટલે સૂર્યદેવને જ સીધા જોઇ શકાય છે. જે ભક્ત પૂરી શ્રદ્ધા અને ભક્તિથી સૂર્યની પૂજા કરે છે, સૂર્ય ભગવાન તેમની બધી જ ઈચ્છઓ પૂરી કરે છે.
શ્રીકૃષ્ણએ સાંબને જણાવ્યું કે, તેમણે જાતે પણ સૂર્યની પૂજા કરી છે અને તેના પ્રભાવથી તેમને દિવ્ય જ્ઞાન પ્રાપ્ત થયું છે. જો તમે દરરોજ સૂર્યની પૂજા કરશો તો, તમને પણ શુભ ફળ મળી શકે છે. ભવિષ્ય પુરાણ અનુસાર જાણો શ્રીકૃષ્ણે જણાવેલ સૂર્યપૂજાના સરળ ઉપાય…
- સવારે સ્નાન બાદ ભગવાન સૂર્યને જળ અર્પિત કરવું. આ માટે તાંબાના લોટામાં જળ ભરવું, તેમાં ચોખા અને ફૂલ નાખી સૂર્યને અર્ધ્ય આપવું.
- જળ અર્પિત કર્યા બાદ સૂર્ય મંત્રનો જાપ કરવો. આ જાપની સાથે શક્તિ, બિદ્ધિ, સ્વાસ્થ્ય અને સન્માનની કામના કરવી.
- સૂર્ય મંત્ર – ૐ સૂર્યાય નમઃ.
- આ રીતે સૂર્યની આરાધના કર્યા બાદ ધૂપ, દિવાથી સૂર્યદેવનું પૂજન કરવું.
- સૂર્ય સંબંધિત વસ્તુઓ જેમ કે, તાંબાનાં વાસણ, પીળાં કે લાલ વસ્ત્ર, ઘઉં, ગોળ. માણેક, લાલ ચંદન વગેરેનું દાન કરવું.
- પોતાની શ્રદ્ધાનુસાર આ વસ્તુઓમાંથી કોઇ એક વસ્તુનું પણ દાન કરી શકાય છે. તેનાથી કુંડળીમાં સૂર્યના દોષ દૂર થઈ શકે છે.
- સૂર્ય નિમિત્તે વ્રત કરવું. એક સમય ફળાહાર કરવો અને સૂર્યદેવનું પૂજન કરવું.