18 મિનિટ પેહલા
- કૉપી લિંક
ફાગણ મહિનાની અમાસ 29 માર્ચ અને શનિવારના રોજ રહેશે. આ દિવસે પિતૃઓ માટે શ્રાદ્ધ અને સ્નાન-દાન કરવામાં આવશે. ધર્મ ગ્રંથોમાં ઉલ્લેખવામાં આવ્યું છે કે સુખ-સમૃદ્ધિ અને પરિવારના ઉદ્ધારની કામના માટે આ દિવસ ખૂબ જ ખાસ હોય છે.
ચંદ્રદેવની પૂજા કરવાનું મહત્ત્વ આ વખતે આ પર્વ 29 માર્ચના રોજ રહેશે. આ દિવસે પૂર્વજોની પૂજા કરવી પણ શુભ માનવામાં આવે છે. કહેવાય છે કે જે લોકો આ દિવસે સાચા મનથી પ્રાર્થના કરે છે તો ચંદ્ર દેવ તેમની પ્રાર્થના ચોક્કસથી સાંભળે છે. આ દિવસે ચંદ્ર દર્શન અને ઉપવાસ કરનાર લોકો અધ્યાત્મિક સંવેદનશીલતા પ્રાપ્ત કરી શકે છે.
ગ્રંથોમાં ત્રણ પ્રકારની અમાસનો ઉલ્લેખ ગ્રંથોમાં ત્રણ પ્રકારની અમાસ ઉલ્લેખવામાં આવી છે. જ્યારે સૂર્યોદયથી શરૂ થઇને આખી રાત અમાસ તિથિ હોય તો તેને સિનીવાલી અમાસ કહેવામાં આવે છે. જે દિવસે ચૌદશ સાથે અમાસ તિથિ હોય તો તેને દર્શ અમાસ કહેવામાં આવે છે. આ સિવાય જ્યારે અમાસ સાથે એકમ તિથિ હોય ત્યારે તેને કુહૂ અમાસ કહેવામાં આવે છે.

આ વર્ષે સિનીવાલી અમાસ છે.
ભગવાન ચંદ્રદેવની પૂજા કેમ કરવામાં આવે છે? જે લોકો સિનીવાલી અમાસના દિવસે પૂજા કરે છે, તેમને તેમના જીવનમાં સારું ભાગ્ય અને સમૃદ્ધિ પ્રાપ્તિ થાય છે. ભગવાન ચંદ્ર દેવની પૂજા કરવાથી જીવનમાં જે કાર્યોમાં વિઘ્ન આવી રહ્યા હતાં તે દૂર થઇ જાય છે. પંડિતો અને જ્યોતિષાચાર્યોના જણાવ્યા પ્રમાણે ભગવાન ચંદ્ર દેવની પૂજા કરવાથી મનને શીતળતા અને શાંતિનો અહેસાસ થાય છે.
ચંદ્રદેવની ઉપાસનાથી ઇચ્છાપૂર્તિ થાય છે જે લોકોના જીવનમાં સંઘર્ષ વધારે હોય છે, ભગવાન ચંદ્ર દેવ તેમના રસ્તાને સરળ બનાવે છે. ત્યાં જ, જે લોકો પોતાના જીવનમાં મોક્ષ પ્રાપ્ત કરવા ઇચ્છે છે, આવા લોકો જો આ દિવસે ઉપવાસ રાખીને ચંદ્રદેવની પૂજા કરે છે ત્યારે તેમની ઇચ્છા પૂર્ણ થાય છે. શાસ્ત્રોમાં ચંદ્રદેવને સૌથી મહત્ત્વપૂર્ણ નવગ્રહોમાંથી એક માનવામાં આવે છે.