જય પંડ્યા મારી જન્મતારીખ 6-10-2003 છે. બીબીએ પાસ કર્યા પછી કયા ક્ષેત્રમાં કારકિર્દી બનાવું?
11-3-2026 પછી કારકિર્દીમાં ગ્રોથ જણાશે. તમારા માટે બિઝનેસ કરતાં જોબમાં વધારે સારું છે. કોઈ મહિલા તમારા બોસ હોય, ત્યાં વધારે ફાવે.
મારી જન્મતારીખ 13-6-1992 છે. મને સરકારી નોકરી ક્યારે મળશે?
15-8-2025થી 15-9-2025, જૂન 2025 અને 2026નાં વર્ષમાં એપ્રિલ-મે વખતે રિઝલ્ટ આવવાનું હોય તેવી અથવા તે દરમિયાન પરીક્ષા થવાની હોય તેવી પરીક્ષામાં તમને સફળતા મળી શકે છે. સોનું પહેરો. તાંબાના ગ્લાસમાં પાણી પીવું. સૂર્યનારાયણને જળ ચડાવવું. રોજ ૐ નમઃ શિવાયની એક માળા કરવી.
મારી જન્મતારીખ 7-10-1985 છે. મારાં લગ્નમાં વિલંબ થાય છે, તે ક્યારે દૂર થશે?
લગ્નની શક્યતાઓ મે-જૂન 2025માં છે. ઘરનાં મોટા ભાઈ કે બહેન તરફથી પાત્ર મળે. લગ્ન થયા પછી લગ્નજીવનમાં સાળી કે જીજાજીને કારણે કોઈ ગેરસમજ ન થાય તે જોવું. શ્વાનને ભોજન કરાવવું. ગણપતિદાદાની ઉપાસના કરો.
મારી જન્મતારીખ 13-11-1983 છે. લગ્નના યોગ ક્યારે છે? લવમેરેજ થશે કે અરેન્જ?
લગ્નજીવનનું સુખ બહુ લાગતું નથી. થાય તો નવા વર્ષમાં એપ્રિલ અને મે મહિનામાં થઈ જાય. હળદરનો ઉપયોગ ખાવામાં વધારો. સોનું પહેરો. તમારે લવમેરેજના યોગ નથી.
મારી જન્મતારીખ 19-12-1991 છે. મારાં લગ્ન ક્યારે થશે?
અત્યારે લગ્નયોગ ચાલી રહ્યો છે. તમારાથી મોટી ઉંમરની કે વધારે ઠરેલ, સમજદાર વ્યક્તિ સાથે લગ્ન થાય. સ્ત્રીનું સન્માન કરવું. પત્ની મનોરમા દેવી મંત્રનો જાપ કરવો.
મારી જન્મતારીખ 25-6-1979 છે. શરીરનો દુ:ખાવો રહ્યા કરે છે. શું કરવું?
18-5-2025 પછી સારી એવી રાહત મળશે. ઘરના વાયવ્ય ખૂણામાં કોઈ ખૂબ ભારવાળી અથવા વણવપરાયેલી વસ્તુ છે તે દૂર કરવી. રોજ ત્રીસ મિનિટ સૂર્ય સન્મુખ બેસો. પરસેવો પડે તેવું કામ કરો. મસૂરની દાળ અને ગળી રોટલીનું ગરીબોને દાન કરો. શક્ય હોય તો રકતદાન કરો. ભાઈ-બહેન સાથેના સંબંધો સુધારો.
મારી જન્મતારીખ 28-9-1999 છે. મારી કારકીર્દી માટે શું કરવું? મારે વિદેશ જવાના યોગ છે?
મે મહિના સુધી વિદેશ જવાના યોગ છે. મૂળ વતનથી વધારે લાભ છે. જમીનથી લાભ છે. જોબ બદલવામાં વધુ ચેલેન્જ આવે. વધારે મહેનત કરવી પડે. 2025માં ઓગસ્ટ-સપ્ટેમ્બરમાં તથા 2026માં ફેબ્રુઆરી-માર્ચથી મે સુધીના સમયમાં વિદેશ જવાના યોગ છે.
Source link