1 કલાક પેહલા
- કૉપી લિંક
ઈ. સ. ૨૦૨૫ કોને બનાવશે રાજા?
૨૦૨૫=૯ # અંક નવ એટલે મંગળ. ગ્લોબલ એસ્ટ્રો ગુરુ ડો. પંકજ નાગર આ વીડિયોમાં અંકશાસ્ત્ર ના આધારે કયા જાતકોને લાભ થશે અને ૨૦૨૫ કોને ફળશે ?તેની કેટલીક મહત્વની વાતો કરે છે. અંકશાસ્ત્ર ના સિદ્ધાંતો અનુસાર જો આપ ડ્રાઇવર નંબર ૧,૨,૩ અને ૯ હેઠળ આવતા હોવ અર્થાત આપની જન્મ તારીખનો સરવાળો એક બે ત્રણ અગર નવ થતો હોય એટલે કે આપ કોઈ પણ મહિનાની ૧-૧૦-૧૯-૨૮,૨-૧૧-૨૦-૨૯ અગર ૩-૧૨-૨૧-૩૦ કે ૯-૧૮-૨૭ તારીખે જન્મ્યા હો તો આપ અનુક્રમે સૂર્ય, ચંદ્ર, ગુરુ અને મંગળ ગ્રહ ની અસર હેઠળ આવો છો. ઈસવીસન ૨૦૨૫ મંગળ ગ્રહનું વર્ષ છે અહીં આપેલી તારીખો ના માલિક ગ્રહ સૂર્ય ,ચંદ્ર અને ગુરુ એ મંગળના ખાસ મિત્ર ગ્રહો છે આ ઉપરાંત જો આપની જન્મ તારીખ મહિનો અને સાલ નો સરવાળો એક બે ત્રણ અગર નવ થતો હોય તો પણ ઇસવીસન ૨૦૨૫ આપના માટે તન મન અને ધન થી દરેક પ્રકારના શ્રેષ્ઠ સમાચાર લાવશે. મિત્રો એક વાત યાદ રાખજો કે અંક નવ અને તેના માલિક મંગળ ગ્રહના અધિષ્ઠાતા દેવ હનુમાનજી અને શિવ છે. ૨૦૨૫ના વર્ષમાં જે જાતકો હનુમાન ચાલીસા સુંદરકાંડ અને શિવજીની પૂજા જેમકે મહામૃત્યુંજય જાપ, લઘુ રુદ્રી અને શિવજીના શિવલિંગ પર દૂધ પાણી શેરડીનો રસ ચડાવશે તે લોકોને ૨૦૨૫ ફળશે. [email protected]