25 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે હનુમાન જયંતી છે. હનુમાનજીની પૂજા બ્રહ્મચારી તરીકે કરવામાં આવે છે, તેથી શાસ્ત્રોમાં દર્શાવેલા નિયમો અનુસાર, તેમની પૂજા સવારે 4 વાગ્યાથી રાત્રે 9 વાગ્યા સુધી કરી શકાય છે. ‘અગસ્ત્ય સંહિતા’ અને ‘વાયુ પુરાણ’માં લખેલું છે કે- હનુમાનજીની ઉંમર એક કલ્પ એટલે કે 4.32 અબજ વર્ષ છે. આ કારણોસર તેમને અમર માનવામાં આવે છે.





શનિની પનોતી દૂર કરવા હનુમાનજીની પૂજા કરો જ્યોતિષાચાર્ય હેમીલ લાઠીયાના જણાવ્યાનુસાર, શનિની નાની કે મોટી પનોતી, દશા કે કોઈ પ્રતિકૂળતા જણાય તો હનુમાનજીની ભક્તિ કરવાનું માર્ગદર્શન આપવામાં આવે છે. તેની પાછળ વિદ્વાનો અને ધાર્મિક ગ્રંથમાં કેટલીક વાર્તાઓ જણાવવામાં આવી છે.
હનુમાનજી અને શનિદેવની વાર્તા એકવાર હનુમાનજી પોતાના કાર્યમાં વ્યસ્ત હતા ત્યારે શનિદેવ ત્યાં આવી ખલેલ પહોંચાડતા હતા. તેથી હનુમાજીએ તેમને રોક્યા, પણ શનિદેવ માન્યા જ નહીં. આ કારણે હનુમાનજીએ તેમને પૂંછડીથી પકડી લીધા. કામ પૂર્ણ થયા પછી હનુમાનજીએ તેમને મુક્ત કર્યા. શનિદેવને ખૂબ જ પીડા થતી હતી. આ પછી, હનુમાનજીએ તેમને તેલ લગાવવા આપ્યું જેનાથી શનિદેવની પીડા શાંત થઈ ત્યારથી શનિદેવને તેલ અર્પણ કરાય છે.
બીજી એક કથા મુજબ એકવાર લંકાના રાજા રાવણે શનિદેવને કેદ કર્યા હતા અને જ્યારે હનુમાનજી સીતાજીને શોધમાં લંકા જાય છે ત્યારે શનિદેવને કેદમાંથી છોડાવે છે. તે વખતે શનિદેવ પણ કહે છે કે જે લોકો હનુમાનજીની ભક્તિ કરશે તેને મારા પ્રકોપમાંથી મુક્ત કરીશ. તેથી શનિની પ્રતિકૂળતા માટે હનુમાજીની ભક્તિ કરાય છે.
સુંદરકાંડના પાઠ કરવાથી નકારાત્મકતા દૂર થાય છે હનુમાનજીની ભક્તિ હેતુ તેમના મંત્ર, ચાલીસા, બજરંગબાણ, હનુમાન સાઠીકા, જંજીરા, સુંદરકાંડ વગેરેના પાઠ વંચાય છે. જેમાં સુંદરકાંડના પાઠ ઘર કે ઓફિસમાં વાંચવા કે સાંભળવાથી તમામ પ્રકારની નકારાત્મકતા દૂર થાય છે, વાસ્તુદોષમાં પણ શાંતિ મળે છે, કળિયુગમાં હનુમાનજીની ભક્તિ પ્રભાવશાળી હોવાનું ભક્તો માને છે.
