10 મિનિટ પેહલા
- કૉપી લિંક
આજે (1 એપ્રિલ) ચૈત્ર શુક્લ ચતુર્થી તિથિ છે. ધાર્મિક માન્યતાઓમાં વિનાયક ચોથનું ખૂબ જ મહત્ત્વ છે. માન્યતા છે કે આ દિવસે જેઓ વિઘ્નહર્તા ગજાનનની વિધિ-વિધાન સાથે પૂજા કરે છે, શ્રીગણેશજી તેમની બધી જ કામનાઓ પૂર્ણ કરે છે. વિનાયક ચોથ આ વખતે મંગળવારના રોજ છે. મંગળવારે આવતી ચોથને અંગારક ચોથ કહેવામાં આવે છે. આ દિવસે ભગવાન ગણેશની પૂજા કરવાથી દરેક પ્રકારની પરેશાનીઓ દૂર થાય છે.
ઉજ્જૈનના જ્યોતિષી પં.મનીષ શર્મા અનુસાર, મંગળવારનો સ્વામી ગ્રહ મંગળ છે. મંગળ ગ્રહનું એક નામ અંગારક છે. આ કારણોસર, મંગળવારે આવતી ચતુર્થીને અંગારક ચતુર્થી કહેવામાં આવે છે. આ તિથિએ ભગવાન ગણેશની પૂજા અને ઉપવાસ કરવાની પરંપરા છે. એવું માનવામાં આવે છે કે આ વ્રત પરિવારમાં સુખ અને સમૃદ્ધિ લાવે છે અને પરિવારના સભ્યો વચ્ચે પ્રેમ વધે છે. ચતુર્થી તિથિ એ ભગવાન ગણેશની જન્મતિથિ છે, તેથી આ તિથિનું મહત્વ ખૂબ જ વધારે છે.

મંગળવારે લાલ ફૂલથી ગણેશજીની પૂજા કરવી જોઈએ, આ દિવસે મંગળ ગ્રહની પૂજા કરવાથી અંગારક યોગની અસર ઘટવા લાગે છે
આ વ્રત અંગે આ બાબતોનું ધ્યાન રાખો…
- જે લોકો ચતુર્થીનું વ્રત રાખે છે તેઓએ સ્નાન કર્યા પછી ભગવાન ગણેશ મંદિરમાં દર્શન કરવા જોઈએ. ભગવાન ગણેશને દુર્વા, માળા અને ફૂલો અર્પણ કરો. પ્રસાદ તરીકે લાડુ ચઢાવો. જો તમે મંદિરમાં ન જઈ શકો, તો ઘરે ભગવાન ગણેશની પૂજા કરો.
- ગણેશજીની મૂર્તિને સિંદૂર, દૂર્વા, ફૂલો, ચોખા, ફળો, પ્રસાદ અર્પણ કરો. ધૂપદાંડી અને દીવા પ્રગટાવો. શ્રી ગણેશાય નમઃ મંત્રનો જાપ કરો. ભગવાન ગણેશની સામે ઉપવાસ રાખવાની અને આખો દિવસ કંઈ ખાવું નહીં તેવી પ્રતિજ્ઞા લો.
- પૂજામાં દૂર્વા અને પવિત્ર દોરો પણ ચઢાવો. દીવો પ્રગટાવો અને આરતી કરો. પૂજા પછી, પ્રસાદ અન્ય ભક્તોને વહેંચો અને પોતે પણ લો.
- ધ્યાનમાં રાખો કે ચતુર્થીના વ્રત દરમિયાન ફળો, પાણી, દૂધ, ફળોનો રસ વગેરેનું સેવન કરી શકાય છે.
- સાંજે ચંદ્રોદય પછી, ફરીથી ભગવાન ગણેશની પૂજા કરો. આ પછી ચંદ્ર દેવની પૂજા કરો. ચંદ્રને અર્ઘ્ય અર્પણ કરો. મોટાભાગના લોકો રાત્રે ચંદ્ર પૂજા પછી ભોજન કરે છે. આ રીતે ચતુર્થી વ્રત પૂર્ણ થાય છે.
માંગલિક દોષની અસર ઓછી કરવા માટે, શિવલિંગ પર ચોખા ચઢાવો
- મંગળ ગ્રહની પૂજા શિવલિંગના રૂપમાં કરવામાં આવે છે. જે લોકોની કુંડળીમાં માંગલિક દોષ હોય તેમણે આ દોષનો પ્રભાવ ઓછો કરવા માટે અંગારક ચતુર્થીના દિવસે મંગળની વિશેષ પૂજા કરવી જોઈએ.
- ઉજ્જૈનમાં સ્થિત મંગલનાથ મંદિર અને અંગારેશ્વર મહાદેવ મંદિરમાં મંગળ ગ્રહની વિશેષ પૂજા કરવામાં આવે છે. એવું માનવામાં આવે છે કે આ સ્થળ મંગળ ગ્રહનું જન્મસ્થળ છે. આથી અહીં કરવામાં આવતી મંગળ પૂજાનું મહત્વ છે.
- શિવલિંગને ચોખાથી સજાવો. લાલ ફૂલો, લાલ ગુલાલ, લાલ મસૂર અર્પણ કરો. ઓમ અંગ અંગારકાય નમઃ મંત્રનો જાપ કરો.
- મંગળવારે હનુમાનજીની પણ પૂજા કરો. દીવો પ્રગટાવો અને હનુમાન ચાલીસા અથવા સુંદરકાંડનો પાઠ કરો.
સંકષ્ટી ચોથની પૂજા વિધિ
- આ દિવસે સવારે જલ્દી સ્નાન કરી, સાફ વસ્ત્ર પહેરીને પૂજા ઘરને સાફ-સ્વચ્છ કરો અને વ્રતનો સંકલ્પ લો.
- તે પછી ભગવાન ઉપર ગંગાજળ અર્પણ કરી તેમને સ્નાન કરાવો. ફૂલ અર્પણ કરો.
- ગણેશજીને સિંદૂર ચઢાવો અને મંત્રોચ્ચાર સાથે તેમને ભોગ ધરાવો. આ દિવસે ભગવાન ગણેશજીને તેમની પ્રિય સામગ્રી જેમ કે લાડવા કે મોદકનો ભોગ ધરાવવો જોઈએ.
- સાથે જ, દૂર્વા ઘાસ પણ અર્પણ કરવી જોઈએ. ભગવાનની વિધિવત આરતી કરી બધાને પ્રસાદ વહેંચો.