રાંચી37 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ટીમના પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ તેના બે પૂર્વ બિઝનેસ પાર્ટનર પર 15 કરોડ રૂપિયાની છેતરપિંડીનો આરોપ લગાવ્યો છે. તેણે રાંચીની સિવિલ કોર્ટમાં અરકા સ્પોર્ટ્સ એન્ડ મેનેજમેન્ટ લિમિટેડના મિહિર દિવાકર અને સૌમ્યા બિસ્વાસ વિરુદ્ધ કેસ દાખલ કર્યો છે.
કંપની અને મહેન્દ્ર સિંહ ધોની વચ્ચે વર્ષ 2017માં એક કરાર થયો હતો. ધોનીનો આરોપ છે કે કંપનીએ એગ્રીમેન્ટ દરમિયાન થયેલા કરારનું પાલન કર્યું નથી. જેના કારણે તેને 15 કરોડ રૂપિયાનું નુકસાન થયું છે.
કંપની પર ફી અને પ્રોફિટ શેર ન ચૂકવવાનો આરોપ
કરારમાં અર્કા સ્પોર્ટ્સ ફ્રેન્ચાઈઝી ફીની ચુકવણી અને નફાની વહેંચણી નક્કી કરવામાં આવી હતી, પરંતુ કંપનીએ તેમ કર્યું ન હતું. મહેન્દ્ર સિંહ ધોનીએ કંપનીને અનેક નોટિસ મોકલી, પરંતુ કંપનીએ તેના પર કોઈ પગલાં લીધાં નહીં અને નફામાં કોઈ હિસ્સો ન આપ્યો. મહેન્દ્ર સિંહ ધોનીએ 15 ઓગસ્ટ 2021ના રોજ કંપની સાથેનો કરાર સમાપ્ત કર્યો હતો.
રાંચીની સિવિલ કોર્ટમાં મહેન્દ્ર સિંહ ધોની ક્રિકેટ એકેડમી માટે કરાયેલા કરાર પર છેતરપિંડી અને આર્થિક નુકસાન પહોંચાડવા બદલ કેસ દાખલ કરવામાં આવ્યો છે.
દેશ-વિદેશમાં ક્રિકેટ કોચિંગ સેન્ટરો ખોલ્યા
કંપની વિરુદ્ધ કેસ દાખલ કરતા પહેલાં મહેન્દ્ર સિંહ ધોનીએ વાતચીતથી ઉકેલ શોધવાનો પ્રયાસ કર્યો અને પછી તેમને કાનૂની નોટિસ મોકલી. આ પછી પણ કંપનીએ કોઈ નિર્ણય ન લેતા હવે મામલો કોર્ટમાં પહોંચ્યો છે.
કરાર 2021માં સમાપ્ત થયો હતો
કંપનીએ મહેન્દ્ર સિંહ ધોનીના નામે દેશ-વિદેશમાં ઘણી ક્રિકેટ એકેડમી ખોલી હતી, પરંતુ 2021માં કરાર પૂરો થયા બાદ તે બંધ થઈ ગઈ હતી.