સ્પોર્ટ્સ ડેસ્ક4 કલાક પેહલા
- કૉપી લિંક
ICCએ સોમવારે 22 જાન્યુઆરીએ વર્ષ 2023ની T20 ટીમની જાહેરાત કરી હતી. ભારતીય બેટર સૂર્યકુમાર યાદવને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો, જ્યારે રવિ બિશ્નોઈ, યશસ્વી જયસ્વાલ અને અર્શદીપ સિંહને ટીમમાં સામેલ કરવામાં આવેલા અન્ય ત્રણ ભારતીય હતા.
2023માં સૂર્યકુમાર ફુલ ટાઈમ રાષ્ટ્રનો ટોપ સ્કોરર
સૂર્યકુમાર યાદવ 2023માં ફૂલ ટાઇમ રાષ્ટ્રીય ટીમમાં ટોચનો T20 સ્કોરર હતા. સૂર્યકુમારે 18 મેચમાં 733 રન બનાવ્યા અને બે શાનદાર સદી ફટકારી. સૂર્યકુમાર યાદવની છેલ્લી સદી દક્ષિણ આફ્રિકા સામે રમતી વખતે આવી હતી જ્યાં તેણે માત્ર 56 બોલમાં સદી ફટકારી હતી.
સૂર્યાની સાઉથ આફ્રિકા સામેની સદીએ ભારતને 0-1થી પાછળ રહીને T20 શ્રેણી ડ્રો કરવામાં મદદ કરી હતી.
જયસ્વાલે આફ્રિકા અને અમેરિકામાં શાનદાર પ્રદર્શન કર્યું હતું
ટેસ્ટ મેચોમાં તેના શાનદાર પ્રદર્શન પછી, યશસ્વી જયસ્વાલે આંતરરાષ્ટ્રીય મંચ પર પણ પોતાનું ઘરેલું સફેદ બોલનું ફોર્મ બતાવ્યું છે. વર્ષ 2023માં તેણે 14 ઇનિંગ્સમાં 159ના સ્ટ્રાઇક રેટથી 430 રન બનાવ્યા હતા.
જયસ્વાલે ફ્લોરિડામાં વેસ્ટ ઈન્ડિઝ સામે 51 બોલમાં 84* રનની અણનમ ઇનિંગ રમી હતી અને નેપાળ સામે પણ માત્ર 49 બોલમાં 100 રન બનાવ્યા હતા.
યુવા ડાબોડી બેટરે ઓસ્ટ્રેલિયા સામેની તેમની ઘરઆંગણે T20 શ્રેણીમાં 25 બોલમાં 53 રન કરીને વર્ષનો અંત કર્યો હતો, ત્યારબાદ જોહાનિસબર્ગમાં દક્ષિણ આફ્રિકા સામે 41 બોલમાં 60 રન બનાવ્યા હતા.
જયસ્વાલે ઓગસ્ટ 2023માં વેસ્ટ ઈન્ડિઝ સામે T20માં ડેબ્યૂ કર્યું હતું.
અર્શદીપ સિંહે 26 વિકેટ લીધી
લેફ્ટ આર્મ પેસરે 2023માં 21 મેચોમાં 26 વિકેટ લીધી હતી અને તેને ઝિમ્બાબ્વેના રિચર્ડ નગારાવા અને આયર્લેન્ડના માર્ક એડરની સાથે બોલિંગ લાઇન-અપમાં સ્થાન મળ્યું છે. પાવરપ્લે અને ડેથ ઓવર્સમાં બોલિંગ કરવાની અર્શદીપની ક્ષમતા તેને કોઈપણ ટીમ માટે એસેટ બનાવે છે.
2023માં બિશ્નોઈનું શાનદાર પ્રદર્શન
બિશ્નોઈએ 2023માં તેની આંતરરાષ્ટ્રીય કારકિર્દીમાં શાનદાર પ્રદર્શન કર્યું છે. ઓસ્ટ્રેલિયા સામેની ઘરઆંગણે T20 શ્રેણી બાદ જ તેને T20માં વર્લ્ડ નંબર 1 તરીકે પણ સ્થાન મળ્યું હતું.
ICC ટીમ ઑફ ધ યર
સૂર્યકુમાર યાદવ (કેપ્ટન) (ભારત)
યશસ્વી જયસ્વાલ (ભારત)
ફિલ સોલ્ટ (ઇંગ્લેન્ડ)
નિકોલસ પૂરન (વેસ્ટ ઈન્ડિઝ) (વિકેટકીપર)
માર્ક ચેપમેન (ન્યૂઝીલેન્ડ)
સિકંદર રઝા (ઝિમ્બાબ્વે)
અલ્પેશ રમાદાની (યુગાન્ડા)
માર્ક એડેર (આયર્લેન્ડ)
રવિ બિશ્નોઈ (ભારત)
રિચાર્ડ નગારાવા (ઝિમ્બાબ્વે)
અર્શદીપ સિંહ (ભારત)