સ્પોર્ટ્સ ડેસ્ક14 મિનિટ પેહલા
- કૉપી લિંક
T-20 વર્લ્ડ કપ 2024 જીતનાર ટીમ ઈન્ડિયાને ભારત પરત લાવવા એર ઈન્ડિયાની ચાર્ટર્ડ ફ્લાઈટ બાર્બાડોસ પહોંચી ગઈ છે. ANI એ ટ્વિટ કર્યું છે જેમાં ફ્લાઈટ જોઈ શકાય છે.
પીટીઆઈના અહેવાલ મુજબ, એર ઈન્ડિયાની સ્પેશિયલ ચાર્ટર્ડ ફ્લાઈટ જેના દ્વારા ટીમ ભારત પરત આવવાની છે તેને ‘એર ઈન્ડિયા ચેમ્પિયન્સ 24 વર્લ્ડ કપ (AIC24WC)’ નામ આપ્યું છે. ટીમ ઈન્ડિયા ગુરુવારે સવારે 6 વાગ્યા સુધીમાં દિલ્હી પહોંચી શકે છે.
ટીમ બ્રિજટાઉનથી સીધી દિલ્હી પહોંચે તેવી શક્યતા છે. અહીં પહોંચ્યા બાદ વડાપ્રધાન નરેન્દ્ર મોદી ખેલાડીઓનું સન્માન કરશે, પરંતુ હજુ સુધી તે કાર્યક્રમની કોઈ પુષ્ટિ થઈ નથી.
BCCI તરફથી હજુ સુધી કોઈ સત્તાવાર નિવેદન આવ્યું નથી.
નવીનતમ શેડ્યૂલ મુજબ, જો હવે શેડ્યૂલમાં કોઈ ફેરફાર કરવામાં આવ્યો નથી, તો ફ્લાઇટ બાર્બાડોસથી 4:30 AM (2 PM IST) પર ઉપડશે તેવી અપેક્ષા છે. દિલ્હી પહોંચવામાં 16 કલાક લાગશે, જ્યાં ટીમ ગુરુવારે સવારે 6 વાગ્યે (ભારતીય સમય મુજબ) ઉતરશે.
ટીમ આજે સાંજે વિશેષ ફ્લાઇટ દ્વારા દિલ્હી પહોંચવાની હતી
બ્રિજટાઉનનું ગ્રાન્ટલી એડમ્સ ઈન્ટરનેશનલ એરપોર્ટ મંગળવારે ફરી શરૂ થયું. અગાઉ, ટીમ બ્રિજટાઉનથી સ્થાનિક સમય મુજબ સાંજે 6 વાગ્યે (3 જુલાઈ, 3:30 AM IST) જવાની અને બુધવારે સાંજે 7.45 વાગ્યે (IST) દિલ્હી પહોંચવાની અપેક્ષા હતી.
હરિકેન બેરીલ હવે કેટેગરી 5 થી ઘટીને કેટેગરી 4 નું હરિકેન થઈ ગયું છે અને તે જમૈકા તરફ આગળ વધી રહ્યું છે.
રિષભ પંતે આજે સવારે આ ફોટો સોશિયલ મીડિયા પર પોસ્ટ કર્યો છે.
પહેલી જુલાઈએ જ પરત આવવાનું હતું
ભારતીય ટીમ સોમવારે ભારત આવવા માટે ન્યૂયોર્ક જવાની હતી, પરંતુ ખરાબ હવામાનને કારણે ટીમનું શિડ્યુલ ખોરવાઈ ગયું હતું.
રિપોર્ટમાં કહેવામાં આવ્યું છે કે એટલાન્ટિકમાં હરિકેન બેરીલ આવવાના કારણે 210 કિમી પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાઈ રહ્યો છે. કેટેગરી 4નું આ વાવાઝોડું બાર્બાડોસથી અંદાજે 570 કિમી પૂર્વ-દક્ષિણપૂર્વમાં હતું અને તેના કારણે એરપોર્ટ પરની કામગીરી અટકાવી દેવામાં આવી હતી.
ટીમ ઈન્ડિયા 29 જૂને વર્લ્ડ ચેમ્પિયન બની
ટીમે 29 જૂને T-20 વર્લ્ડ કપ જીત્યો હતો. ભારતીય ટીમ 17 વર્ષ બાદ આ ટુર્નામેન્ટમાં ચેમ્પિયન બની છે. આટલું જ નહીં, ભારતે 11 વર્ષ બાદ ICC ટ્રોફીનો દુષ્કાળ ખતમ કર્યો છે. બાર્બાડોસમાં રમાયેલી ફાઈનલ મેચમાં ભારતે સાઉથ આફ્રિકાને 7 રનથી હરાવ્યું હતું.