પીયરલેન્ડ36 મિનિટ પેહલા
- કૉપી લિંક
અમેરિકાની ડોમેસ્ટિક T20 લીગ અમેરિકન પ્રીમિયર લીગની બીજી સિઝનની સેમિફાઈનલમાં આયોજકો અને અમ્પાયરો વચ્ચે ઘર્ષણ થયું હતું, જેના કારણે પોલીસ બોલાવવી પડી હતી. દલીલ બાદ પોલીસે અમેરિકામાં ICC પેનલ અમ્પાયર વિજય પ્રકાશ સહિત ત્રણ મેચ અધિકારીઓનો મેદાનની બહાર પીછો કર્યો હતો. મેચ શરૂ થવામાં અડધા કલાકથી વધુનો વિલંબ થયો હતો. 10 ઓવરની મેચમાં, સ્ટેડિયમ માલિકના ભાઈ અને બેટિંગ ટીમના ખેલાડીઓએ અમ્પાયરની ભૂમિકા ભજવી હતી.
કુલ 7 ફ્રેન્ચાઇઝી ટીમ ભાગ લઈ રહી છે; ચુકવણી અંગે વિવાદ
લીગની બીજી સિઝન ટેક્સાસમાં 19 ડિસેમ્બરથી શરૂ થઈ રહી છે. ભારત, પાકિસ્તાન, વેસ્ટ ઈન્ડિઝ, અફઘાનિસ્તાન, ઓસ્ટ્રેલિયા, કેનેડા, અમેરિકા એમ 7 ટીમ ભાગ લઈ રહી છે. અમ્પાયરો પાસેથી મળેલી માહિતી અનુસાર, લીગે તેમને 10 દિવસના કામ માટે અંદાજે 12.48 લાખ રૂપિયા ચૂકવ્યા ન હતા.
તેમણે પોતાનો ખર્ચ પણ ઉઠાવવો પડ્યો. આવી સ્થિતિમાં તેમણે આગામી મેચોમાં અમ્પાયરિંગ કરવાની ના પાડી દીધી હતી. તે જ સમયે, લીગે અમ્પાયરો પર સેમિફાઇનલ મેચ અટકાવીને વધારાના પૈસા માટે બ્લેકમેલ કરવાનો આરોપ લગાવ્યો છે. લીગ અનુસાર, 25 લાખ રૂપિયા એડવાન્સ મળ્યા બાદ પણ અમ્પાયરો વધુ પૈસાની માગ કરી રહ્યા હતા, જેના કારણે પોલીસને બોલાવવી પડી હતી.
છેલ્લી સિઝન બેઝબોલ મેદાન પર રમાઈ હતી, ભારત-પાકિસ્તાનની મેચને ‘સુપર શનિવાર’ કહેવામાં આવી હતી
છેલ્લી સિઝનમાં, શ્રીસંત, સુહેલ તનવીર, નબી, બેન કટિંગ જેવા પ્રખ્યાત ખેલાડીઓએ તેનું નેતૃત્વ કર્યું હતું, જ્યારે ક્રિસ ગેલની આગેવાની હેઠળની પ્રીમિયમ વેસ્ટ ઈન્ડિઝની ટીમ ફાઇનલમાં પ્રીમિયમ પાકિસ્તાનને હરાવીને ચેમ્પિયન બની હતી. ત્યારબાદ ટુર્નામેન્ટની તમામ મેચ સ્થાનિક બેઝબોલ મેદાન પર રમાતી હતી.
હવે સિઝન 2ની મેચ ટેક્સાસના મોસેસ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ રહી છે. લીગના માર્કેટિંગ પોસ્ટરમાં ભારત-પાકિસ્તાન મેચને આકર્ષક બનાવવા માટે ‘સુપર શનિવાર’ કહેવામાં આવ્યું છે. 1.66 કરોડની ઈનામી રકમ પણ છે. લીગની સિઝન-2ને ICC દ્વારા મંજૂરી આપવામાં આવી છે. પ્રીમિયમ ઈન્ડિયન્સે પ્રીમિયમ પાકને 6 રનથી હરાવીને ફાઈનલ મેચમાં પ્રવેશ મેળવ્યો હતો.
પાકિસ્તાનના સોહેલ તનવીરની લીગમાં ભાગ લેવાને લઈને વિવાદ છે
આ લીગમાં પાકિસ્તાનના ભૂતપૂર્વ ફાસ્ટ બોલર સોહેલ તનવીરની ભાગીદારી પર વિવાદ થયો છે. તનવીર પાકિસ્તાનની યુવા ટીમનો સિલેક્ટર છે અને અંડર-19 વર્લ્ડ કપ માટે ટીમની જાહેરાત કર્યા બાદ તરત જ તે લીગ રમવા ગયો હતો. આવી સ્થિતિમાં પાક બોર્ડે તેમને એનઓસી આપ્યા બાદ સવાલોનો સામનો કરવો પડી રહ્યો છે.