કોલકાતા34 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPLની પહેલી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુએ (RCB) કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR) ને 7 વિકેટે હરાવ્યું. શનિવારે કેપ્ટન અજિંક્ય રહાણેના પચાસ રનની મદદથી KKR એ RCB ને 175 રનનો ટાર્ગેટ આપ્યો. જવાબમાં વિરાટ કોહલીએ અણનમ 59 રન બનાવીને 22 બોલ બાકી રહેતા પોતાની ટીમને વિજય અપાવ્યો.
ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ઘણી મોમેન્ટ્સ અને રેકોર્ડ જોવા મળ્યા. આ મેચ સાથે કોહલીએ તેની T20 કારકિર્દીમાં 400 મેચ પૂર્ણ કરી. આ માટે BCCI એ કોહલીને મોમેન્ટો આપીને સન્માનિત કર્યા.
મેચની પહેલી ઓવરમાં સુયશે ડી કોકનો કેચ છોડી દીધો. બાદમાં એક ફેન મેદાનમાં ઘૂસી આવ્યો અને કોહલીને પગે લાગ્યો
RCB vs KKR મેચની બેસ્ટ મોમેન્ટ્સ અને રેકોર્ડ વાંચો…
1. ઓપનિંગ સેરેમનીમાં શાહરુખ, કોહલી અને રિંકુએ ડાન્સ કર્યો

શાહરૂખ ખાન સાથે ડાન્સ કરતો વિરાટ કોહલી.
ઓપનિંગ સેરેમનીમાં બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાન, વિરાટ કોહલી અને રિંકુ સિંહે સાથે ડાન્સ કર્યો હતો. કોહલીએ ઝૂમે જો પઠાણ…અને રિંકુ સિંહે શાહરૂખ સાથે “મૈં લૂંટ ગયા…” ગીત પર ડાન્સ કર્યો.
સેરેમનીનું પહેલું પ્રદર્શન શ્રેયા ઘોષાલે આપ્યું હતું. બોલિવૂડ અભિનેત્રી દિશા પાટણીએ મલંગ-મલંગ ગીત પર ડાન્સ કર્યો. પંજાબી સિંગર કરણ ઔજલાએ માહૌલ પૂરા વેવી ગીત ગાયું. ઔજલાના સોંગ પર દિશા પાટણીએ પણ પરફોર્મ કર્યું.

ઓપનિંગ સેરેમનીમાં ગાયિકા શ્રેયા ઘોષાલે બોલિવૂડ ગીતો ગાયા. અભિનેત્રી દિશા પાટણીએ પર્ફોર્મ કર્યું.

પંજાબી ગાયક કરણ ઔજલાએ ગીત ગાયું.
2. BCCIએ કોહલીને મોમેન્ટો આપ્યો

બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્ની વિરાટ કોહલીને મોમેન્ટો આપ્યો.
બીસીસીઆઈના પ્રમુખ રોજર બિન્નીએ વિરાટ કોહલીને ‘આઈપીએલ 18’ લખેલો મોમેન્ટો આપીને સન્માનિત કર્યો. વિરાટે આઈપીએલની 18 સીઝનમાંથી 18 સીઝન આરસીબી માટે રમી છે.
3. જય શાહે બેલ વગાડીને મેચની શરૂઆત કરી

ICC ચીફ જય શાહ અને ભૂતપૂર્વ ક્રિકેટર સૌરવ ગાંગુલીએ બેલ વગાડીને મેચની શરૂઆત કરી.
કોલકાતાના ઇડન ગાર્ડન્સ સ્ટેડિયમમાં ICC ચીફ જય શાહે બેલ વગાડીને મેચની શરૂઆત કરી. બેંગ્લોર તરફથી પહેલી ઓવર જોશ હેઝલવુડે નાખી.
4. પહેલી ઓવરમાં ફોર, કેચ ડ્રોપ અને વિકેટ IPL-18 ની પહેલી ઓવરમાં 3 મોમેન્ટ જોવા મળી, જેમાં એક ફોર, એક ડ્રોપ કેચ અને એક વિકેટનો સમાવેશ થાય છે.
- ક્વિન્ટન ડી કોકે જોશ હેઝલવુડના બોલ પર ફોર ફટકારીને ટીમનું ખાતું ખોલાવ્યું.
- બીજા જ બોલ પર સુયશ શર્માએ શોર્ટ મિડવિકેટ પર તેનો કેચ છોડી દીધો.

સુયશ શર્માએ 4 રન પર ડી કોકનો કેચ છોડી દીધો.
- ત્યારબાદ ડી કોક પણ ઓવરના 5મા બોલ પર આઉટ થયો. જેનો કેચ વિકેટકીપર જિતેશ શર્માએ ઝીલ્યો.

કેચ ચૂકી ગયા પછી બીજા જ બોલ પર ડી કોક આઉટ થઈ ગયો.
5. નરેનના બેટથી અડીને બેલ્સ પડી, હિટ વિકેટ આપવામાં આવી નહીં

સુનીલ નારાયણનું બેટ વાગતા બેલ્સ પડી ગયા.
રસિક સલામે 8મી ઓવરના ચોથા બોલ પર બાઉન્સર ફેંક્યો. જેને અમ્પાયરે વાઈડ બોલ જાહેર કર્યો. અહીં વિકેટકીપર જીતેશ શર્માએ હિટ વિકેટ માટે અપીલ કરી. બોલ રમતી સમયે નરેનના બેટથી સ્ટમ્પના બેલ્સ પડી ગયા હતા. બેંગ્લુરુ ટીમે હિટ વિકેટ માટે અપીલ મોડેથી કરી હતી, જેના લીધે અમ્પાયરે તેને નોટ આઉટ જાહેર કરી
6. એક ફેન મેદાનમાં ઘૂસી આવ્યો અને વિરાટ કોહલીને પગે લાગ્યો

ફેન વિરાટ કોહલીને પગે લાગ્યો
કોહલીએ 13મી ઓવરના છેલ્લા બોલ પર ચોગ્ગો ફટકારીને પોતાની અડધી સદી પૂર્ણ કરી. અહીં એક ચાહકે મેદાનમાં ઘૂસીને વિરાટ કોહલીના પગ સ્પર્શ કર્યા. હર્ષિતની ઓવરમાં કોહલીએ કવર ઉપર ચોગ્ગો ફટકાર્યો. જે બાદ એક ફેન મેદાનમાં ઘૂસી આવ્યો.

ફેન્સને મેદાનની બહાર લઈ જતા સુરક્ષા ગાર્ડ્સ.
હવે રેકોર્ડ્સ…
ફેક્ટ્સઃ
- સુનીલ નારાયણે IPLમાં પોતાના 100 છગ્ગા પૂરા કર્યા. તે કોલકાતા માટે આ રેકોર્ડ હાંસલ કરનાર ત્રીજો ખેલાડી બન્યો. ટીમ માટે આન્દ્રે રસેલે સૌથી વધુ 206 છગ્ગા ફટકાર્યા છે, ત્યારબાદ નીતિશ રાણાનો નંબર આવે છે જેણે 107 છગ્ગા ફટકાર્યા છે.
1. કોહલી 400 ટી-20 મેચ રમનાર ત્રીજો ભારતીય વિરાટ કોહલી 400 ટી20 મેચ રમનાર ત્રીજો ભારતીય ખેલાડી બન્યો. તેના પહેલા રોહિત શર્મા (448 મેચ) અને દિનેશ કાર્તિક (412 મેચ) આ સિદ્ધિ મેળવી ચૂક્યા છે. કોહલીએ 400 મેચમાં 12925 રન બનાવ્યા છે.
2. બેંગ્લોરે તેમનો બીજો સૌથી મોટો પાવરપ્લે સ્કોર બનાવ્યો 175 રનના ટાર્ગેટને ચેઝ કરતા, બેંગલુરુએ પાવરપ્લેની 6 ઓવરમાં કોઈ પણ વિકેટ ગુમાવ્યા વિના 80 રન બનાવ્યા. આ IPLના ઇતિહાસમાં તેમનો બીજો સૌથી મોટો પાવરપ્લે સ્કોર છે. આ KKR સામે કોઈપણ ટીમ દ્વારા કરવામાં આવેલો બીજો સૌથી મોટો પાવરપ્લે સ્કોર પણ છે. 2024માં કોલકાતામાં જ પંજાબે 262 રનને ચેઝ કરતા એક વિકેટ ગુમાવ્યા બાદ 93 રન બનાવ્યા હતા.