સ્પોર્ટ્સ ડેસ્ક7 મિનિટ પેહલા
- કૉપી લિંક
અફઘાનિસ્તાન ક્રિકેટ બોર્ડે શનિવારે ભારત સામેની 3 મેચની T20 શ્રેણી માટે 19 સભ્યોની ટીમની જાહેરાત કરી છે. આ શ્રેણીમાં ટીમની આગેવાની ઇબ્રાહિમ ઝદરાનને સોંપવામાં આવી છે. રાશિદ ખાન પરત ફર્યો છે.
રાશિદની તાજેતરમાં પીઠની સર્જરી થઈ હતી. આ કારણોસર, તે UAE સામે રમાયેલી તાજેતરની T20 શ્રેણીનો ભાગ નહોતો. સ્પિન બોલર મુજીબ ઉર રહેમાન પણ ટીમમાં પરત ફર્યો છે, જે UAE સામે તાજેતરની T20 શ્રેણીનો ભાગ નહોતો. આ સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થશે.
અફઘાનિસ્તાન ટીમઃ ઈબ્રાહિમ ઝદરાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઇકરામ અલીખિલ (વિકેટકીપર), હઝરતુલ્લાહ ઝાઝાઈ, રહમત શાહ, નજીબુલ્લાહ ઝદરાન, મોહમ્મદ નબી, કરીમ જનાત, અઝમતુલ્લાહ ઓમરઝાઈ, શરાફુદ્દીન અશરફ, મુજીબ ઉર રહેમાન, ફઝલહક ફારૂકી, ફરિદ અહેમદ, નવીન ઉલ હક, નૂર અહેમદ, મોહમ્મદ સલીમ, કૈસ અહેમદ, ગુલબદ્દીન નાયબ અને રાશિદ ખાન.
અફઘાનિસ્તાન શ્રેણી 11 જાન્યુઆરીથી શરૂ થશે
ભારત અને અફઘાનિસ્તાન વચ્ચે 3 T20 મેચની સિરીઝ 11 જાન્યુઆરીથી શરૂ થશે. ટીમ ઈન્ડિયા પ્રથમ T20 મેચ મોહાલીમાં રમશે. બીજી મેચ 14 જાન્યુઆરીએ ઈન્દોરમાં અને ત્રીજી મેચ 17 જાન્યુઆરીએ બેંગલુરુમાં રમાશે.
રાશિદ ખાનની પીઠની સર્જરી
રશીદે 23 ડિસેમ્બર 2023ના રોજ પીઠની સર્જરી કરાવી હતી. રાશિદે સોશિયલ મીડિયા પર ફોટો શેર કરીને આ જાણકારી આપી હતી. ફોટોની સાથે તેણે કેપ્શન લખ્યું, તમારી બધી પ્રાર્થનાઓ માટે ખૂબ ખૂબ આભાર. સર્જરી સારી રીતે થઈ અને હવે હું સાજા થવાના રસ્તા પર છું. હું મેદાન પર પરત ફરવા માટે ઉત્સુક છું.

રાશિદે આ ફોટો શેર કરીને પોતાની સર્જરી વિશે માહિતી આપી હતી.
T20 વર્લ્ડ કપ પહેલા ભારતની છેલ્લી T20 શ્રેણી
T20 વર્લ્ડ કપ પહેલા ભારત માત્ર 3 T20 મેચ રમશે. ત્રણેય મેચ અફઘાનિસ્તાન સામે રમાશે. આ પછી ભારત ઇંગ્લેન્ડ સામે 5 ટેસ્ટ રમશે અને ત્યારબાદ IPL શરૂ થશે. IPL મેના ત્રીજા સપ્તાહ સુધી ચાલે તેવી શક્યતા છે. ટુર્નામેન્ટ બાદ તરત જ વેસ્ટ ઈન્ડિઝ અને અમેરિકામાં 1 જૂનથી T20 વર્લ્ડ કપ પણ શરૂ થશે. જેનું શેડ્યુલ ICC દ્વારા શુક્રવાર, 5 જાન્યુઆરીએ જ જાહેર કરવામાં આવ્યું હતું.
