સ્પોર્ટ્સ ડેસ્ક3 મિનિટ પેહલા
- કૉપી લિંક
અફઘાનિસ્તાન-A પ્રથમ વખત ઇમર્જિંગ એશિયા કપ ટાઇટલ જીત્યું છે. રવિવારે અલ અમીરાત સ્ટેડિયમમાં રમાયેલી ફાઇનલમાં ટીમે શ્રીલંકા-Aને 7 વિકેટે હરાવ્યું હતું. અફઘાનિસ્તાન ક્રિકેટ માટે આ ઐતિહાસિક જીત છે. ક્રિકેટના કોઈપણ ફોર્મેટ અથવા વય જૂથ ટૂર્નામેન્ટમાં ટીમનો આ પ્રથમ ખિતાબ છે.
અફઘાનિસ્તાન-A ટીમ વર્ષ 2017 અને 2019માં સેમિફાઇનલમાં પહોંચી હતી. આ વખતે તે પ્રથમ વખત ફાઇનલમાં પહોંચી હતો અને ટાઇટલ પણ જીત્યું હતું.
આ મેચમાં શ્રીલંકાના કેપ્ટન નુવાનીડુ ફર્નાન્ડોએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. અફઘાનિસ્તાન સામે પહેલા રમતા શ્રીલંકાએ 20 ઓવરમાં 7 વિકેટે 133 રન બનાવ્યા હતા અને અફઘાનિસ્તાન ટીમને જીતવા માટે 134 રનનો ટાર્ગેટ આપ્યો હતો. જવાબમાં અફઘાનિસ્તાને 18.1 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો.
અફઘાનિસ્તાન તરફથી સિદીકુલ્લા અટલે અડધી સદી ફટકારી હતી. તેણે આ ટૂર્નામેન્ટની તમામ 5 મેચમાં અડધી સદી ફટકારી હતી.
અફઘાનિસ્તાનમાં વિજયની ઉજવણી
અફઘાનિસ્તાને પ્રથમ ICC ટ્રોફી જીતી છે. ટીમે ઇમર્જિંગ એશિયા કપની ફાઇનલમાં શ્રીલંકાને હરાવ્યું હતું.
કાબુલમાં મોટી સંખ્યામાં ચાહકો એકઠા થયા હતા અને વિજયની ઉજવણી કરી હતી.
કાબુલમાં મોડી રાત સુધી ઉજવણી ચાલુ રહી.
સિદીકુલ્લાહની અણનમ અડધી સદી અફઘાનિસ્તાન તરફથી સિદીકુલ્લા અટલે અણનમ 55 રન બનાવ્યા હતા. કરીમ જનાતે 33 રનની ઇનિંગ રમી હતી. મોહમ્મદ ઈશાકે અણનમ 16 રન બનાવ્યા હતા. સહન અરાચિગે, દુષણ હેમંથા અને ઈશાન મલિંગાને 1-1 વિકેટ મળી હતી.
સહાને અણનમ 64 રન બનાવ્યા હતા શ્રીલંકા Aની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી અને આ ટીમની 4 વિકેટ માત્ર 15 રનના સ્કોર પર પડી હતી. અહીંથી સહન અરાચિગેએ ટીમ માટે મહત્વપૂર્ણ ઇનિંગ રમી હતી. તેણે અડધી સદી ફટકારી હતી. તેણે 47 બોલમાં 64 રન બનાવ્યા હતા. પવન રત્નાયકેએ 20 રનનું યોગદાન આપ્યું હતું. નિમેષ વિમુક્તિએ પણ 23 રનની ઇનિંગ રમી હતી. અફઘાનિસ્તાન-A તરફથી બિલાલ સામીએ 3 જ્યારે અલ્લાહ ગઝનફરે 2 રન બનાવ્યા હતા.
અફઘાનિસ્તાન સેમિફાઇનલમાં ભારતને હરાવીને ફાઇનલમાં પહોંચ્યું હતું અફઘાનિસ્તાનની ટીમે સેમિફાઇનલમાં ભારતને હરાવીને ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. જ્યારે શ્રીલંકા પાકિસ્તાનની ટીમને હરાવીને ફાઇનલમાં પહોંચી હતી.
પાકિસ્તાન અને શ્રીલંકાએ બે-બે ટાઇટલ જીત્યા હતા ACC મેન્સ ઇમર્જિંગ એશિયા કપની આ છઠ્ઠી સિઝન હતી. પાકિસ્તાન અને શ્રીલંકાએ બે-બે ટાઇટલ જીત્યા છે. ભારત એક વખત જીત્યું છે. ભારતે 2013માં પાકિસ્તાનને હરાવીને ટાઈટલ જીત્યું હતું.