સ્પોર્ટ્સ ડેસ્ક47 મિનિટ પેહલા
- કૉપી લિંક
16 ઓવરમાં માત્ર 58 રન અને આખી ટીમ ઓલઆઉટ થઈ ગઈ. T20 વર્લ્ડ કપના ઇતિહાસમાં આ ચોથો સૌથી ઓછો ટીમનો કુલ સ્કોર છે, જે યુગાન્ડાએ આજે અફઘાનિસ્તાન સામે બનાવ્યો હતો.
ICC T20 વર્લ્ડ કપ 2024માં, યુગાન્ડાએ મંગળવારે ગુયાનાના પ્રોવિડન્સ સ્ટેડિયમમાં ટૉસ જીતીને પ્રથમ બોલિંગ કરવાનો નિર્ણય કર્યો. પ્રથમ બેટિંગ કરતા અફઘાનિસ્તાને 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 183 રન બનાવ્યા હતા અને 184 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. જવાબમાં યુગાન્ડાની ટીમ 16 ઓવરમાં 58 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી.
આ રીતે અફઘાનિસ્તાને યુગાન્ડાને 125 રનથી હરાવ્યું. T20 વર્લ્ડ કપમાં રનના મામલે અફઘાનિસ્તાનની આ બીજી સૌથી મોટી જીત છે. આ પહેલા ટીમે 2021 વર્લ્ડ કપમાં સ્કોટલેન્ડને 130 રનથી હરાવ્યું હતું. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકીએ 5 વિકેટ લીધી હતી. આ ટુર્નામેન્ટનો ચોથો સર્વશ્રેષ્ઠ બોલિંગ ફિગર છે. તેને પ્લેયર ઑફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો.
અફઘાનિસ્તાન-યુગાન્ડા મેચનું એનાલિસિસ…
1. મેચ વિનર
ફઝલહક ફારૂકી: તેના સ્પેલમાં 4 ઓવરમાં 9 રન આપીને 5 વિકેટ લીધી. આ સમયગાળા દરમિયાન ફારૂકીની ઇકોનોમી 2.25 હતી. T20 વર્લ્ડ કપમાં અફઘાન બોલરનું આ અત્યાર સુધીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે.
2. વિજયના હીરો
- ગુરબાઝ-ઝદરાનની ઓપનિંગ ભાગીદારીઃ અફઘાનિસ્તાન તરફથી રહેમાનુલ્લાહ ગુરબાઝ (76) અને ઈબ્રાહિમ ઝદરાન (70)એ અડધી સદી રમી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 154 રનની ભાગીદારી થઈ હતી. T20 વર્લ્ડ કપના ઈતિહાસમાં આ બીજી સૌથી મોટી ઓપનિંગ ભાગીદારી છે.
- નવીન-ઉલ-હકનો શાનદાર સ્પેલઃ મેચમાં નવીન-ઉલ-હકનો સ્પેલ પણ શાનદાર હતો. તેણે 2 ઓવરમાં 2.00ના ઈકોનોમી રેટથી માત્ર 4 રન આપ્યા. બે વિકેટ પણ લીધી હતી. તેણે દિનેશ નાકરાણી અને અલ્પેશ રામજાણીને આઉટ કર્યો હતો.
3. ફાઈટર ઓફ ધ મેચ: યુગાન્ડાના કેપ્ટન બ્રાયન મસાબાએ ટીમ માટે શાનદાર બોલિંગ કરી. તેની 4 ઓવરમાં 21 રન આપીને 2 મહત્વની વિકેટ લીધી હતી. તેણે રહેમાનુલ્લા ગુરબાઝ અને ઈબ્રાહિમ ઝદરાનની 154 રનની ભાગીદારી તોડી હતી. આ પછી નજીબુલ્લાહ ઝદરાન 2 રનના સ્કોર પર આઉટ થયો હતો.
બ્રાયન મસાબા (વચ્ચે) ઈબ્રાહિમ ઝદરાનની વિકેટની ઉજવણી કરી રહ્યાં છે.
અફઘાનિસ્તાનનો દાવઃ ગુરબાઝ-ઝદરાન વચ્ચે 154 રનની ભાગીદારી
અફઘાનિસ્તાન તરફથી ઈબ્રાહિમ ઝદરાન અને રહેમાનુલ્લાહ ગુરબાઝે અડધી સદીની ઇનિંગ્સ રમી હતી. બંને વચ્ચે પ્રથમ વિકેટ માટે 154 રનની ભાગીદારી થઈ હતી. આ બંને બેટર્સના જોરદાર પ્રદર્શનના આધારે અફઘાનિસ્તાને 20 ઓવરમાં પાંચ વિકેટે 183 રન બનાવ્યા હતા.
T20 વર્લ્ડ કપમાં અફઘાનિસ્તાન વચ્ચે સદીની ભાગીદારી પ્રથમ વખત થઈ છે. અફઘાનિસ્તાન તરફથી ગુરબાઝે 45 બોલમાં 4 ચોગ્ગા અને 4 છગ્ગાની મદદથી સૌથી વધુ 76 રન બનાવ્યા હતા અને ઝદરાને 46 બોલમાં 9 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી 70 રન બનાવ્યા હતા. યુગાન્ડા તરફથી બ્રાયન મસાબા અને કોસ્માસ ક્યાવુતાએ બે-બે વિકેટ લીધી હતી.
ઈબ્રાહિમ ઝદરાન અને રહેમાનુલ્લા ગુરબાઝ વચ્ચે પ્રથમ વિકેટ માટે 154 રનની ભાગીદારી થઈ હતી.
યુગાન્ડાની ઇનિંગ્સઃ ફારૂકીએ 5 વિકેટ ઝડપી
રિયાઝત અલી શાહ અને રોબિન્સન ઓબુયા સિવાય યુગાન્ડાના અન્ય કોઈ બેટ્સમેન ડબલ ફિગર સુધી પહોંચી શક્યા નથી. યુગાન્ડા તરફથી રોબિન્સને સૌથી વધુ 14 રન બનાવ્યા હતા. અફઘાનિસ્તાન તરફથી ફઝલહક ફારૂકીએ 5 વિકેટ લીધી હતી. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કરવામાં આવ્યો હતો. ફારૂકી ઉપરાંત નવીન ઉલ હક અને કેપ્ટન રાશિદ ખાને બે-બે વિકેટ લીધી હતી.
બન્ને ટીમની પ્લેઇંગ-11
અફઘાનિસ્તાન: રાશિદ ખાન (કેપ્ટન), રહેમાનુલ્લા ગુરબાઝ (વિકેટકીપર), ઈબ્રાહિમ ઝદરાન, ગુલબદિન નઇબ, અઝમતુલ્લા ઓમરઝાઈ, મોહમ્મદ નબી, નજીબુલ્લાહ ઝદરાન, કરીમ જનાત, મુજીબ ઉર રહેમાન, નવીન-ઉલ-હક અને ફઝલહક ફારૂકી.
યુગાન્ડા: બ્રાયન મસાબા (કેપ્ટન), સિમોન સેસાજી (વિકેટકીપર), રોજર મુકાસા, રોનક પટેલ, રિયાઝત અલી શાહ, દિનેશ નાકરાણી, અલ્પેશ રામજાની, રોબિન્સન ઓબુયા, બિલાલ હસન, કોસ્માસ ક્યાવુતા, હેનરી સેન્યોન્ડો.