સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL) 2024ના ઉદઘાટન સમારોહમાં ગાયક એઆર રહેમાન, સોનુ નિગમ અને બોલિવૂડ કલાકારો અક્ષય કુમાર, ટાઈગર શ્રોફ પરફોર્મ કરશે. IPLએ બુધવારે આ જાણકારી આપી. 22મી જાન્યુઆરીએ ચેન્નઈ સુપર કિંગ્સ (CSK) અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ (RCB) વચ્ચેની મેચ પહેલા ચેન્નાઈમાં સાંજે 6:30 કલાકે સેરેમની યોજાશે.
જ્યારે ગત સિઝનમાં અભિનેત્રી તમન્ના ભાટિયા અને ગાયક અરિજીત સિંહે પરફોર્મ કર્યું હતું.
ઘણા મોટા સ્ટાર્સે પરફોર્મ કર્યું છે
આ પહેલા બોલિવૂડ સ્ટાર્સ શાહરૂખ ખાન, સલમાન ખાન અને અમેરિકન સિંગર્સ પિટબુલ, કેટરિના કૈફ, કરીના કપૂર અને દીપિકા પાદુકોણ પણ IPLમાં પરફોર્મ કરી ચૂક્યા છે.

બોલિવૂડ એક્ટર શાહરૂખ ખાને IPL સિઝન 6માં પરફોર્મ કર્યું હતું.
IPL 2024ની 21 મેચનું શેડ્યૂલ
ઈન્ડિયન પ્રીમિયર લીગ-2024ની 21 મેચનું શેડ્યૂલ ગયા મહિને જાહેર કરવામાં આવ્યું હતું. લોકસભા ચૂંટણીઓને કારણે આ સિઝનનું સંપૂર્ણ શેડ્યૂલ હજુ સુધી જાહેર કરવામાં આવ્યું નથી.
આ સિઝનની પ્રથમ મેચ 22 માર્ચે ચેપોક સ્ટેડિયમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચેન્નઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ વચ્ચે રમાશે.
પ્રથમ તબક્કામાં 22 માર્ચથી 7 એપ્રિલ સુધીનું શેડ્યૂલ જાહેર કરવામાં આવ્યું છે. આ સમયગાળા દરમિયાન, 17 દિવસમાં 21 મેચો રમાશે, જેમાં 4 ડબલ હેડર (એક દિવસમાં બે મેચ) સામેલ હશે.

CSK એ છેલ્લું ટાઇટલ જીત્યું હતું, GT ને 5 વિકેટે હરાવ્યું હતું
IPLની છેલ્લી સિઝનનો ખિતાબ ચેન્નઈ સુપર કિંગ્સે મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાનીમાં જીત્યો હતો. અમદાવાદમાં રમાયેલી ફાઈનલ મેચમાં ટીમે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવ્યું હતું. આ ટુર્નામેન્ટમાં CSK અને MIએ 5-5 ટાઇટલ જીત્યા છે.