સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
ICC ચેમ્પિયન્સ ટ્રોફી રમી રહેલા ઓસ્ટ્રેલિયન કેપ્ટન પેટ કમિન્સ પર શંકા છે. તેને પગની ઘૂંટીમાં ઈજા છે, જેના માટે તેણે સ્કેન કરાવવું પડશે. ઓસ્ટ્રેલિયાના ચીફ સિલેક્ટર જ્યોર્જ બેઇલીએ પેટ કમિન્સની ફિટનેસ અંગે અપડેટ આપી છે.
બેઇલીએ કહ્યું, કમિન્સ બીજી વખત પિતા બનવાનો છે, જેના માટે તે હાલમાં બ્રેક પર છે. તેને પગની ઘૂંટીમાં થોડી ઈજા થઈ છે. આવતા અઠવાડિયે તેનું સ્કેન કરાવવામાં આવશે, ત્યારબાદ તેની ઈજાની સ્થિતિ જાણી શકાશે. જ્યારે તેને પૂછવામાં આવ્યું કે કમિન્સ ચેમ્પિયન્સ ટ્રોફીમાં રમી શકશે કે કેમ તો તેણે જવાબ આપ્યો, અત્યારે કંઈ કહી શકાય નહીં. સ્કેન રિપોર્ટ જોયા બાદ જ નિર્ણય લેવામાં આવશે. પાકિસ્તાન દ્વારા આયોજિત ચેમ્પિયન્સ ટ્રોફી 2025 19 ફેબ્રુઆરીથી શરૂ થશે અને 9 માર્ચ સુધી ચાલશે.
ઓસ્ટ્રેલિયાએ તાજેતરમાં પેટ કમિન્સની આગેવાની હેઠળ ભારત સામે બોર્ડર-ગાવસ્કર ટ્રોફી (BGT) 3-1થી જીતી હતી. BGTમાં કમિન્સ ટીમનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તેણે 2023માં પોતાની ટીમને ODI વર્લ્ડ કપ પણ જિતાડ્યો હતો.
ભારત સામે તાજેતરમાં સમાપ્ત થયેલ બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયાનો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો.
ઓસ્ટ્રેલિયાની પ્રથમ મેચ ઇંગ્લેન્ડ સાથે છે ચેમ્પિયન્સ ટ્રોફીમાં ઓસ્ટ્રેલિયાની પ્રથમ મેચ 22 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે થશે. ઓસ્ટ્રેલિયાની ટીમને ઇંગ્લેન્ડ, સાઉથ આફ્રિકા અને અફઘાનિસ્તાનની સાથે ગ્રૂપ-2માં રાખવામાં આવી છે.
પાકિસ્તાનને ચેમ્પિયન્સ ટ્રોફીની યજમાની મળી છે.
કમિન્સ શ્રીલંકા સામે ટેસ્ટ શ્રેણી નહીં રમે શ્રીલંકા સામેની ટેસ્ટ શ્રેણી માટે ઓસ્ટ્રેલિયન ટીમની જાહેરાત કરવામાં આવી છે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ગુરુવારે 16 સભ્યોની ટીમની જાહેરાત કરી હતી. નિયમિત કેપ્ટન પેટ કમિન્સ આ સિરીઝને ચૂકી જશે. તેની ગેરહાજરીમાં ટીમનું સુકાન સ્ટીવ સ્મિથ સંભાળશે.
WTCની ફાઈનલ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ (WTC) 2023-25ની ફાઈનલ ઓસ્ટ્રેલિયા અને સાઉથ આફ્રિકા વચ્ચે રમાશે. ફાઈનલ મેચ 11 જૂનથી લોર્ડ્સના મેદાન પર રમાશે. ઓસ્ટ્રેલિયા સતત બીજી વખત ફાઈનલમાં પહોંચ્યું છે, પરંતુ સાઉથ આફ્રિકા પહેલીવાર ફાઈનલ રમશે. 2023માં રમાયેલી ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ભારતને 209 રનથી હરાવ્યું હતું.