15 મિનિટ પેહલા
- કૉપી લિંક
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ 19 ફેબ્રુઆરીથી શરૂ થનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે તેની 15 પ્લેયરની ટીમની જાહેરાત કરી છે. ટીમમાં મેથ્યુ શોર્ટ અને એરોન હાર્ડી જેવા નવા ચહેરાઓનો સમાવેશ થાય છે.
નાથન એલિસને BBLમાં તેના પ્રદર્શનનો ફાયદો થયો તમામ પાસાઓને ધ્યાનમાં રાખીને ટીમની પસંદગી કરવામાં આવી છે, જેથી પાકિસ્તાન અને યુએઈમાં યોજાઈ રહેલી ટુર્નામેન્ટમાં ટીમમાં સંતુલન રહે. હોબાર્ટ હરિકેન્સને BBL 14ની ફાઇનલમાં લઈ જવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનાર નાથન એલિસને ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. શોર્ટ, હાર્ડી અને એલિસની ત્રિપુટીએ 14 મહિના પહેલા ODI વર્લ્ડ કપ જીતનાર ટીમમાંથી ડેવિડ વોર્નર, કેમેરોન ગ્રીન અને સીન એબોટને સ્થાન આપ્યું છે.
વોર્નરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ લીધો છે. પીઠની સર્જરીના કારણે ગ્રીન ટૂર્નામેન્ટમાંથી બહાર છે.
કેપ્ટનશિપની જવાબદારી ઇજાગ્રસ્ત પેટ કમિન્સ પર ટીમની કેપ્ટનશિપ પેટ કમિન્સને સોંપવામાં આવી છે, જોકે ટૂર્નામેન્ટમાં તેના રમવા પર શંકા છે. બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન કમિન્સને પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી. કમિન્સ તેના બીજા બાળકના જન્મ માટે શ્રીલંકા પ્રવાસ પર પણ નહીં રમે. તેની ગેરહાજરીમાં સ્ટીવ સ્મિથ બે ટેસ્ટ મેચની શ્રેણી માટે ટીમનું સુકાન સંભાળી શકે છે.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી દરમિયાન પેટ કમિન્સ ઈજાગ્રસ્ત થયો હતો.
ઓસ્ટ્રેલિયા તેની ગ્રુપ સ્ટેજની મેચ પાકિસ્તાનમાં રમશે ઓસ્ટ્રેલિયા તેની તમામ ગ્રુપ સ્ટેજની મેચ પાકિસ્તાનના લાહોર અને રાવલપિંડીમાં રમશે. તેને ગ્રુપ બીમાં રાખવામાં આવી છે. આ ગ્રુપમાં અફઘાનિસ્તાન, ઈંગ્લેન્ડ અને દક્ષિણ આફ્રિકાની ટીમો સામેલ છે.
ઓસ્ટ્રેલિયા ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા માત્ર એક પ્રેક્ટિસ મેચ રમશે ટૂર્નામેન્ટ પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ માત્ર એક પ્રેક્ટિસ મેચ રમશે. ચેમ્પિયન્સ ટ્રોફી પહેલા ઓસ્ટ્રેલિયાની ટીમ બે ટેસ્ટ મેચની સિરીઝ અને એક વનડે મેચ માટે શ્રીલંકાના પ્રવાસે છે. શ્રીલંકા સામેની બીજી ટેસ્ટ 10 ફેબ્રુઆરીએ સમાપ્ત થશે. એકમાત્ર ODI મેચ 13 ફેબ્રુઆરીએ છે.
ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ઓસ્ટ્રેલિયાની ટીમ પેટ કમિન્સ (કેપ્ટન), એલેક્સ કેરી, નાથન એલિસ, એરોન હાર્ડી, જોશ હેઝલવુડ, ટ્રેવિસ હેડ, જોશ ઈંગ્લિસ, માર્નસ લાબુશેન, મિશેલ માર્શ, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિશેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઈનિસ, એડમ ઝમ્પા.