ઇસ્લામાબાદ15 મિનિટ પેહલા
- કૉપી લિંક
પાકિસ્તાનના પૂર્વ કેપ્ટન બાબર આઝમને ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ સિરીઝની બીજી મેચમાંથી બહાર કરવામાં આવી શકે છે. રિપોર્ટ અનુસાર, પ્રથમ મેચમાં કારમી હાર બાદ પસંદગી સમિતિએ તેને પડતો મુકવાની ભલામણ કરી છે.
ટીમ મુલ્તાન ટેસ્ટની પ્રથમ ઇનિંગમાં 556 રન બનાવ્યા બાદ પણ એક ઇનિંગ્સથી હારી ગઈ હતી. 29 વર્ષનો બાબર તે મેચમાં માત્ર 35 રન બનાવી શક્યો હતો. તેણે પહેલી ઇનિંગમાં 30 રન અને બીજી ઇનિંગમાં 5 રન બનાવ્યા હતા.
બાબર આઝમે ઇંગ્લેન્ડ વિરુદ્ધ મુલ્તાન ટેસ્ટમાં 30 અને 5 રનની ઇનિંગ રમી હતી.
11 દિવસ પહેલાં ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી બાબર આઝમે 11 દિવસ પહેલાં 1 ઓક્ટોબરે ODI અને T-20 ટીમની કેપ્ટનશિપ છોડી દીધી હતી. તેણે એક સોશિયલ પોસ્ટથી સુકાની પદ પરથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી. આ વર્ષે જૂનમાં રમાયેલા T-20 વર્લ્ડ કપ પહેલા બાબરને ટીમનો કેપ્ટન બનાવવામાં આવ્યો હતો.
T20 વર્લ્ડ કપ 2024 પહેલાં, બાબર આઝમને ફરીથી વ્હાઇટ બોલ ક્રિકેટની કેપ્ટનશિપ આપવામાં આવી હતી.
બાબર ખરાબ ફોર્મ સાથે સંઘર્ષ કરી રહ્યો છે, તેણે દોઢ વર્ષથી 50+ રન બનાવ્યા નથી બાબર આઝમ ખરાબ ફોર્મ સામે ઝઝૂમી રહ્યો છે. તે છેલ્લી 17 ઇનિંગ્સમાં 50 પ્લસનો સ્કોર કરી શક્યો નથી. તેણે એક વર્ષ, 9 મહિના અને 17 દિવસ પહેલા 26 ડિસેમ્બર 2022ના રોજ ન્યૂઝીલેન્ડ સામે 50 પ્લસનો સ્કોર કર્યો હતો. ત્યારે બાબરે 161 રનની ઇનિંગ રમી હતી.