સ્પોર્ટ્સ ડેસ્ક5 કલાક પેહલા
- કૉપી લિંક
બાંગ્લાદેશે ત્રીજી T-20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 80 રને હરાવ્યું છે. આ રીતે બાંગ્લાદેશે 3 મેચની સિરીઝ 3-0થી જીતી લીધી અને પહેલીવાર T-20 ફોર્મેટમાં વેસ્ટ ઈન્ડિઝ સામે ક્લીન સ્વીપ કર્યું છે.
શુક્રવારે કિંગ્સટનમાં રમાયેલી મેચમાં બાંગ્લાદેશના કેપ્ટન લિટન દાસે ટૉસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. ટીમે 20 ઓવરમાં 7 વિકેટે 189 રન બનાવ્યા હતા. જવાબમાં કેરેબિયન ટીમ 16.4 ઓવરમાં 109 રનમાં સમેટાઈ ગઈ હતી. ઝાકર અલીએ અણનમ 72 રન બનાવ્યા હતા. તેને પ્લેયર ઓફ ધ મેચ પસંદ કર્યો હતો.
બાંગ્લાદેશ તરફથી ઝાકર અલીએ અણનમ 72 રન બનાવ્યા બાંગ્લાદેશ તરફથી ઝાકર અલીએ 41 બોલમાં અણનમ 72 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 3 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. પરવેઝ હુસૈન ઈમોને 21 બોલમાં 39 રન બનાવ્યા હતા. જ્યારે મહેંદી હસન મિરાજે 23 બોલમાં 29 રનનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ તરફથી રોમારિયો શેફર્ડે સૌથી વધુ 2 વિકેટ લીધી હતી. આ સિવાય અલ્ઝારી જોસેફ, રોસ્ટન ચેઝ અને ગુડાકેશ મોતીને 1-1 વિકેટ મળી હતી.
રિશાદ હાઉસને 3 વિકેટ લીધી હતી 189 રનના ટાર્ગેટ ચેઝ કરવા ઉતરેલી વેસ્ટ ઈન્ડિઝની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. ટીમની વિકેટ સતત પડતી રહી. ઓપનર બ્રેન્ડન કિંગ શૂન્ય પર આઉટ થયો હતો. જ્યારે, જોન્સન ચાર્લ્સે 18 બોલમાં 23 રનનું યોગદાન આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝ માટે રોમારિયા શેફર્ડે 27 બોલમાં સૌથી વધુ 33 રન બનાવ્યા હતા. તેણે પોતાની ઇનિંગમાં 1 ફોર અને 3 સિક્સર ફટકારી હતી. આ સિવાય વિકેટકીપર બેટર નિકોલસ પૂરને 10 બોલમાં 15 રન બનાવ્યા હતા.
બાંગ્લાદેશ તરફથી રિશાદ હુસૈને 3 વિકેટ લીધી હતી. આ સિવાય તસ્કીન અહેમદ અને મહેંદી હસન મિરાજે 2-2 વિકેટ લીધી હતી. જ્યારે તન્ઝીમ હસન સાકિબ અને હસન મહમૂદને 1-1 વિકેટ મળી હતી.