30 મિનિટ પેહલા
- કૉપી લિંક
નેપિયરમાં રમાયેલી ત્રીજી વનડેમાં બાંગ્લાદેશે ન્યૂઝીલેન્ડને 98 રનમાં ઓલઆઉટ કરી દીધું હતું. બાંગ્લાદેશે આ મેચ 9 વિકેટે જીતી લીધી હતી. ત્રણ મેચની વનડે સિરીઝમાં ન્યુઝીલેન્ડ પહેલાથી જ બે મેચ જીતીને સીરીઝ પર કબ્જો કરી ચુક્યું છે. ત્રીજી મેચમાં પ્રથમ બેટિંગ કરતા ન્યૂઝીલેન્ડની આખી ટીમ 98 રનમાં આઉટ થઈ ગઈ હતી, ત્યારબાદ બાંગ્લાદેશે 31.4 ઓવરમાં 1 વિકેટ ગુમાવીને લક્ષ્ય હાંસલ કરી લીધું હતું.
ન્યૂઝીલેન્ડના ચાર બેટર ડબલ ફિગર પાર કરી શક્યા
ટોસ હારીને બેટિંગ કરવાનો નિર્ણય લીધા બાદ ન્યૂઝીલેન્ડ માટે માત્ર ચાર બેટર ડબલ ફિગર પાર કરી શક્યા હતા, જેમાંથી ઓપનર વિલ યંગે 26 રન, કેપ્ટન ટોમ લાથમે 21 રન, જોશ ક્લાર્કસને 16 રન અને આદિત્ય અશોકે 10 રન બનાવ્યા હતા. ન્યૂઝીલેન્ડને પહેલો ફટકો માત્ર 16 રન પર લાગ્યો હતો.
શોરીફુલ, તનઝીમ અને સૌમ્યએ 3-3 વિકેટ લીધી હતી
બાંગ્લાદેશ તરફથી શોરીફુલ ઈસ્લામે 7 ઓવરમાં 22 રન આપીને 3 વિકેટ, તન્ઝીમ હસન શાકિબે 7 ઓવરમાં 14 રન આપીને 3 વિકેટ અને સૌમ્ય સરકારે 6 ઓવરમાં 18 રન આપીને 3 વિકેટ લીધી હતી.
નઝમુલ હુસૈન શાંતોએ અડધી સદીની ઇનિંગ રમી હતી
બાંગ્લાદેશના કેપ્ટન નઝમુલ હુસૈન શાંતોએ 42 બોલમાં 51 રન બનાવ્યા હતા. આ સિવાય અનામુલ હકે 33 બોલમાં 37 રન બનાવ્યા હતા.