સ્પોર્ટ્સ ડેસ્ક22 મિનિટ પેહલા
- કૉપી લિંક
આવતા મહિને શરૂ થનારી ચેમ્પિયન્સ ટ્રોફી માટે બાંગ્લાદેશની ટીમની જાહેરાત કરવામાં આવી છે. બાંગ્લાદેશના પૂર્વ કેપ્ટન શાકિબ અલ હસન અને લિટન દાસને રવિવારે જાહેર કરવામાં આવેલી આ ટીમમાંથી બાકાત રાખવામાં આવ્યા છે. ઓલરાઉન્ડર અફીફ હુસૈન, ફાસ્ટ બોલર શોરીફુલ ઈસ્લામ અને હસન મહમૂદ પણ ટીમમાં જગ્યા બનાવી શક્યા નથી.
37 વર્ષીય શાકિબ અલ હસનને ગેરકાયદેસર બોલિંગ એક્શનના કારણે આંતરરાષ્ટ્રીય અને ડોમેસ્ટિક ક્રિકેટમાં બોલિંગ કરવાથી સસ્પેન્ડ કરવામાં આવ્યો છે. તે ગયા મહિને ઇંગ્લેન્ડની લોફબોરો યુનિવર્સિટીમાં તેની બોલિંગ એક્શનની ટેસ્ટમાં નિષ્ફળ ગયો હતો અને તાજેતરમાં ચેન્નઈમાં હાથ ધરવામાં આવેલા બીજા સ્વતંત્ર ટેસ્ટમાં પણ તેની બોલિંગ એક્શન નેગેટિવ મળી હતી.
ચેમ્પિયન્સ ટ્રોફી 19 ફેબ્રુઆરીથી શરૂ થશે. બાંગ્લાદેશની ટીમ તેની પ્રથમ મેચ 20 ફેબ્રુઆરીએ ભારતીય ટીમ સામે રમશે. ટીમ 20 ફેબ્રુઆરીએ ન્યૂઝીલેન્ડ અને 27 ફેબ્રુઆરીએ પાકિસ્તાન સામે મેચ રમશે.
BCBએ આ પોસ્ટથી બાંગ્લાદેશ ટીમની જાહેરાત કરી છે.
શાકિબ તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં શાકિબ અલ હસન તેની કારકિર્દીના અંતિમ તબક્કામાં છે. ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમમાં પસંદ ન થવાને કારણે તેની વન-ડે કારકિર્દી પણ ખતમ થઈ શકે છે. શાકિબે ગયા વર્ષે સપ્ટેમ્બરમાં કાનપુરમાં રમાયેલી ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્તિ જાહેર કરી હતી.
કાઉન્ટીમાં એખ્શન પર પર સવાલો ઉઠ્યા ટેસ્ટ અને T20 ક્રિકેટમાંથી નિવૃત્ત થયેલા શાકિબને ગયા સપ્ટેમ્બરમાં કાઉન્ટી ચેમ્પિયનશિપમાં સરે માટે એક મેચ દરમિયાન શંકાસ્પદ બોલિંગ એક્શન માટે રિપોર્ટ કરવામાં આવ્યો હતો.
કાઉન્ટી ક્રિકેટ મેચમાં ફિલ્ડ અમ્પાયરે તેની બોલિંગ એક્શન પર સવાલ ઉઠાવ્યા હતા.
લિટન દાસ ખરાબ પ્રદર્શનને કારણે બહાર શાકિબ ઉપરાંત અનુભવી વિકેટકીપર-બેટર લિટન દાસને પણ ટીમમાં સ્થાન આપવામાં આવ્યું નથી. ખરાબ પ્રદર્શનના કારણે તેમને બહાર કરવામાં આવ્યા છે. લિટન છેલ્લી 13 ODI ઇનિંગ્સમાં એક પણ અડધી સદી ફટકારી શક્યો ન હતો. તેણે છેલ્લે ઓક્ટોબર 2023માં પુણેમાં ભારત સામે 50થી વધુ રન બનાવ્યા હતા.
શાંતોને નેતૃત્વની જવાબદારી; રહીમ, રહેમાન અને હૃદયેની પરત ટીમનું નેતૃત્વ નઝમુલ હુસૈન શાંતો કરશે જે પણ ઈજાના કારણે બહાર થયા બાદ ટીમમાં પરત ફરી રહ્યો છે. નઝમુલની સાથે અનુભવી મુશ્ફિકુર રહીમ, મુસ્તાફિઝુર રહેમાન અને ટોપ ઓર્ડર બેટર તૌહીદ હૃદયે પણ પુનરાગમન કર્યું છે.
બાંગ્લાદેશ ટીમ
નઝમુલ હુસૈન શાંતો (કેપ્ટન), મુશ્ફિકુર રહીમ (વિકેટકીપર), તૌહીદ હૃદય, સૌમ્ય સરકાર, તન્ઝીદ હસન, મહમુદુલ્લાહ, ઝાકર અલી, મેહદી હસન મિરાજ, રિશાદ હુસૈન, તસ્કીન અહેમદ, મુસ્તફિઝુર રહેમાન, પરવેઝ હુસૈન, નસુમ અહેમદ, તન્ઝીમ હસન, નાહીદ હસન રાણા.