59 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડે 2024-25 માટે હોમ સિઝનનું શેડ્યૂલ જાહેર કર્યું છે. તેની શરૂઆત સપ્ટેમ્બરમાં બાંગ્લાદેશ સામે બે ટેસ્ટ મેચની શ્રેણીથી થશે. ત્યારપછી ભારતીય ટીમ બાંગ્લાદેશ સામે ત્રણ મેચની T20 શ્રેણી રમશે.
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે પ્રથમ ટેસ્ટ 19 સપ્ટેમ્બરે ચેન્નઈમાં રમાશે. જ્યારે બીજી ટેસ્ટ મેચ 27 સપ્ટેમ્બરથી કાનપુરમાં રમાશે. ત્રણ T-20 શ્રેણીની પ્રથમ મેચ ધર્મશાલામાં, બીજી દિલ્હીમાં અને ત્રીજી મેચ હૈદરાબાદમાં રમાશે.

ન્યૂઝીલેન્ડની ટીમ ઓક્ટોબરમાં પ્રવાસ કરશે
બાંગ્લાદેશ બાદ ન્યૂઝીલેન્ડની ટીમ ઓક્ટોબરમાં ભારતની મુલાકાતે આવશે. આ સમયગાળા દરમિયાન ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમાશે. પ્રથમ ટેસ્ટ મેચ 16 ઓક્ટોબરથી બેંગલુરુમાં રમાશે. ત્યાર બાદ બીજી મેચ પૂણેમાં અને ત્રીજી મેચ મુંબઈમાં રમાશે.

ઇંગ્લિશ ટીમ 2025ની શરૂઆતમાં ભારતનો પ્રવાસ કરશે
2025ની શરૂઆતમાં ઇંગ્લિશ ટીમ T-20 અને ODI સિરીઝ રમવા આવશે. આ સમયગાળા દરમિયાન ઇંગ્લેન્ડની 5 ટીમ 5 T20 અને ત્રણ ODI મેચની શ્રેણી રમશે.
