સ્પોર્ટ્સ ડેસ્ક34 મિનિટ પેહલા
- કૉપી લિંક
હવે જો ટીમ ઈન્ડિયા વિદેશ પ્રવાસ પર જશે તો ટીમ બસમાં જ મુસાફરી કરશે. જો પ્રવાસ 45 કે તેથી વધુ દિવસો સુધી હશે, તો પરિવાર અને પત્નીઓ માત્ર 14 દિવસ માટે જ સાથે રહી શકશે, સમગ્ર પ્રવાસ દરમિયાન નહીં.
નવા નિયમો હેઠળ, જો કોઈ ટૂર્નામેન્ટ 45 કે તેથી વધુ દિવસની હોય તો પરિવારને ખેલાડીઓ સાથે માત્ર 14 દિવસ રહેવાની મંજૂરી આપવામાં આવશે, અને જો ટુર ઓછા દિવસોની હોય તો તે 7 દિવસ રહી શકશે.
ઓસ્ટ્રેલિયામાં બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 3-1થી હાર બાદ BCCIએ કેટલાક નવા નિયમો લાગુ કર્યા છે. તેનો હેતુ ટીમ વચ્ચે બોન્ડિંગ વધારવાનો અને રમત પર જ ફોકસ કરવાનો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, BCCIએ મુંબઈમાં વાર્ષિક સામાન્ય સભા દરમિયાન આ નિર્ણયો પર વિચાર કર્યો છે. ઓસ્ટ્રેલિયા પ્રવાસ દરમિયાન ઘણા સિનિયર ખેલાડીઓ પોતાની કારમાં મુસાફરી કરતા જોવા મળ્યા હતા અને સમગ્ર પ્રવાસ દરમિયાન વિરાટ કોહલી અને કેએલ રાહુલ જેવા ખેલાડીઓના પરિવારજનો તેમની સાથે પણ હતા.
રોહિત શર્મા અને તેની પત્ની રિતિકા સજદેહની આ તસવીર T20 વર્લ્ડ કપ 2024ની ફાઈનલની છે.
વિરાટ કોહલીની પત્ની અનુષ્કા શર્માનો આ ફોટો પર્થ ટેસ્ટનો છે. તેની સાથે જસપ્રીત બુમરાહની પત્ની સંજના પણ છે.
ટીમ ઈન્ડિયા માટે નવા ફેરફારો
- દૈનિક જાગરણએ BCCI ઓફિસના અધિકારીને ટાંકીને કહ્યું કે બોર્ડે કોવિડ-19 દરમિયાન હટાવેલા નિયમોને ફરીથી લાગુ કર્યા છે.
- સમગ્ર પ્રવાસ દરમિયાન પરિવાર અને પત્નીઓ ખેલાડીઓ સાથે મુસાફરી કરી શકશે નહીં. ખાસ કરીને વિદેશ પ્રવાસ પર આ નિયમ વધુ લાગુ રહેશે જેથી ખેલાડીઓના પ્રદર્શનને અસર ન થાય. 45 દિવસથી ઓછા સમયની ટુર માટે, પરિવારો અને પત્નીઓ 7 દિવસ સુધી જ સાથે રહી શકશે.
- ટીમની એકતાને ધ્યાનમાં રાખીને કોઈપણ ખેલાડીને પોતાની કારમાં મુસાફરી કરવાની મંજૂરી આપવામાં આવશે નહીં, પછી ભલે તે ગમે તેટલો મોટો ખેલાડી હોય.
ગંભીરના મેનેજર સામે કાર્યવાહી કરવામાં આવશે કોચ ગૌતમ ગંભીરના મેનેજર ગૌરવ અરોરા ટીમ ઈન્ડિયા સાથે પ્રવાસ કરતા જોવા મળ્યા હતા. આવું પહેલા ક્યારેય બન્યું ન હતું. BCCIએ તેની સામે કડક કાર્યવાહી કરી છે. હવે અરોરાને ટીમ હોટલમાં રહેવા દેવામાં આવશે નહીં. તેઓ VIPમાં પણ બેસી શકશે નહીં. તેને ટીમ બસમાં મુસાફરી કરવાની પણ મંજૂરી આપવામાં આવી નથી.
કોચ ગૌતમ ગંભીરે 19 ઓક્ટોબર 2024ના રોજ તેમના જન્મદિવસ પર મેનેજર ગૌરવ અરોરા સાથે આ ફોટો પોસ્ટ કર્યો હતો.
સેલરી કાપવાનું સૂચન, હજુ કોઈ નિર્ણય નહીં
ઈન્ડિયન એક્સપ્રેસે એક સૂત્રને ટાંકીને જણાવ્યું હતું કે AGM દરમિયાન સેલરી કાપવાનું સૂચન પણ કરવામાં આવ્યું હતું. એટલે કે, જો પ્રદર્શન સારું નહીં હોય તો ખેલાડીની સેલરી કાપવામાં આવી શકે છે. તેનો હેતુ ખેલાડીને તેની જવાબદારીઓથી વાકેફ કરવાનો છે. આ અંગે હજુ નિર્ણય લેવાયો નથી.