સ્પોર્ટ્સ ડેસ્ક13 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ રણજી ટ્રોફીમાં ભાગ ન લેવા પર સિનિયર ખેલાડીઓને ચેતવણી આપી છે. બરોડાના કૃણાલ પંડ્યા અને રાજસ્થાનના દીપક ચહર જેવા ખેલાડીઓએ રાજ્યની ટીમ સાથે મેચ રમવાને બદલે IPLની તૈયારીને પ્રાથમિકતા આપી છે.
રાષ્ટ્રીય પસંદગીકારો સાથે ચર્ચા કર્યા બાદ BCCIએ તમામ ખેલાડીઓને ઈમેલ કર્યા હતા. બોર્ડે ખેલાડીઓને તેમની રાજ્યની ટીમ તરફથી રણજી ટ્રોફીની આગામી રાઉન્ડની મેચ રમવા માટે કહ્યું છે.
BCCIએ સોમવારે ઈમેલ કર્યો હતો
ક્રિકબઝના અહેવાલ મુજબ, BCCIએ સોમવારે ઈમેલથી ખેલાડીઓને ચેતવણી આપી હતી. બોર્ડે કહ્યું કે જે ખેલાડીઓ રાષ્ટ્રીય ટીમ અને NCAમાં નથી તેમણે રાજ્યની ટીમ સાથે મેચ રમવી પડશે. રણજી ટ્રોફીનો આગામી રાઉન્ડ 16 ફેબ્રુઆરીથી શરૂ થશે. તમામ ખેલાડીઓને આ રાઉન્ડમાં રાજ્યની ટીમ સાથે જોડાવા માટે ચેતવણી આપી છે. જો ખેલાડીઓ ફિટ હોવા છતાં રણજી રમવા નહીં આવે તો તેમની સામે એક્શન લેવામાં આવશે.
કૃણાલ અને ચહર રણજી મેચ નથી રમી રહ્યા
બરોડાના ઓલરાઉન્ડર કૃણાલ પંડ્યા અને રાજસ્થાનના ફાસ્ટ બોલર દીપક ચહરે IPLની તૈયારીઓ શરૂ કરી દીધી છે. હવે તેણે પોતાની હોમ ટીમ સાથે રણજી મેચ રમવી પડશે.
કૃણાલ પંડ્યા IPLમાં લખનઉ સુપરજાયન્ટ્સ તરફથી રમે છે. તેણે બરોડામાં IPLની તૈયારી શરૂ કરી દીધી છે.
ક્રુણાલે ડોમેસ્ટિક ક્રિકેટમાં લિમિટેડ ઓવરોની ટુર્નામેન્ટ રમી હતી, પરંતુ તે ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ માટે ઉપલબ્ધ નહોતો. બીજી તરફ ચહરે પારિવારિક કારણોસર ડિસેમ્બર-જાન્યુઆરીમાં બ્રેક લીધો હતો. તે અત્યારે ફિટ છે પરંતુ હજુ પણ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટ નથી રમી રહ્યો.
દીપક ચહરે તેની છેલ્લી આંતરરાષ્ટ્રીય મેચ ડિસેમ્બરમાં રમી હતી. ત્યારથી તે ક્રિકેટથી દૂર છે.
આટલું જ નહીં સિનિયર ટીમમાંથી બહાર રહેલા શ્રેયસ અય્યર અને મેન્ટલ બ્રેક બાદ પરત ફરેલા ઈશાન કિશનને પણ પોતાની રાજ્યની ટીમ તરફથી રમવાનું રહેશે. ઈશાન ઝારખંડ તરફથી ડોમેસ્ટિક ક્રિકેટ રમે છે અને શ્રેયસ મુંબઈ તરફથી રમે છે.
ઈશાન ડીવાય પાટિલ ટુર્નામેન્ટમાંથી પરત ફરશે
ભાસ્કરના સૂત્રોએ જણાવ્યું કે ઈશાને તેના પરિવારને સમય આપવા માટે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો, કારણ કે તે લાંબા સમયથી ટીમ સાથે હતો અને તેના પરિવારને સમય આપી શક્યો ન હતો. આવી સ્થિતિમાં ઈશાને બ્રેક દરમિયાન પરિવાર સાથે સમય વિતાવ્યો હતો.
સૂત્રએ જણાવ્યું કે તૈયારીના અભાવે તે રણજી ટ્રોફી રમી શક્યો નથી. તે મુંબઈમાં યોજાનારી ડીવાય પાટિલ ટુર્નામેન્ટમાં ક્રિકેટમાં પુનરાગમન કરશે.