સ્પોર્ટ્સ ડેસ્ક3 કલાક પેહલા
- કૉપી લિંક
IPL બ્રોડકાસ્ટર સ્ટાર સ્પોર્ટ્સે રોહિત શર્માના વીડિયો વિવાદ પર સ્પષ્ટતા આપી છે. ચેનલે સોમવારે કહ્યું- અમે ખેલાડીઓની ગોપનીયતા માટે પ્રતિબદ્ધ છીએ.
રોહિતના 2 વીડિયો વાઇરલ થયા હતા. એક વીડિયો KKR સાથેની મેચનો હતો અને બીજો વીડિયો LSG સાથેની મેચનો હતો. 19 મેના રોજ ભારતીય કેપ્ટન રોહિત શર્માએ એક સોશિયલ પોસ્ટ પર લખ્યું- વ્યુ માટે ખેલાડીઓની અંગત વાતોનું પ્રસારણ કરવું ખોટું છે.
આ તસવીર કોલકાતા-મુંબઈ મેચની છે. 16 મેના રોજ મેચ દરમિયાન રોહિતની વીડિયો ક્લિપ વાઇરલ થઈ હતી, જેમાં તે કહી રહ્યો હતો- અબ મુંબઈ સે મેરા હો ગયા હૈ.
વીડિયો લીક પર બ્રોડકાસ્ટરની સ્પષ્ટતા
- એક સિનિયર ભારતીય ખેલાડી સાથે જોડાયેલી ક્લિપ અને તેની સોશિયલ મીડિયા પોસ્ટ ગઈકાલથી સમાચારોમાં છે. ક્લિપ, જે સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા શરૂ કરવામાં આવી હતી, તે 16 મેના રોજ વાનખેડે સ્ટેડિયમમાં ટ્રેનિંગ સેશન દરમિયાન લેવામાં આવી હતી, અને તેમાં સિનિયર ખેલાડીને તેના મિત્રો સાથે એક ક્ષણ માટે ચેટ કરતા દર્શાવવામાં આવ્યા હતા.
- આ વાર્તાલાપનો કોઈ ઓડિયો ન તો રેકોર્ડ થયો ન તો પ્રસારિત થયો. ક્લિપમાં ફક્ત ખેલાડીને વિનંતી કરવામાં આવી હતી કે તેમની વાતચીતનો ઑડિયો રેકોર્ડ ન કરવામાં આવે. સ્ટાર સ્પોર્ટ્સ દ્વારા મેચ પહેલાની તૈયારીઓનું લાઈવ કવરેજ બતાવવામાં આવ્યું હતું.
- સ્ટાર સ્પોર્ટ્સે સમગ્ર વિશ્વમાં ક્રિકેટનું પ્રસારણ કરતી વખતે હંમેશા ઉચ્ચતમ ધોરણોનું પાલન કર્યું છે, જેમાં ખેલાડીઓની ગોપનીયતા, તાત્કાલિક કાર્યવાહી અને તૈયારી માટે આદરનો સમાવેશ થાય છે. બ્રોડકાસ્ટર આ માટે પ્રતિબદ્ધ છે.
રોહિતના 2 વીડિયો વાઇરલ થયા હતા
થોડા દિવસો પહેલાં રોહિત શર્માના 2 વીડિયો વાયરલ થયા હતા. પ્રથમ KKR સાથેની મેચ અને બીજી LSG સાથેની મેચમાંથી છે. પહેલા વીડિયોમાં રોહિત અને અભિષેક નાયર વાત કરી રહ્યા છે. રોહિત કેમેરામેનને કહેતા સાંભળવામાં આવે છે કે તેના શબ્દો રેકોર્ડ ન કરવા જોઈએ, પરંતુ આ વીડિયો ટેલિકાસ્ટ કરવામાં આવ્યો હતો.
આ વિવાદ બાદ રોહિતનો વધુ એક વીડિયો વાઇરલ થયો છે, જેમાં તે ધવલ કુલકર્ણી સાથે ઊભો છે અને કેમેરામેનને કહી રહ્યો છે કે અગાઉના વીડિયોએ મારી વાટ લગાવી દીધી છે. મેચ પહેલાની તૈયારીઓનો આ વીડિયો પણ બતાવવામાં આવ્યો હતો.
રોહિતની પોસ્ટ… ક્રિકેટરોના જીવનમાં દખલગીરી વધી, દરેક પગલે કેમેરા
ભારતીય કેપ્ટને લખ્યું- ‘ક્રિકેટર્સનું જીવન એટલું ઘુસણખોર બની ગયું છે કે હવે અમે અમારા મિત્રો અને સહકર્મીઓ સાથે ટ્રેનિંગ દરમિયાન અથવા મેચના દિવસોમાં ખાનગીમાં જે પણ ચર્ચા કરીએ છીએ તે કેમેરા અમારી દરેક હિલચાલ અને વાતચીતને રેકોર્ડ કરી રહ્યા છે. સ્ટાર સ્પોર્ટ્સે મારી વાતચીતને રેકોર્ડ ન કરવા કહ્યું હોવા છતાં, તે પ્રસારણમાં ચલાવવામાં આવ્યું હતું, જે પ્રાઇવસીનું ઉલ્લંઘન છે. એક્સક્લૂસીવ કન્ટેન્ટ મેળવવાની અને વિચારોને જોડવા પર ધ્યાન કેન્દ્રિત કરવાની જરૂરિયાત એક દિવસ ચાહકો, ક્રિકેટરો અને ક્રિકેટ વચ્ચેનો વિશ્વાસ તોડી નાખશે… સારું રહેશે કે સમજ પડી જાય.’
રોહિત શર્માએ રવિવારે આ પોસ્ટ દ્વારા પોતાની નારાજગી વ્યક્ત કરી હતી.