- Gujarati News
- Sports
- Cricket
- Bumrah |India Vs Bangladesh Test Day 4 Live Score Update; Jadeja | Ashwin | Kohli |Rohit Kanpur Weather Update
સ્પોર્ટ્સ ડેસ્કઅમુક પળો પેહલા
- કૉપી લિંક
કાનપુરમાં ભારત-બાંગ્લાદેશ વચ્ચેની બીજી ટેસ્ટ મેચના ચોથા દિવસે તડકો નીકળ્યો છે. બંને ટીમે પ્રેક્ટિસ શરૂ કરી દીધી છે. આ પહેલા બીજા અને ત્રીજા દિવસે વરસાદના કારણે રમત રદ કરવામાં આવી હતી. જ્યારે પ્રથમ દિવસે માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. BCCIએ મેદાનને સૂકવવા માટે 3 સુપર સોપર અને લગભગ 100 કર્મચારીઓને તહેનાત કર્યા છે.
મેચમાં અત્યાર સુધી માત્ર 35 ઓવર રમાઈ છે, જેમાં બાંગ્લાદેશે 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવ્યા છે. મોમિનુલ હક 40 રન બનાવીને અને મુશફિકુર રહીમ 6 રન બનાવીને ક્રિઝ પર છે.
બન્ને ટીમની પ્લેઇંગ-11
ભારત (IND): રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, વિરાટ કોહલી, કેએલ રાહુલ, રિષભ પંત (વિકેટકીપર), રવીન્દ્ર જાડેજા, રવિચંદ્રન અશ્વિન, જસપ્રીત બુમરાહ, આકાશ દીપ અને મોહમ્મદ સિરાજ.
બાંગ્લાદેશ (BAN): નઝમુલ હસન શાંતો (કેપ્ટન), શાદમાન ઈસ્લામ, ઝાકિર હસન, મોમિનુલ હક, મુશ્ફિકુર રહીમ, શાકિબ અલ હસન, લિટન દાસ (વિકેટકીપર), મહેદી હસન મિરાજ, તૈજુલ ઈસ્લામ, હસન મહમુદ અને ખાલેદ અહેમદ.
લાઈવ અપડેટ્સ
અત્યારે
- કૉપી લિંક
ત્રીજા દિવસની રમત પણ રદ થઈ હતી
2 મિનિટ પેહલા
- કૉપી લિંક
વરસાદના કારણે બીજા દિવસની રમત રદ
ભારત-બાંગ્લાદેશની બીજી ટેસ્ટ મેચના બીજા દિવસની રમત વરસાદને કારણે રદ કરવામાં આવી છે. કાનપુરમાં શનિવાર સવારથી જ વરસાદ પડી રહ્યો છે. આવી સ્થિતિમાં અમ્પાયરોએ ગ્રાઉન્ડ સ્ટાફ સાથે વાત કર્યા બાદ દિવસની રમત રદ કરવાનો નિર્ણય લીધો હતો. રવિવાર, 29 સપ્ટેમ્બરે પણ અહીં વરસાદની 59% શક્યતા છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
2 મિનિટ પેહલા
- કૉપી લિંક
પ્રથમ દિવસની રમત- વરસાદના કારણે માત્ર 35 ઓવરની જ રમત શક્ય બની
ભારત સામે રમાઈ રહેલી બીજી ટેસ્ટના પહેલા દિવસે બાંગ્લાદેશે 3 વિકેટ ગુમાવીને 107 રન બનાવી લીધા છે. શુક્રવારે મેચના પહેલા દિવસે કાનપુરમાં ભારે વરસાદને કારણે રમત વહેલી સમાપ્ત થઈ ગઈ હતી. માત્ર 35 ઓવર જ રમાઈ શકી હતી. સામાન્ય રીતે એક દિવસમાં 90 ઓવર નાખવામાં આવે છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
ખરાબ લાઇટને કારણે રમત બંધ થયા બાદ કાનપુરમાં વરસાદ શરૂ થયો હતો. આ પછી પ્રથમ દિવસની રમત અહીં પૂરી થઈ.