સ્પોર્ટ્સ ડેસ્ક1 કલાક પેહલા
- કૉપી લિંક
ભારતીય ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ અને મહિલા ઓપનર સ્મૃતિ મંધાનાને ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ પ્લેયર ઑફ ધ મંથનો એવોર્ડ આપ્યો છે.
ICCએ મંગળવારે જૂન મહિનાના સર્વશ્રેષ્ઠ ક્રિકેટરોની જાહેરાત કરી છે. આવું પહેલીવાર બન્યું છે જ્યારે એક જ દેશના ખેલાડીઓએ એક જ મહિનામાં મેન્સ અને વુમન્સ બંને અવોર્ડ જીત્યા છે.
બુમરાહ ઉપરાંત મેન્સ કેટેગરીમાં T20 વર્લ્ડ ચેમ્પિયન ભારતીય કેપ્ટન રોહિત શર્મા અને અફઘાનિસ્તાનના ઓપનર રહેમાનુલ્લાહ ગુરબાઝને પણ નોમિનેટ કર્યા હતા, જ્યારે વુમન્સ કેટેગરીમાં ઇંગ્લેન્ડની માયા બાઉચિયર અને શ્રીલંકાની વિશ્મી ગુણારત્ને દોડમાં હતા.
બુમરાહે દરેક મેચમાં સારું પ્રદર્શન કર્યું
ટીમ ઈન્ડિયાના ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહે પણ T20 વર્લ્ડ કપમાં ઘણું સારું પ્રદર્શન કર્યું હતું. તેણે 8 મેચમાં 4.17ની ઇકોનોમી સાથે બોલિંગ કરી અને 15 વિકેટ પણ લીધી. તે ટીમ ઈન્ડિયાનો બીજો સૌથી વધુ વિકેટ લેનાર બોલર હતો. તે પ્લેયર ઓફ ધ ટુર્નામેન્ટ પણ બન્યો હતો.
બુમરાહે રોહિત અને ગુરબાઝને અભિનંદન પાઠવ્યા
ICC પ્લેયર ઑફ ધ મંથનો અવોર્ડ મેળવ્યા બાદ બુમરાહે કહ્યું, ‘જૂન માટે ICC પ્લેયર ઑફ ધ મંથ જાહેર થઈને મને ખૂબ જ સારું લાગે છે. છેલ્લા કેટલાક દિવસો અમારા માટે શાનદાર રહ્યા છે. શાનદાર પ્રદર્શન કરીને ટુર્નામેન્ટ જીતવી એ ખૂબ જ ખાસ લાગણી છે, હું આ યાદોને હંમેશા મારી સાથે રાખીશ. આ દરમિયાન હું કેપ્ટન રોહિત શર્મા અને રહેમાનુલ્લાહ ગુરબાઝને તેમના શાનદાર પ્રદર્શન માટે અભિનંદન આપું છું. અંતે હું મારા પરિવાર, સાથી ખેલાડીઓ અને કોચનો આભાર માનું છું.’