25 મિનિટ પેહલા
- કૉપી લિંક
જસપ્રીત બુમરાહને આજે દુનિયાનો શ્રેષ્ઠ બોલર માનવામાં આવે છે. પિચ ગમે તે હોય, પરિસ્થિતિ હોય ગમે તેવી હોય, બુમરાહ દરેક પરિસ્થિતિમાં વિકેટ લે છે. 7 વર્ષની ઉંમરે પિતા ગુમાવનાર બુમરાહે સ્કૂલ અને ક્લબ ક્રિકેટમાંથી બોલિંગની સઘન ટ્રેનિંગ લીધી હતી. 19 વર્ષની ઉંમરે આઈપીએલમાં તક મળી. વિરાટ કોહલીની વિકેટ લઈને ચર્ચામાં આવેલા બુમરાહને આગામી તક માટે ઘણા વર્ષો સુધી રાહ જોવી પડી. 2016 માં ટીમ ઈન્ડિયામાં સ્થાન મેળવ્યું અને પછી ક્યારેય પાછળ વળીને જોયું નહીં. મહેન્દ્ર સિંહ ધોની બુમરાહની બોલિંગથી એટલા પ્રભાવિત થયા કે તેમણે તેમને ભારતીય બોલિંગની શોધ ગણાવ્યા.
ટીમ ઈન્ડિયાના સ્ટાર બોલર બુમરાહની કહાની વિડીયોમાં જુઓ…