સ્પોર્ટ્સ ડેસ્ક10 કલાક પેહલા
- કૉપી લિંક
ઓસ્ટ્રેલિયન ઓલરાઉન્ડર કેમરૂન ગ્રીન 22 નવેમ્બરથી શરૂ થઈ રહેલી બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાંથી બહાર થઈ ગયો છે. આટલું જ નહીં તેને જાન્યુઆરી મહિનામાં યોજાનાર શ્રીલંકા પ્રવાસમાંથી પણ બહાર થવું પડી શકે છે.
25 વર્ષીય ગ્રીન બેક સર્જરી કરાવવાની છે. આ કારણે તેણે ઓછામાં ઓછા 6 મહિના સુધી ક્રિકેટથી દૂર રહેવું પડશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ એક નિવેદન જારી કરીને કહ્યું- ‘ગ્રીને પીઠની સર્જરી કરાવવાનો નિર્ણય લીધો છે કારણ કે, તેના સ્કેનમાં, એક અનોખી સમસ્યા જોવા મળી છે, જે તેની પીઠની ઈજાને વધારી રહી છે. આ સર્જરીને કારણે તે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીનો ભાગ નહીં બને.’
આ વખતે બોર્ડર-ગાવસ્કર ટ્રોફીમાં 5 ટેસ્ટ મેચ રમાશે. પ્રથમ મેચ 22 નવેમ્બરથી પર્થમાં શરૂ થશે.
ગ્રીન ટીમમાં ઓલરાઉન્ડરની ભૂમિકા ભજવે છે ગ્રીનની બાદબાકીથી ઓસ્ટ્રેલિયાને મોટો ફટકો પડ્યો છે કારણ કે તે નંબર 5 પર બેટિંગ કરે છે. બોલિંગ પણ કરે છે. ગ્રીનની ગેરહાજરીમાં, સ્ટીવ સ્મિથને ફરી એકવાર તેના નિયમિત સ્થાન નંબર-4 પર બેટિંગ કરવી પડી શકે છે. તે જ સમયે, પસંદગીકારોને ઉસ્માન ખ્વાજાના ઓપનિંગ પાર્ટનર તરીકે બીજો ચહેરો શોધવો પડી શકે છે.
ઓસ્ટ્રેલિયા 2014-15થી ભારતને હરાવી શક્યું નથી ઓસ્ટ્રેલિયાની ટીમ છેલ્લી 4 સિરીઝમાં ભારતને હરાવી શકી નથી. ટીમની છેલ્લી જીત 2014-15 સિઝનમાં હતી. ત્યારે સ્મિથની આગેવાનીમાં રહેલી ઓસ્ટ્રેલિયન ટીમે ભારતને 2-1થી હરાવ્યું હતું. જે બાદ ભારતીય ટીમે ચારેય સિરીઝ જીતી લીધી છે.