સેન્ચ્યુરીયન22 મિનિટ પેહલા
- કૉપી લિંક
સેન્ચુરિયનના સુપરસ્પોર્ટ પાર્ક સ્ટેડિયમમાં સાઉથ આફ્રિકા અને પાકિસ્તાન વચ્ચે પ્રથમ ટેસ્ટ રમાઈ રહી છે. શુક્રવારે સાઉથ આફ્રિકાએ પહેલી ઇનિંગમાં 301 રન બનાવ્યા હતા અને 90 રનની લીડ મેળવી હતી. ટીમ તરફથી એડન માર્કરમે 89 રન અને કોર્બિન બોશે 81 રન બનાવ્યા હતા.
દિવસની રમતના અંત સુધીમાં પાકિસ્તાને બીજી ઇનિંગમાં 3 વિકેટ ગુમાવીને 88 રન બનાવી લીધા હતા. પાકિસ્તાને પ્રથમ દાવમાં 211 રન બનાવ્યા હતા, ટીમ હાલમાં 2 રનથી પાછળ છે. બાબર આઝમ 16 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો અને સઉદ શકીલ 8 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો.
માર્કરમ-બાવુમાએ 70 રનની ભાગીદારી કરી સાઉથ આફ્રિકાએ બીજા દિવસે 82/3ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતું. એડન માર્કરમે 47 અને ટેમ્બા બાવુમાએ 4 રનના સ્કોર સાથે પોતાની ઇનિંગ આગળ ધપાવી હતી. બંને ટીમને 100 રનથી આગળ લઈ ગયા હતા, બાવુમા 31 રન બનાવીને આઉટ થયો હતો અને માર્કરમ સાથે તેની 70 રનની ભાગીદારી તૂટી ગઈ હતી.
ટેમ્બા બાવુમાએ એડન માર્કરમ સાથે 70 રનની ભાગીદારી કરી હતી.
માર્કરમે એક છેડો સાચવી રાખ્યો બાવુમા બાદ ડેવિડ બેડિંગહામ 30 રન બનાવીને આઉટ થયો હતો, કાયલ વેરીયન 2 અને માર્કો યાન્સેન પણ 2 રન બનાવીને આઉટ થયા હતા. ટીમે 191 રનના સ્કોર પર 7 વિકેટ ગુમાવી દીધી હતી. અહીં માર્કરમ એક છેડે ઊભો હતો, તેને કોર્બિન બોશનો સપોર્ટ મળ્યો અને સ્કોર 200ને પાર કરી ગયો. આ બંનેએ ટીમને લીડ પણ અપાવી હતી, માર્કરમ તે પછી 89 રનના સ્કોર પર આઉટ થયો હતો.
બોશ ટીમને 300થી આગળ લઈ ગયો 213 રનમાં 8 વિકેટ પડી ગયા બાદ પણ સાઉથ આફ્રિકાનો સ્કોર 301 રન સુધી પહોંચી ગયો હતો. કોર્બિન બોશે કાગીસો રબાડા સાથે 41 રન અને ડેન પેટરસન સાથે 47 રનની ભાગીદારી કરી હતી. રબાડા 13 રન બનાવીને આઉટ થયો હતો અને પેટરસન 12 રન બનાવીને આઉટ થયો હતો. બોશ 81 રન બનાવ્યા બાદ અણનમ રહ્યો, તેણે ઇનિંગમાં 15 ચોગ્ગા ફટકાર્યા.
પાકિસ્તાન તરફથી ખુર્રમ શહજાદ અને નસીમ શાહે 3-3 વિકેટ લીધી હતી. આમિર જમાલને 2 વિકેટ મળી હતી. મોહમ્મદ અબ્બાસ અને સૈમ અયુબને પણ 1-1 સફળતા મળી હતી.
કોર્બીન બોશે 81 રનની ઇનિંગ રમી હતી.
પાકિસ્તાન બીજા દાવમાં 2 રનથી પાછળ ટીમે બીજા દાવમાં 3 વિકેટ ગુમાવીને 88 રન બનાવ્યા હતા, આથી ટીમ હજુ પણ 2 રનથી પાછળ છે. બાબર આઝમ અને સઉદ શકીલ નોટઆઉટ પરત ફર્યા હતા. અયુબ 28 રન બનાવીને આઉટ થયો હતો, કેપ્ટન શાન મસૂદ 28 રન બનાવીને અને કામરાન ગુલામ 4 રન બનાવીને આઉટ થયો હતો. માર્કો યાન્સેને 2 અને કાગિસો રબાડાએ 1 વિકેટ લીધી હતી.
સૈમ અયુબ 28 રન બનાવીને બોલ્ડ થયો હતો.
પાકિસ્તાન પહેલા દિવસે 211 રને ઓલઆઉટ થઈ ગયું હતું
કોર્બીન બોશે 4 વિકેટ લીધી હતી.
સેન્ચુરિયનમાં ગુરુવારે પાકિસ્તાને ટૉસ જીતીને બેટિંગ કરવાનું પસંદ કર્યું હતું. કામરાન ગુલામે ફિફ્ટી ફટકારી હતી, બાકીના બેટર્સ 30થી વધુ રન બનાવી શક્યા ન હતા. ટીમ 211 રન જ બનાવી શકી હતી. સાઉથ આફ્રિકા તરફથી કોર્બિન બોશે 4 અને ડેન પેટરસને 5 વિકેટ ઝડપી હતી.