સ્પોર્ટ્સ ડેસ્ક37 મિનિટ પેહલા
- કૉપી લિંક
ICC ચેમ્પિયન્સ ટ્રોફી માટે ભારતીય ટીમની પહેલી બેચ શનિવારે દુબઈ જવા રવાના થઈ છે. ANI એ એક વીડિયો શેર કર્યો છે જેમાં ભારતીય ટીમના હેડ કોચ ગૌતમ ગંભીર, કેપ્ટન રોહિત શર્મા અને વિરાટ કોહલી સહિત કેટલાક ખેલાડીઓ મુંબઈ એરપોર્ટ પર જોવા મળી રહ્યા છે.
19 ફેબ્રુઆરીથી શરૂ થનારી આ ટુર્નામેન્ટમાં ભારતની બધી મેચ દુબઈમાં રમાશે. જ્યારે ટુર્નામેન્ટની બાકીની મેચ પાકિસ્તાનના કરાચી, રાવલપિંડી અને લાહોરમાં રમાશે. ટીમ ઈન્ડિયાનો પહેલો મુકાબલો 20 ફેબ્રુઆરીએ દુબઈમાં બાંગ્લાદેશ સામે થશે. ભારત અને પાકિસ્તાન વચ્ચેની ગ્રૂપ મેચ 23 ફેબ્રુઆરીએ દુબઈમાં રમાશે.

ફાઈનલ 9 માર્ચે રમાશે હાઇબ્રિડ મોડેલમાં યોજાનારી આ ટુર્નામેન્ટની ફાઈનલ 9 માર્ચે રમાશે. આ 19 દિવસીય ટુર્નામેન્ટમાં 15 મેચ રમાશે. બીજા સેમિફાઈનલ અને ફાઇનલ માટે પણ રિઝર્વ ડે રાખવામાં આવ્યો છે.
પ્રથમ સેમિફાઈનલ દુબઈમાં રમાશે. જો ભારત ફાઈનલમાં પહોંચે છે તો આ મેચ પણ દુબઈમાં જ રમાશે. ટુર્નામેન્ટની બાકીની 10 મેચ પાકિસ્તાનમાં રમાશે.
ચેમ્પિયન્સ ટ્રોફી માટે ટીમ ઈન્ડિયા રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ (વિકેટકીપર), રિષભ પંત (વિકેટકીપર), હાર્દિક પંડ્યા, રવીન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, વોશિંગ્ટન સુંદર, હર્ષિત રાણા, મોહમ્મદ શમી, અર્શદીપ સિંહ, વરુણ ચક્રવર્તી અને કુલદીપ યાદવ. રિઝર્વ: યશસ્વી જયસ્વાલ, મોહમ્મદ સિરાજ અને શિવમ દુબે.