1 કલાક પેહલા
- કૉપી લિંક
SAFF મહિલા અંડર-19 ફૂટબોલ ચેમ્પિયનશિપના વિજેતા અંગેના વિવાદ બાદ ભારત અને બાંગ્લાદેશને સંયુક્ત વિજેતા જાહેર કરવામાં આવ્યા હતા.
પેનલ્ટી શૂટઆઉટમાં સ્કોર 11-11 રહ્યા બાદ ટૉસના આધારે મેચનો નિર્ણય લેવામાં આવ્યો હતો. ટૉસ ભારતની તરફેણમાં હતો. જે બાદ બાંગ્લાદેશના પ્રશંસકો ગુસ્સે થયા અને પથ્થરો અને બોટલો ફેંકવા લાગ્યા. એક કલાક પછી, ભારત અને બાંગ્લાદેશને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો.
નિર્ધારિત સમય સુધી સ્કોર 1-1ની બરાબરી પર રહ્યો હતો
બાંગ્લાદેશમાં રમાયેલી ફાઈનલમાં બંને ટીમ નિર્ધારિત 90 મિનિટમાં એક-એક ગોલ કરી શકી હતી. આ પછી પેનલ્ટી શૂટઆઉટ થયું, જે પણ ડ્રોમાં સમાપ્ત થયું અને ગોલકીપર્સ સહિત બંને ટીમના તમામ 11 ખેલાડીઓએ તેમની પેનલ્ટી કિક્સને કન્વર્ટ કરી.
સ્કોરલાઈન 11-11 સુધી પહોંચ્યા પછી, રેફરી પેનલ્ટી શૂટઆઉટ ચાલુ રાખવાના હતા, પરંતુ તેમ ન કરવા માટે કહેવામાં આવ્યું. આ પછી તેણે બંને પક્ષના કેપ્ટનોને બોલાવ્યા અને ટોસ ફેંક્યો. ભારત ટોસ જીતવામાં સફળ રહ્યું અને જશ્ન મનાવવાનું શરૂ કર્યું.
બાંગ્લાદેશી ચાહકોએ બોટલો ફેંકવાનું શરૂ કર્યું
ભારતને વિજેતા જાહેર કર્યા બાદ બાંગ્લાદેશી ચાહકો ઉમટી પડ્યા હતા. તેઓ જમીન પર બોટલો ફેંકવા લાગ્યા અને સૂત્રોચ્ચાર કરવા લાગ્યા. આ પછી બંને ટીમના ખેલાડીઓને સેફ ઝોનમાંથી બહાર કાઢવામાં આવ્યા હતા.
મેચ ઑફિશિયલ્સે એક કલાક બાદ નિર્ણય બદલ્યો
મામલાની ગંભીરતાને ધ્યાનમાં લઈને, ઓલ ઈન્ડિયા ફૂટબોલ ફેડરેશન (AIFF)એ બંને ટીમને સંયુક્ત રીતે વિજેતા જાહેર કરવાનો પ્રસ્તાવ મૂક્યો. જે બાદ મેચ ઑફિશિયલ્સ એક કલાક બાદ બંને ટીમને સંયુક્ત વિજેતા જાહેર કરી હતી.