મેલબોર્ન8 કલાક પેહલા
- કૉપી લિંક
વન-ડે વર્લ્ડ કપ જીત્યા બાદ કેપ્ટન પેટ કમિન્સ ઓસ્ટ્રેલિયન ટીમમાં પરત ફર્યો છે. તેને પાકિસ્તાન સામેની 3 મેચની વન-ડે સિરીઝ માટે ટીમમાં સામેલ કર્યો છે. તે છેલ્લા કેટલાક સમયથી ક્રિકેટમાંથી બ્રેક પર હતો.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સોમવારે સિરીઝ માટે ટીમની જાહેરાત કરી છે. આ સિરીઝ 4 નવેમ્બરથી શરૂ થઈ રહી છે. પ્રથમ મેચ MCGમાં રમાશે. ત્યાર બાદ બીજી મેચ 8 નવેમ્બરે એડિલેડમાં અને ત્રીજી મેચ 10 નવેમ્બરે પર્થમાં રમાશે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ પોસ્ટથી ટીમને રિલીઝ કરી
છેલ્લી મેચ અમદાવાદમાં રમી હતી ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સ ક્રિકેટ બ્રેક પર હતો. તે એક વર્ષ બાદ વન-ડે ઈન્ટરનેશનલ મેચ રમતા જોવા મળશે. તે છેલ્લી વખત અમદાવાદમાં ભારત સામે વન-ડે વર્લ્ડ કપની ફાઈનલમાં રમતા જોવા મળ્યો હતો. ઓસ્ટ્રેલિયાની ટીમે તે મેચ 6 વિકેટે જીતી લીધી હતી.
કેપ્ટન પેટ કમિન્સ (હાથમાં ટ્રોફી સાથે) અને ODI વર્લ્ડ કપની જીતની ઉજવણી કરતા ઓસ્ટ્રેલિયન ટીમના ખેલાડીઓ.
હેડ અને માર્શનું નામ નથી, મેકગર્ક અને શોર્ટ માટે તક ટ્રેવિસ હેડ અને મિચેલ માર્શના નામ ઓસ્ટ્રેલિયન ટીમમાં નથી. આ બંને ઇંગ્લેન્ડ સામેની 5 મેચની વન-ડે સિરીઝનો ભાગ હતા. આ બંનેને પેટર્નિટી રજા આપવામાં આવી છે. આ બેની જગ્યાએ જેક ફ્રેઝર મેકગર્ક અને મેથ્યુ શોર્ટની પસંદગી કરવામાં આવી છે. મેકગર્ક અને શોર્ટની જોડી ઓપન કરી શકે છે.
પાકિસ્તાન સામેની ODI ટીમ પેટ કમિન્સ (કેપ્ટન), સીન એબોટ, કૂપ કોનોલી, જેક ફ્રેઝર મેકગર્ક, એરોન હર્ડી, જોશ હેઝલવુડ, જોશ ઇનિંગ્સ, માર્નસ લાબુશેન, ગ્લેન મેક્સવેલ, મેથ્યુ શોર્ટ, સ્ટીવ સ્મિથ, મિચેલ સ્ટાર્ક, માર્કસ સ્ટોઇનિસ અને એડમ ઝામ્પા.
ઈન્ડિયા સામે ઓસ્ટ્રેલિયા A ટીમની પણ જાહેરાત કરી ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારત સામેની ચાર દિવસીય મેચની સિરીઝ માટે ઓસ્ટ્રેલિયા A ટીમની જાહેરાત કરી છે. નાથન મેકસ્વિનીને ટીમની આગેવાની સોંપવામાં આવી છે. બે મેચની સિરીઝ 31 ઓક્ટોબરથી શરૂ થશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ સોમવારે એક સોશિયલ પોસ્ટથી ટીમને જાહેર કરી. આ ટીમમાં કેમરૂન બેનક્રોફ્ટ, સ્કોટ બોલેન્ડ અને માર્કસ હેરિસ જેવા નામ છે.
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ આ પોસ્ટથી ઓસ્ટ્રેલિયા A ટીમની જાહેરાત કરી છે.