સિંગાપોર4 મિનિટ પેહલા
- કૉપી લિંક
ભારતીય ગ્રાન્ડમાસ્ટર ડી ગુકેશ વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપનો ખિતાબ જીત્યો છે. આવું પરાક્રમ કરનાર તે વિશ્વનો સૌથી યુવા ખેલાડી બન્યો, તેની ઉંમર માત્ર 18 વર્ષની છે. તેણે 14મી ગેમમાં ડિફેન્ડિંગ ચેમ્પિયન ચીનના ડીંગ લિરેનને હરાવ્યો હતો. આ સાથે સ્કોર 7.5-6.5 થયો અને ગુકેશ ચેમ્પિયન બન્યો.
બુધવારે વર્લ્ડ ચેસ ચેમ્પિયનશિપની 13મી રમતમાં ગુકેશને 68 ચાલ બાદ ડ્રો રમવી પડી હતી. ત્યારબાદ સ્કોર 6.5-6.5 પર બરાબર રહ્યો હતો. ગુકેશે ત્રીજી, 11મી અને 14મી ગેમ જીતી હતી. જ્યારે લિરેન પ્રથમ અને 12મી ગેમ જીતી હતી. બાકીની તમામ મેચ ડ્રો રહી હતી.
સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો, આનંદ પછી બીજો ભારતીય ગુકેશ ચેસનો વર્લ્ડ ચેમ્પિયન બનનાર ભારતનો બીજો ખેલાડી બન્યો. તેના પહેલા વિશ્વનાથન આનંદ 2012માં ચેસ ચેમ્પિયન બન્યા હતા. ગુકેશ ચેસ ઈતિહાસમાં સૌથી યુવા વર્લ્ડ ચેમ્પિયન બન્યો, તે માત્ર 18 વર્ષનો છે. અગાઉ, તેણે 17 વર્ષની ઉંમરે FIDE કેન્ડીડેટ્સ ચેસ ટુર્નામેન્ટ પણ જીતી હતી. ત્યારે તે આવું કરનાર સૌથી યુવા ખેલાડી પણ બની ગયો.
ચેમ્પિયન બન્યા બાદ ગુકેશ રડવા લાગ્યો હતો. તેની આંખોમાંથી આંસુ રોકાતા ન હતા.
ગુકેશ 11મી ગેમ જીત્યો, લિરેન 12મી ગેમમાં કમબેક કર્યું રવિવાર સુધી ગુકેશ 11 ગેમ બાદ 6-5થી આગળ હતો. 11માંથી 8 રમતો ડ્રો રહી હતી, જ્યારે ગુકેશ 2 અને લિરેન 1 જીતી હતી. પરંતુ લિરેને કમબેક કરીને 12મી ગેમ જીતીને સ્કોર ફરીથી બરાબરી કરી લીધો હતો. બુધવારે રમાયેલી 13મી ગેમ પણ ડ્રો રહી હતી, જે બાદ સ્કોર 6.5-6.5ની બરાબરી પર રહ્યો હતો.
138 વર્ષના ઈતિહાસમાં પહેલીવાર એશિયાના બે ખેલાડીઓ સામસામે આવ્યા ઈન્ટરનેશનલ ચેસ ફેડરેશન (FIDE)ના 138 વર્ષના ઈતિહાસમાં આ પ્રથમ વખત બન્યું હતું જ્યારે એશિયાના બે ખેલાડીઓ વર્લ્ડ ચેમ્પિયનના ખિતાબ માટે આમને-સામને હતા. વિજેતાને રૂ. 20.86 કરોડ (US$2.5 મિલિયન) મળશે.
કોણ છે ડી ગુકેશ? ગુકેશનું પૂરું નામ ડોમરાજુ ગુકેશ છે અને તે ચેન્નઈનો રહેવાસી છે. ગુકેશનો જન્મ 7 મે 2006ના રોજ ચેન્નઈમાં થયો હતો. તેણે 7 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું. તેને શરૂઆતમાં ભાસ્કર નગૈયાએ કોચિંગ આપ્યું હતું.
નાગૈયા આંતરરાષ્ટ્રીય સ્તરની ચેસ ખેલાડી રહી ચુક્યા છે અને ચેન્નઈમાં હોમ ચેસ ટ્યુટર છે. આ પછી વિશ્વનાથન આનંદે ગુકેશને રમત વિશે માહિતી આપવાની સાથે કોચિંગ પણ આપ્યું. ગુકેશના પિતા ડોક્ટર છે અને માતા વ્યવસાયે માઇક્રોબાયોલોજીસ્ટ છે.