સ્પોર્ટ્સ ડેસ્ક2 કલાક પેહલા
- કૉપી લિંક
ટીમ ઈન્ડિયાનો ફાસ્ટ બોલર દીપક ચહર આઈપીએલ રમવા માટે સંપૂર્ણ રીતે તૈયાર છે. તે તાજેતરમાં દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન સામે રમ્યો ન હતો. પારિવારિક કારણોસર ટીમમાં જોડાઈ શક્યો ન હતો, તેણે કહ્યું હતું કે તે હવે ફિટ છે અને ભારત માટે T20 વર્લ્ડ કપ રમવા માગે છે.
ચહરે એમ પણ કહ્યું કે એમએસ ધોની સંપૂર્ણ રીતે ફિટ છે અને તેમણે 2-3 વર્ષ સુધી ક્રિકેટ રમવાનું ચાલુ રાખવું જોઈએ. ચહરે ભારત માટે પોતાની છેલ્લી T20 મેચ રાયપુરમાં ઓસ્ટ્રેલિયા સામે રમી હતી, આ મેચ ગયા વર્ષે ડિસેમ્બરમાં રમાઈ હતી.
ચહર તેના પિતાની સંભાળ રાખતો હતો
દીપક ચહર છેલ્લા 2 મહિનાથી તેના પિતાની સંભાળ રાખી રહ્યો હતો. જેમને ડિસેમ્બરમાં બ્રેઈન સ્ટ્રોક આવ્યો હતો. તેના પિતા હવે સંપૂર્ણ સ્વસ્થ થઈ ગયા છે, પરંતુ ટીમ ઈન્ડિયાને હાલ કોઈ T20 ઈન્ટરનેશનલ રમવાની નથી. તેથી, ચહર માર્ચમાં શરૂ થનારી IPLથી જ ક્રિકેટમાં પરત ફરશે. તે 5 વખતની ચેમ્પિયન ચેન્નાઈ સુપર કિંગ્સ ટીમનો ભાગ છે.
ચહરે કહ્યું, પહેલા પિતાજી
દીપક ચહરે ન્યૂઝ એજન્સી પીટીઆઈને કહ્યું, ‘મારા માટે પિતા પ્રથમ છે. તેમના કારણે જ હું અહીં સુધી પહોંચી શક્યો છું. મેં જે કંઈ હાંસલ કર્યું, તે બધું તેમના કારણે જ મળ્યું. જો હું તેમના ખરાબ સમયમાં તેમની સાથે ન રહી શકું તો હું કેવો પુત્ર કહેવાઈશ?
દીપકે તેના પિતા લોકેન્દ્ર સિંહ ચહરની સંભાળ રાખવા માટે ક્રિકેટમાંથી બ્રેક લીધો હતો.
ઈન્ડિયામાં સિરીઝ હોત ચોક્કસ રમત
ચહરે કહ્યું, ‘જો દક્ષિણ આફ્રિકા સામેની T-20 સિરીઝ ભારતમાં યોજાઈ હોત તો હું ચોક્કસપણે રમ્યો હોત. પછી હું હોસ્પિટલ પહોંચવા માટે 4-5 કલાકની મુસાફરી કરી શક્યો હોત. પરંતુ દક્ષિણ આફ્રિકાથી પહોંચવામાં 2-3 દિવસ લાગશે. મારા પિતા સાથે રહેવાનો મારા માટે એક સરળ નિર્ણય હતો, દરેક પુત્ર એવું જ કરે.
NCAમાં પ્રેક્ટિસ કર્યા પછી સંપૂર્ણપણે ફિટ
ચહરે કહ્યું, ‘મેં NCA (બેંગલુરુ)માં ફરી પ્રેક્ટિસ કરવાનું શરૂ કર્યું. થોડા દિવસ અહીં રહ્યા પછી હું સંપૂર્ણપણે ફિટ થઈ ગયો. મેં આઈપીએલ અને વર્લ્ડ કપ માટે સારી તૈયારી કરી છે. હું ઈજાના કારણે છેલ્લા બે વર્લ્ડ કપ રમી શક્યો ન હતો, જો હું ફિટ હોત તો ચોક્કસપણે બંને વખત રમી શક્યો હોત.
દીપક ચહરે ભારત માટે 25 T-20માં 31 વિકેટ લીધી છે.
ધોનીએ હજુ 2-3 વર્ષ રમવું જોઈએ
ચહરે તેના કરિયર ગ્રોથનો શ્રેય પૂર્વ કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીને આપ્યો. ચહર ધોનીની કપ્તાની હેઠળ CSK અને રાઇઝિંગ પુણે સુપરજાયન્ટ્સ (RPS)માં રમ્યો છે. ચહરે કહ્યું, ‘હું 2-3 વર્ષ પછી તેમની સાથે કમ્ફર્ટેબલ થઈ શક્યો છું. ધોની મારા માટે મોટા ભાઈ જેવા છે.
તેમણે જ મને 2018ની IPLમાં સંપૂર્ણ 14 મેચ રમાડી, તો જ હું ટીમ ઈન્ડિયા માટે સિલેક્ટ થઈ શક્યો. તે ઈજામાંથી રિકવર થઈ ચૂક્યા છે અને તેમણે વધુ 2-3 વર્ષ ક્રિકેટ રમવું જોઈએ. તેમના વિના CSKમાં રમવું મુશ્કેલ હશે પરંતુ તેમણે કહ્યું છે કે તે તેમની કારકિર્દીની છેલ્લી મેચ ચેન્નાઈમાં રમશે.
દીપક ચહરે કહ્યું કે મહેન્દ્ર સિંહ ધોની સંપૂર્ણ રીતે ફિટ છે.