દુબઈ4 કલાક પેહલા
- કૉપી લિંક
ઈન્ટરનેશનલ ક્રિકેટ કાઉન્સિલ (ICC)એ ભારતની દીપ્તિ શર્માને પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ આપ્યો છે. ICCએ મંગળવારે આની જાહેરાત કરી. મેન્સ ક્રિકેટરોમાં ઓસ્ટ્રેલિયાના બોલર પેટ કમિન્સને આ અવોર્ડ આપ્યો હતો. ICCએ આ અવોર્ડ ડિસેમ્બર 2023ના શ્રેષ્ઠ પ્રદર્શન કરનારાઓને આપ્યો હતો.
દીપ્તિની સાથે ભારતની જેમિમાહ રોડ્રિગ્ઝ અને ઝિમ્બાબ્વેની પ્રિશિયસ મારંજ પણ એવોર્ડની રેસમાં હતી. મેન્સ કેટેગરીમાં બાંગ્લાદેશના તૈજુલ ઈસ્લામ અને ન્યૂઝીલેન્ડના ગ્લેન ફિલિપ્સ રેસમાં હતા.
ઇંગ્લેન્ડ-ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું
દીપ્તિએ ગયા મહિને ઇંગ્લેન્ડ અને ઓસ્ટ્રેલિયા સામે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે ઇંગ્લેન્ડ સામેની એકમાત્ર ટેસ્ટની બંને ઇનિંગ્સમાં 9 વિકેટ ઝડપી હતી. તેણે પ્રથમ દાવમાં 5 અને બીજી ઈનિંગમાં 4 વિકેટ ઝડપી હતી. આટલું જ નહીં તેણે બેટથી 67 રન પણ બનાવ્યા હતા.
ઇંગ્લેન્ડ બાદ દીપ્તિએ ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટમાં પણ 8 વિકેટ ઝડપી હતી, તેણે પણ બેટથી 78 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયા સામેની બીજી વન-ડેમાં તેણે માત્ર 38 રન આપીને 5 વિકેટ ઝડપી હતી.
ICC પ્લેયર ઓફ ધ મંથનો એવોર્ડ જીત્યા બાદ દીપ્તિએ કહ્યું, ‘ડિસેમ્બર માટે ICC વુમન્સ પ્લેયર ઓફ ધ મંથ તરીકે પસંદ થવું મારા માટે સન્માનની વાત છે. હું ખુશ છું કે ગયા મહિને મજબૂત ટીમ સામે હું ભારત માટે સારું પ્રદર્શન કરી શકી. હું સખત મહેનત કરવાનું ચાલુ રાખીશ જેથી ભવિષ્યમાં મને આવી વધુ ક્ષણો મળી શકે.’
પેટ કમિન્સ પ્લેયર ઓફ ધ મન્થ જાહેર થનાર ત્રીજો ઓસ્ટ્રેલિયન બન્યો
ઓસ્ટ્રેલિયાના કેપ્ટન પેટ કમિન્સે મેન્સ પ્લેયર ઓફ ધ મંથનો અવોર્ડ જીત્યો હતો. આ અવોર્ડ જીતનાર તે ત્રીજો ઓસ્ટ્રેલિયન ખેલાડી બન્યો છે. તેની પહેલા ટ્રેવિસ હેડને નવેમ્બરમાં આ અવોર્ડ મળ્યો હતો. જ્યારે ડેવિડ વોર્નરે નવેમ્બર 2021માં આ એવોર્ડ જીત્યો હતો.
પેટ કમિન્સે પાકિસ્તાન સામેની ટેસ્ટ શ્રેણીમાં 19 વિકેટ લીધી હતી. બીજી ટેસ્ટમાં તેણે બંને દાવમાં 5-5 વિકેટ લીધી હતી. આ પ્રદર્શન માટે તેને પ્લેયર ઓફ ધ મેચનો અવોર્ડ મળ્યો હતો. ત્રીજી ટેસ્ટ બાદ તેને પ્લેયર ઓફ ધ સિરીઝનો અવોર્ડ પણ મળ્યો હતો.