સ્પોર્ટ્સ ડેસ્ક12 મિનિટ પેહલા
- કૉપી લિંક
IPL-2024ની 64 મેચ રમાઈ છે. સિઝનની 64મી મેચમાં દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 19 રનથી હરાવ્યું હતું. તમામ લીગ મેચ રમ્યા બાદ દિલ્હી પોઈન્ટ ટેબલમાં 14 પોઈન્ટ સાથે 5માં સ્થાને આવી ગયું છે. આનાથી લખનઉની 16 પોઈન્ટ સુધી પહોંચવાની તકો સમાપ્ત થઈ ગઈ અને રાજસ્થાન 16 પોઈન્ટ સાથે પ્લેઓફ માટે ક્વોલિફાઈ થઈ ગયું. લખનઉ 12 પોઈન્ટ સાથે સાતમા નંબર પર છે.
જોકે દિલ્હી માટે પ્લેઓફમાં પહોંચવું મુશ્કેલ છે, પરંતુ આ જીતે અન્ય ટીમોનું ગણિત ઘણું રસપ્રદ બનાવી દીધું છે. તમને જણાવી દઈએ કે દિલ્હીની જીતની સાથે જ રાજસ્થાન રોયલ્સ ટીમ પ્લેઓફ માટે ક્વોલિફાય થનારી બીજી ટીમ બની ગઈ છે. જો કે રાજસ્થાનની ટીમ ટોપ-2માં રહેશે કે નહીં તે આવનારા સમયમાં નક્કી થશે.
હવે સૌથી મોટી લડાઈ બે સ્થાન માટે ચાર ટીમો વચ્ચે છે. આ ટીમો છે – ચેન્નાઈ સુપર કિંગ્સ, સનરાઈઝર્સ હૈદરાબાદ, રોયલ ચેલેન્જર્સ બેંગલુરુ અને લખનઉ સુપર જાયન્ટ્સ. દિલ્હીની જીતે CSK અને RCB હૈદરાબાદ માટે આગળની રેસ રસપ્રદ બનાવી દીધી છે. જો લખનઉની ટીમે દિલ્હીને હરાવ્યું હોત તો કદાચ લખનઉની ટીમ 16 પોઈન્ટ સુધી પહોંચવામાં સફળ રહી હોત.
પોઈન્ટ ટેબલની વર્તમાન સ્થિતિ….
DC અન્ય ટીમો પર નિર્ભર, લખનઉ માટે પણ પ્લેઓફમાં પહોંચવું લગભગ અશક્ય
IPL-2024ની 64મી મેચમાં મંગળવારે દિલ્હી કેપિટલ્સે લખનઉ સુપર જાયન્ટ્સને 19 રનથી હરાવ્યું હતું. આ સાથે દિલ્હીની તમામ 14 મેચ પૂર્ણ થઈ અને ટીમને 2 પોઈન્ટ મળ્યા.
- દિલ્હી કેપિટલ્સ પાસે 14 મેચમાં 7 જીત અને 7 હાર સાથે 14 પોઈન્ટ છે. ખરાબ રન રેટના કારણે ટીમ 5માં સ્થાને છે. પ્લેઓફમાં પહોંચવા માટે CSKને RCB સામે જીતવું પડશે, જેથી RCB 14 પોઈન્ટ સુધી ન પહોંચે. જ્યારે, MIએ LSGને હરાવવું પડશે. આ પછી, દિલ્હીને ચોથા સ્થાને પહોંચવા માટે, SRHને તેની બાકીની બંને મેચમાં 200 રનનો ચેઝ કરતા 194 રનથી હારવું પડશે. બંને મેચમાં હારનું કુલ માર્જીન 194 રન હોવું જોઈએ. ઉદાહરણ તરીકે, જો 200 રનનો ચેઝ કરતી વખતે SRH પહેલી મેચમાં 94 રનથી હારી જાય અને પછીની મેચમાં 200 રનનો પીછો કરતી વખતે ફરીથી 100 રનથી હારી જાય, તો માત્ર દિલ્હી જ આગળ આવી શકશે.
- ગુજરાત બાદ લખનઉનો રન રેટ લીગમાં સૌથી ખરાબ છે. 13 મેચ બાદ ટીમના 6 જીત અને 7 હાર બાદ 12 પોઈન્ટ છે. ક્વોલિફાય થવા માટે લખનઉને લગભગ 150+ રનના માર્જિનથી જીતવું પડશે જે ખૂબ મુશ્કેલ છે.
આજે રાજસ્થાન પાસે ટોપ-2માં પોતાનું સ્થાન મજબૂત કરવાની તક
દિલ્હીની જીત સાથે રાજસ્થાન રોયલ્સ પ્લેઓફ માટે ક્વોલિફાય થઈ ગયું છે. આજે ટીમનો મુકાબલો પંજાબ કિંગ્સ સામે છે. જો ટીમ મોટા માર્જિનથી જીતે છે તો તે ટોપ-2માં પોતાનું સ્થાન મજબૂત કરી શકે છે. RR સિવાય માત્ર SRH પાસે ટોપ-2માં આવવાની તક છે. SRH પાસે 14 પોઈન્ટ છે અને તેની પાસે 2 મેચ એટલે કે 4 પોઈન્ટ મેળવવાની તક છે. ટોપ-2માં આવવાનો ફાયદો એ છે કે આ ટીમોને ફાઇનલમાં પ્રવેશવાની 2 તકો મળે છે.
પંજાબ બહાર, જો તે આજે જીતશે તો તે 9મા સ્થાને આવી જશે
પંજાબ કિંગ્સ પહેલેથી જ IPLમાંથી બહાર છે. ટીમના 12 મેચમાં 4 જીત અને 8 હાર સાથે 8 પોઈન્ટ છે. જો ટીમ આજે જીતશે તો તે 10 પોઈન્ટ સાથે 10મા સ્થાનેથી 9મા સ્થાને પહોંચી જશે.
કોહલી ટોપ સ્કોરર
RCBના વિરાટ કોહલી 13 મેચમાં 661 રન સાથે ટુર્નામેન્ટનો ટોપ રન સ્કોરર છે. તેના પછી CSKના કેપ્ટન ઋતુરાજ ગાયકવાડે 583 રન બનાવ્યા છે.
બુમરાહ સૌથી વધુ વિકેટ લેનાર બોલર
MIનો જસપ્રીત બુમરાહ ટૂર્નામેન્ટનો ટોપ વિકેટ લેનાર બોલર છે. તેના નામે 13 મેચમાં 20 વિકેટ છે. પંજાબનો હર્ષલ પટેલ પણ 20 વિકેટ સાથે બીજા ક્રમે છે. ઈકોનોમી રેટ વધુ હોવાને કારણે હર્ષલ બીજા સ્થાને છે. ખલીલ અહેમદ 17 વિકેટ સાથે ચોથા સ્થાને અને મુકેશ કુમાર પાંચમા સ્થાને છે. તુષાર દેશપાંડે છઠ્ઠા નંબરે છે.
અભિષેક શર્મા સિક્સર કિંગ
SRHનો અભિષેક શર્મા 17મી સિઝનનો સિક્સર કિંગ છે, તેણે 12 મેચમાં 35 સિક્સર ફટકારી છે. વિરાટ કોહલી 33 છગ્ગા સાથે બીજા સ્થાને છે.
ટ્રેવિસ હેડે સૌથી વધુ ચોગ્ગા ફટકાર્યા હતા
SRHના ટ્રેવિસ હેડે ટૂર્નામેન્ટમાં સૌથી વધુ 61 ચોગ્ગા ફટકાર્યા છે. ગાયકવાડ 58 ચોગ્ગા સાથે બીજા અને વિરાટ 56 ચોગ્ગા સાથે ત્રીજા સ્થાને છે.