મુંબઈ1 મિનિટ પેહલા
- કૉપી લિંક
દેવજીત સૈકિયા BCCIના નવા્ સેક્રેટરી બન્યા છે, જ્યારે પ્રભતેજ સિંહ ભાટિયા ખજાનચી તરીકે ચૂંટાયા છે. રવિવારે BCCIની સ્પેશિયલ જનરલ મીટિંગ (SGM)માં બંનેને બિનહરીફ ચૂંટવામાં આવ્યા હતા. સૈકિયા અને ભાટિયાએ ગયા અઠવાડિયે ઉમેદવારી નોંધાવી હતી. તેમના સિવાય અન્ય કોઈએ ઉમેદવારી ફોર્મ ભર્યું નહોતું.
સૈકિયાએ ગયા મહિને ડિસેમ્બરમાં પૂર્વ સચિવ જય શાહ પાસેથી પદ સંભાળ્યું હતું. તેમને વચગાળાના સચિવ બનાવવામાં આવ્યા હતા. જય શાહને ICCના અધ્યક્ષ બનાવવામાં આવ્યા છે, જેના કારણે તેમણે BCCI સેક્રેટરીનું પદ છોડી દીધું છે.
IPL-2025 23 માર્ચથી શરૂ થશેઃ રાજીવ શુક્લા બેઠક બાદ BCCIના ઉપાધ્યક્ષ રાજીવ શુક્લાએ કહ્યું- ‘આ SGMનો એક જ એજન્ડા હતો, BCCI સેક્રેટરીની ચૂંટણી.’ તેમણે જણાવ્યું કે IPL-2025 23 માર્ચથી શરૂ થશે.
દેવજીત સૈકિયા 2019થી 2024 સુધી BCCIના સંયુક્ત સચિવ રહી ચૂક્યા છે.
સૈકિયા આસામ ક્રિકેટ એસોસિએશનનો ભાગ છે દેવજીત સૈકિયાને 6 ડિસેમ્બરે જ BCCIના વચગાળાના સચિવ બનાવવામાં આવ્યા હતા. તે આસામ ક્રિકેટ એસોસિએશનનો ભાગ છે. તેમણે જય શાહનું સ્થાન લીધું. અગાઉ એવા અહેવાલો હતા કે અરુણ જેટલીના પુત્ર રોહન જેટલી સેક્રેટરી બનશે, પરંતુ ગયા મહિને જ સંયુક્ત સચિવ સૈકિયાનું નામ સામે આવ્યું હતું.
બીજી તરફ, ભાટિયા છત્તીસગઢ ક્રિકેટ એસોસિએશનનો ભાગ છે. તેઓ આશિષ શેલારના સ્થાને ખજાનચી પદ સંભાળશે. આશિષ મહારાષ્ટ્ર સરકારનો હિસ્સો બન્યા અને નિયમો મુજબ કેન્દ્ર અને રાજ્ય સરકારના મંત્રીઓ BCCIનો ભાગ બની શકતા નથી.
દેવજીત સૈકિયાએ BCCIના પ્રતિનિધિ તરીકે ગયા મહિને દુબઈમાં ICCની બેઠકમાં હાજરી આપી હતી.
શાહનું SGM ખાતે સન્માન કરવામાં આવ્યું પરિણામ જાહેર કરતાં ચૂંટણી અધિકારી એ.કે.જોતીએ જણાવ્યું હતું કે, ‘બે હોદ્દા-પદાધિકારીઓ, સેક્રેટરી અને ટ્રેઝરરની ચૂંટણી બિનહરીફ થઈ હતી અને તેથી મતદાનની જરૂર નહોતી.’ શાહનું શનિવારે BCCI દ્વારા સન્માન કરવામાં આવ્યું હતું. એસજીએમમાં તેમનું પણ સ્વાગત કરવામાં આવ્યું હતું.
ક્રિકેટ સંબધિત આ સમાચાર પણ વાંચો…
બુમરાહ ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ શકે: પીઠમાં સોજો; માર્ચના પ્રથમ સપ્તાહ સુધીમાં ફિટ થવાની ધારણા
ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ આવતા મહિને યોજાનારી ICC ચેમ્પિયન્સ ટ્રોફીના ગ્રૂપ સ્ટેજમાંથી બહાર થઈ શકે છે. ઈન્ડિયન એક્સપ્રેસના રિપોર્ટ મુજબ, બુમરાહની પીઠમાં સોજો છે. આ માટે તેને બેંગલુરુમાં નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિપોર્ટ કરવા માટે કહેવામાં આવ્યું છે. તેની રિકવરી પર અહીં નજર રાખવામાં આવશે. વાંચો સંપૂર્ણ સમાચાર…